PM મોદી ફરી એકવાર ટોપ પર, દુનિયાના 13 નેતાઓમાં 71 ટકા રેટિંગ સાથે નંબર વન
બીજા નંબરે મેક્સિકોના રાષ્ટ્રપતિ અને ત્રીજા નંબરે ઈટાલીના વડાપ્રધાન લિસ્ટમાં છે, જેમને 66% અપ્રૂવલ મળ્યું છે.
નવી દિલ્હીઃ 13 વર્લ્ડ લીડર્સના સર્વે લિસ્ટમાં 71% રેટિંગ સાથે ભારતીય વડાપ્રધાન પ્રથમ નંબર પર રહ્યા હતા. વડાપ્રધાન મોદીને એક સર્વે દરમિયાન ગ્લોબલ વર્લ્ડ લીડર્સ લિસ્ટમાં પહેલા નંબરે પસંદ કરવામાં આવ્યા છે. વડાપ્રધાનને આ લિસ્ટમાં 71% અપ્રૂવલ રેટિંગ મળ્યું છે, જ્યારે તેમની સાથેના અન્ય ગ્લોબલ લીડર્સ રેટિંગ પ્રમાણે ઘણા પાછળ રહ્યા છે. આ રેટિંગ મોર્નિંગ કન્સલ્ટ પોલિટિકલ ઈન્ટેલિજન્સ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડનને 43% રેટિંગ મળ્યું છે અને તેઓ 6 નંબરે છે. કેનેડિયન રાષ્ટ્રપતિ જસ્ટિન ટ્રુડોને પણ 43% રેટિંગ મળ્યું છે, પરંતુ તેમને અમેરિકન રાષ્ટ્રપતિ પછી રાખવામાં આવ્યા છે. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોડ મોરિસનને 41% અપ્રૂવલ રેટિંગ મળ્યું છે. બીજા નંબરે મેક્સિકોના રાષ્ટ્રપતિ અને ત્રીજા નંબરે ઈટાલીના વડાપ્રધાન લિસ્ટમાં છે, જેમને 66% અપ્રૂવલ મળ્યું છે.
મોર્નિંગ કન્સલટન્ટ પોલિટિકલ ઈન્ટેલિજન્સ ગ્લોબલ લેવલ પર ગવર્નનમેન્ટ લીડર્સનું અપ્રૂવલ રેટિંગ્સ અને કન્ટ્રી સ્ટ્રેટેજીને ટ્રેક કરવાનું કામ કરે છે. આ એજન્સી 13 દેશને ટ્રેક કરે છે, જેમાં ઓસ્ટ્રેલિયા, ભારત, અમેરિકા, બ્રાઝિલ, કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઈટાલી, જાપાન, મેક્સિકો, સાઉથ કોરિયા, સ્પેન અને બ્રિટન સામેલ છે. ગ્લોબલ લીડર્સની લેટેસ્ટ અપ્રૂવલ રેટિંગ્સ 13થી 19 જાન્યુઆરી 2022 વચ્ચે ભેગા કરવામાં આવેલા ડેટાના આધારે કરવામાં આવ્યું છે.
મોસ્ટ પોપ્યુલર ગ્લોબલ લીડર્સ સર્વેમાં દુનિયાના 13 રાષ્ટ્ર પ્રમુખોમાં વડાપ્રધાન મોદી બાદ આ યાદીમાં બીજા નંબર પર મેક્સિકોના રાષ્ટ્રપતિ આંદ્રેસ મૈન્યુઅલ લોપેજ ઓબ્રાદર છે. તેમને 60 ટકા એપ્રુવલ રેટિંગ્સ મળ્યા છે. છેલ્લા વર્ષે નવેમ્બરમાં પણ મોદીને મોસ્ટ પોપ્યુલર વર્લ્ડ લીડર્સ સર્વેમાં પ્રથમ નંબર પર પસંદ કરવામાં આવ્યા હતા.
રેલવેમાં નોકરી કરવાની તક, 56 જગ્યાઓ માટે ભારતી બહાર પડી, જાણો અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે
Bank Jobs: આ સરકારી બેંકમાં ઘણી બધી જગ્યાઓ પર ભરતી બહાર પડી, જાણો અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે
Crime News: યુવતીના પ્રેમલગ્નથી નારાજ હતા પરિવારજનો, પ્રેમીનું કર્યુ અપહરણને કાપી નાંખ્યો પ્રાઇવેટ પાર્ટ
Bike Tips for Winter: ઠંડીમાં બાઇક ચલાવતી વખતે આ 5 વાતો રાખો ધ્યાનમાં, બાઇક રહેશે ફિટ