શોધખોળ કરો
રામ મંદિર નિર્માણના ભૂમિપૂજનમાં અયોધ્યા આવી શકે છે વડાપ્રધાન મોદી
રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ તરફથી મંદિરના શિલાન્યાસમાં વડાપ્રધાન મોદીને પણ અયોધ્યા આવવા આમંત્રણ મોકલવાની વાત કરવામાં આવી છે ત્યારબાદથી વડાપ્રધાન મોદી અયોધ્યા આવે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે
અયોધ્યાઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રામ જન્મભૂમિમાં રામ મંદિર નિર્માણના ભૂમિ પૂજન કાર્યક્રમમાં અયોધ્યા આવી શકે છે. રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ તરફથી મંદિરના શિલાન્યાસમાં વડાપ્રધાન મોદીને પણ અયોધ્યા આવવા આમંત્રણ મોકલવાની વાત કરવામાં આવી છે ત્યારબાદથી વડાપ્રધાન મોદી અયોધ્યા આવે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. જેના પર મુસ્લિમ પક્ષકાર ઇકબાલ અન્સારીએ કહ્યુ કે, રામ જન્મભૂમિના શિલાન્યાસ કાર્યક્રમમાં આપણા દેશના વડાપ્રધાને જરૂર આવવું જોઇએ. તેમનું સ્વાગત છે. તેમણે કહ્યુ કે, રામ જન્મભૂમિનો શિલાન્યાસ પણ થવો જોઇએ અને અયોધ્યાનો વિકાસ પણ થવો જોઇએ. વડાપ્રધાન જો અયોધ્યા આવશે તો બંન્ને કામ પુરા થઇ જશે.
બીજી તરફ રામ જન્મભૂમિના મુખ્ય પુજારી આચાર્ય સત્યેન્દ્ર દાસે કહ્યુ કે, કોઇ કારણોસર પોતાના કાર્યકાળના છ વર્ષો સુધી વડાપ્રધાન મોદી અયોધ્યા આવ્યા નથી. જો હવે તે અયોધ્યા આવી રામ મંદિરના શિલાન્યાસના કાર્યક્રમમાં ભાગ લે છે તો તેનાથી સારુ કાંઇ નહી હોય. અયોધ્યા વાસીઓની ઇચ્છા પૂર્ણ થઇ જશે અને તેમના હાથે રામ મંદિરનો શિલાન્યાસ થવો ઐતિહાસિક ગણાશે. જો એવું થાય છે તો ગૃહ મંત્રી અમિત શાહે જે ગગનચુંબી મંદિર બનાવવાની વાત કરી હતી તે સ્વપ્ન પણ પુરુ થઇ જશે અને ભવ્ય રામ મંદિરનું નિર્માણ થશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ગુજરાત
Advertisement