Modi Cabinet Reshuffle: મોદી મંત્રીમંડળ વિસ્તરણને લઈ મોટા સમાચાર, જાણો કોને કોને મળી શકે છે સ્થાન
જે રાજ્યોમાં આગામી વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે તેને ધ્યાનમાં રાખીને મંત્રીમંડળમાં સ્થાન અપાય તેમ માનવામાં આવે છે. ઉપરાંત પ્રાદેશિક પક્ષોના નેતાઓને પણ સ્થાન આપવામાં આવી શકે છે.
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મંત્રીમંડળનું વિસ્તરણ ચાલુ સપ્તાહે થશે. 7 જુલાઈએ મોદી મંત્રીમંડળનું વિસ્તરણ કરી શકેછે. નવા મંત્રી મંડળમાં 17 થી 22 મંત્રી શપથ લેશે. જે રાજ્યોમાં આગામી વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે તેને ધ્યાનમાં રાખીને મંત્રીમંડળમાં સ્થાન અપાય તેમ માનવામાં આવે છે. ઉપરાંત પ્રાદેશિક પક્ષોના નેતાઓને પણ સ્થાન આપવામાં આવી શકે છે.
ક્યા રાજ્યમાંથી કોણ થઈ શકે છે સામેલ
ઉત્તરપ્રદેશ
- ત્રણથી ચાર મંત્રી સામેલ કરાશે
- અપના દળમાંથી અનુપ્રિયા પટેલ
બિહાર
- બે થી ત્રણ મંત્રી સામેલ થશે
- બીજેપી-સુશીલ મોદી
- જેડીયુથી આરસીપી સિંહ
- એલજેપી- પશુપતિ પારસ
મધ્યપ્રદેશ
- એકથી બે મંત્રી સામેલ થશે.
- જ્યોતિરાદિત્ય સિંધિયા
- રાકેશ સિંહ
મહારાષ્ટ્ર
- એકથી બે મંત્રી સામેલ થશે
- નારાયણ રાણે
- હિના ગાવિત
- રણજીત નાઈક નિમ્બલકર
રાજસ્થાન
- એક મંત્રી સામેલ થઈ શકે છે
આસામ
- એક થી બે મંત્રી સામેલ
- સોનોવાલ
પશ્ચિમ બંગાળ
- શાંતનું ઠાકુર
- નિશીથ પ્રમાણિક
ઓડિશા
- એક મંત્રી
જમ્મુ કાશ્મીર
- એક મંત્રી બનાવવામાં આવી શકે છે
લદ્દાખ
- એક મંત્રીને સ્થાન આપવામાં આવી શકે છે
આ વખતે ગઠબંધન પક્ષો પણ મોદી મંત્રીમંડળનો હિસ્સો હોઇ શકે છે. કેબિનેટમાં જેડીયુ, એલજેપી અને વાયએસઆર કોંગ્રેસના મંત્રી સામેલ થઈ શકે છે.
મંત્રીમંડળમાં વધારાનો હવાલો સંભાળતા આ મંત્રીનો બોજ થઈ શકે છે હળવો
- પ્રકાશ જાવડેકર
- પીયૂષ ગોયલ
- ધર્મેન્દ્ર પ્રધાન
- નીતિન ગડકરી
- ડો. હર્ષવર્ધન
- નરેન્દ્ર સિંહ તોમર
- રવિશંકર પ્રસાર
- સ્મૃતિ ઇરાની
- હરદીપ સિંહ પુરી
કેન્દ્રીય મંત્રીમંડળમાં 81 સભ્ય હોઈ શકે છે. વર્તમાનમાં 53 મંત્રી છે અને 28 નવા મંત્રી સામેલ કરવામાં આવી શકે છે.
ભારતમાં શું છે કોરોનીની સ્થિતિ
ભારતમાં કોરાના સંક્રમણ મામલા સતત ઘટી રહ્યા છે. દેશમાં સતત આઠમા દિવસે 50 હજારથી ઓછા કેસ નોંધાયા હતા. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં 39,796 નવા કેસ આવ્યા હતા અને 42,352 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. જ્યારે 723 સંક્રમિતોના મોત થયા હતા. દેશમાં સતત 52મા દિવસ કોરોના વાયરસના નવા કેસની સંખ્યા કરતાં રિકવર થયેલ દર્દીની સંખ્યા વધારે નોંધાઈ છે. 4 જુલાઈ સુધી દેશભરમાં 35 કરોડ 28 લાખ કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે. ગઈકાલે 67 લાખ 87 હજાર લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં 41 કરોડ 97 લાખ 77 હજાર કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. કોરોના એક્ટિવ કેસના મામલે ભારત વિશ્વમાં ત્રીજા નંબર પર છે. કુલ સંક્રમિતોની સંખ્યાના મામલે ભારત બીજા સ્થાને છે. જ્યારે વિશ્વમાં અમેરિકા, બ્રાઝીલ બાદ સૌથી વધારે મોત ભારતમાં થયા છે.