શોધખોળ કરો
કોલકત્તાની દુર્ગા પૂજામાં સામેલ થયા પીએમ મોદી, શંખ વગાડીને થયુ સ્વાગત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પશ્ચિમ બંગાળના કોલકત્તામાં આયોજિત થનારી દુર્ગાપૂજા સમારોહમાં વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા સામેલ થયા, સમારોહમાં હાજર લોકોએ પીએમ મોદીનુ શંખ વગાડીને સ્વાગત કર્યુ હતુ
નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં દુર્ગાપૂજા સૌથી મોટો ઉત્સવ છે, આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પશ્ચિમ બંગાળના કોલકત્તામાં આયોજિત થનારી દુર્ગાપૂજા સમારોહમાં વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા સામેલ થયા, સમારોહમાં હાજર લોકોએ પીએમ મોદીનુ શંખ વગાડીને સ્વાગત કર્યુ હતુ.
બંગાળની જનતાને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું- પશ્ચિમ બંગાળના મારા ભાઇઓ અને બહેનો આજે ભક્તિની શક્તિ એવી છે, જેમે કે લાગી રહ્યું છે કે હું દિલ્હીમાં નહીં પરંતુ આજે બંગાળમાં તમારી વચ્ચે ઉપસ્થિત છું. જ્યારે આસ્થા અપરંપાર હોય, માં દુર્ગાના આશીર્વાદ હોય, તો સ્થાન, સ્થિતિ, પરિસ્થિતિથી આગળ વધીને આખો દેશ જ બંગાળમય થઇ જાય છે.
તેમને આગળ કહ્યું- દુર્ગા પુજાનુ પર્વ ભારતની એકતા અને પૂર્ણતાનુ પર્વ પણ છે, બંગાળની દુર્ગાપૂજા ભારતની આ પૂર્ણતાને એક નવી ચમક આપે છે. નવો રંગ આપે છે, નવો શ્રૃગાંર આપે છે, આ બંગાળની જાગૃત ચેતનાનો, બંગાળની આધ્યાત્મિકતાનો, બંગાળની ઐતિહાસિકતાનો પ્રભાવ છે.
પીએમ મોદીએ કહ્યું- મહિષાસુરનો વધુ કરવા માટે માતાનો એક અંશ જ પર્યાપ્ત હતો, પરંતુ આ કાર્ય માટે તમામ દૈવીયિ શક્તિયો સંગઠીત થઇ ગઇ હતી. આમા તો નારી શક્તિ હંમેશાથી તમામ પડકારોને પરાસ્ત કરવાની તાકાત રાખે છે. આવામાં આ તમામ દાયિત્વ છે કે સંગઠીત રીતે બધા તેમની સાથે ઉભા રહો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
મનોરંજન
Advertisement