શોધખોળ કરો
Advertisement
NRC પર બોલ્યા PM મોદી- કોઈ ભારતીયોને નહીં છોડવો પડે દેશ, જાતિ આધારિત અનામતમાં નહીં થાય ફેરફાર
નવી દિલ્હી: વડપ્રધાન નરેન્દ્ર મોદીએ એનઆરસી સહિત અનેક મુદ્દાઓને લઈને વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા. પીએમ મોદીએ એક સમાચાર એજન્સી એએનઆઈને આપલે ઇન્ટરવ્યુંમાં કહ્યું કે, જાતિ આધારે અનમાતમાં કોઈ ફેરફાર નહીં થાય, સાથે પીએમ મોદીએ એનસીઆર પર કહ્યું- કોઈ ભારતીયોને દેશ નહીં છોડવો પડે.
વિપક્ષની એકતા પર નિશાન સાંધતા કહ્યું કે, ‘વિપક્ષનું મહાગઠબંધન વિકાસનું નહીં પણ વિરાસતનું મહાગઠબંધન છે. હવે જોવાનું એ છે કે મહાગઠબંધન ચૂંટણી પહેલા ટૂટે છે કે ચૂંટણી બાદ.’ સંસદમાં રાહુલ ગાંધીના ઈશાર પર તેઓએ કહ્યું કે કૉંગ્રેસ અધ્યક્ષ પોતાનો ઈશારો જોઈને પોતે નક્કી કરે કે તેમની હરકત કેવી હતી?
આ દરમિયાન પીએમ મોદીએ એનડીએના સહયોગી દળના નારાજ હોવાની ખબરોને નકારી દીધી હતી. તેમણે કહ્યું કે એનડીએના સહયોગી દળ એકજૂથ છે. અવિશ્વાસ પ્રસ્તાવ અને રાજ્યસભા ઉપસભાપતિ ચૂંટણીમાં જીત તેનું સબૂત છે. તેમણે કહ્યું અમને એનડીએથી બહારના દળોનું પણ સમર્થન મળેલું છે.
તેઓએ કહ્યું, રાહુલ ગાંધી જીએસટી પર પણ લોકોને ભડકાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, તેમ છતાં લોકોએ તેમને નકાર્યા. એનસીઆર પર પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના નિવેદન પર તેમણે કહ્યું કે જે લોકો પોતાના ઉપરથી વિશ્વાસ ખોઈ બેઠા છે, તે લોકોને જનસમર્થન ખોવાનો ડર સતાવી રહ્યો છે. એવામાં ગૃહયુદ્ધ, ખૂનખરાબા અને દેશના ટૂકડે-ટૂકડા જેવા શબ્દોના પ્રયોગ કરી રહ્યા છે. પીએમ મોદીએ કહ્યું હું લોકોને વિશ્વાસ અપાવું છું કે કોઈ પણ નાગરિકે પોતાનું વતન નહીં છોડવું પડે.
અનામતના મુદ્દાના સવાલ પર તેઓએ કહ્યું કે તેને લઈને કોઈ વિચાર નથી. અનામત ચાલુ રહેશે. તેમાં કોઈ શંકા નથી. રાહુલ ગાંધી સાથે પોતાની તુલના કરવા પર પીએમ મોદીએ કહ્યું, હું કામદાર અને નામદાર સાથે પોતાની તુલના નથી કરી શકતો.
પીએમ મોદીએ મહિલાઓ વિરુદ્ધ અત્યાચાર અને લિંચિંગ જેવી ઘટનાઓને ખૂબજ દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યા. તેમણે કહ્યું, ‘સમાજમાં શાંતિ અને એકતા સુનિશ્ચિત કરવા માટે તમામે રાજનીતિથી બહાર નીકળીને આગળ આવવું જોઈએ. મે અને મારી પાર્ટીએ આવી ઘટનાઓનો આકરો વિરોધ પણ કર્યો છે.’
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
ક્રિકેટ
દુનિયા
Advertisement