Mann Ki Baat: ફિટ ઈન્ડિયા, હિંદુ નવવર્ષ અને રેપરના ગીતનો ઉલ્લેખ, વાંચો PM મોદીની 'મન કી બાત'
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, આજે ચૈત્ર માસના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ છે. આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે અને ભારતીય નવું વર્ષ પણ આજથી શરૂ થઈ રહ્યું છે.

Mann Ki Baat Episode 120: પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, આજે ચૈત્ર માસના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ છે. આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે અને ભારતીય નવું વર્ષ પણ આજથી શરૂ થઈ રહ્યું છે. 13 થી 15 એપ્રિલની વચ્ચે દેશના વિવિધ ભાગોમાં તહેવારોની જબરદસ્ત ઉજવણી થશે. એટલે કે આ આખો મહિનો તહેવારોનો છે. હું દેશના લોકોને આ તહેવારો પર અભિનંદન આપું છું.
પીએમ મોદીએ મન કી બાત કાર્યક્રમમાં કહ્યું હતું કે વરસાદના ટીપાંને સાચવીને આપણે ઘણું બધું પાણી વેડફવાથી બચાવી શકીએ છીએ. છેલ્લા કેટલાક વર્ષોમાં આ અભિયાન હેઠળ દેશના ઘણા ભાગોમાં જળ સંરક્ષણનું અભૂતપૂર્વ કાર્ય કરવામાં આવ્યું છે. વડાપ્રધાને કહ્યું, ચાલો હું તમને એક રસપ્રદ આંકડો આપું છે. છેલ્લા 7-8 વર્ષોમાં નવા બનેલા ટેંક, તળાવ અને અન્ય સ્ત્રોતોથી 11 બિલિયન ક્યુબિક મીટરથી વધુ પાણીનુ સંગ્રહ કરવામાં આવ્યો છે.
પીએમ મોદીએ MY-Bharat કેલેન્ડર શેર કર્યું
પીએમ મોદીએ કહ્યું, યુવા મિત્રો, આજે હું તમારી સાથે MY-Bharat ના વિશેષ કેલેન્ડર વિશે ચર્ચા કરવા માંગુ છું, જે આ ઉનાળાની રજાઓ માટે તૈયાર કરવામાં આવ્યું છે. હું આ કેલેન્ડરમાંથી કેટલાક અનોખા પ્રયાસો શેર કરવા માંગુ છું. MY-Bharat ના સ્ટડી ટૂરમાં તમે જાણી શકો છો કે આપણા'જન ઔષધિ કેન્દ્ર' કેવી રીતે કાર્ય કરે છે. વાઇબ્રન્ટ વિલેજ અભિયાનનો ભાગ બનીને તમે સરહદી ગામડાઓમાં અનોખો અનુભવ મેળવી શકો છો.
પ્રખ્યાત રેપર હનુમાનકાઇન્ડના ગીતનો ઉલ્લેખ
પ્રધાનમંત્રીએ કહ્યું, આપણી સ્વદેશી રમતો હવે પ્રખ્યાત સંસ્કૃતિમાં ભળી રહી છે. તમે બધા પ્રખ્યાત Rapper Hanumankindને જાણતા જ હશો. આજકાલ તેનું નવું Song "Run It Up" ઘણું Famous થઈ રહ્યું છે. તેમાં આપણી પરંપરાગત માર્શલ આર્ટ જેવી કે કલારીપયડુ, ગતકા અને થાંગ-તાનો સમાવેશ થાય છે. દિલ્હીમાં એક ભવ્ય કાર્યક્રમે ઘણા લોકોને પ્રેરણા આપી અને તેમને ઉત્સાહથી ભરી દીધા.
PM મોદીએ ફિટ ઈન્ડિયા કાર્નિવલ પર વાત કરી હતી
મન કી બાતમાં યોગનો ઉલ્લેખ કરીને એક નવીન વિચાર તરીકે પ્રથમ વખત ફિટ ઈન્ડિયા કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ વિસ્તારોમાંથી લગભગ 25 હજાર લોકોએ ભાગ લીધો હતો. તે બધાનું એક જ ધ્યેય હતું - ફિટ રહેવાનું અને ફિટનેસ વિશે જાગૃતિ ફેલાવવાનું.
પેરા ગેમ્સમાં વિજેતા થયેલા ખેલાડીઓને અભિનંદન
પીએમ મોદીએ કાર્યક્રમમાં કહ્યું કે થોડા દિવસો પહેલા આયોજિત ખેલો પારા ગેમ્સમાં ખેલાડીઓએ ફરી એકવાર પોતાના સમર્પણ અને પ્રતિભાથી બધાને ચોંકાવી દીધા હતા. આ વખતે આ ગેમ્સમાં પહેલા કરતા વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ દર્શાવે છે કે Para Sports કેટલી લોકપ્રિય બની રહી છે. Khelo India Para Games માં ભાગ લેનાર તમામ ખેલાડીઓને તેમના ઉત્કૃષ્ટ પ્રયાસો માટે હું અભિનંદન આપું છું.




















