શોધખોળ કરો
Advertisement
PM મોદીએ અડવાણીના બ્લોગ પર આપી આ પ્રતિક્રિયા, કહ્યું- મને ગર્વ છે કે હું.....
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભાજપના દિગ્ગજ નેતા લાલ કૃષ્ણ અડવાણીના બ્લોગના વખાણ કરતાં તેમને મહાન નેતા ગણાવ્યા છે.
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભાજપના દિગ્ગજ નેતા લાલ કૃષ્ણ અડવાણીના બ્લોગના વખાણ કરતાં તેમને મહાન નેતા ગણાવ્યા છે. મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે, અડવાણીના બ્લોગમાં સાચા અર્થમાં ભાજપનો મતલબ સમજાવવામાં આવ્યો છે અને તેમને ભાજપના કાર્યકર્તા હોવાનો ગર્વ છે. જણાવીએ કે, અડવાણીએ પોતાના બ્લોગમાં ભાજપની નીતિઓ અને સિદ્ધાંતોને લઈને અનેક મહત્ત્વની વાત કહી છે. અડવાણીએ પોતાના બ્લોકમાં લખ્યું કે, અમે ક્યારે રાજનીતિક વિરોધીઓને દુશ્મન કે દેશવિરોધી નથી માન્યા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અડવાણીના બ્લોગના વખાણ કરતા ટ્વિટર પર બ્લોગની લિંક પણ શેર કરી છે. મોદીએ ટ્વિટ કર્યું કે, ‘અડવાણીજીએ સાચા શબ્દોમાં ભાજપનો યોગ્ય મતલબ સમજાવ્યો છે. ખાસ કરીને, દેશ પહેલા, પછી પાર્ટી અને છેલ્લા હું સ્વયં’ના પથ પ્રદર્શક મંત્રને બતાવ્યો છે. મને બીજેપી કાર્યકર્તા હોવાનો ગર્વ છે અને ગર્વ છે કે એલ.કે. અડવાણીજી જેવા મહાન લોકોએ પાર્ટીને મજબૂત કરી છે.’ પોતાના બ્લોગમાં અડવાણીએ લખ્યું છે કે, "ભારતીય લોકતંત્ર વિવિધતા અને અભિવ્યક્તિની સ્વતંત્રતાનું સન્માન કરે છે. જે અમારા વિચારોથી સહમત નથી થયા તેને ભાજપે ક્યારેય પોતાનો રાજકીય દુશ્મન ગણ્યા નથી. તેમજ માત્ર વિરોધી તરીકેની નજરથી જોયા છે. આવી જ રીતે જ્યાં સુધી રાષ્ટ્રવાદનો સવાલ છે અમે ક્યારેય પણ એવા લોકોને એન્ટી નેશનલ નથી કહ્યાં જે અમારા રાજનીતિક વિચારો સાથે સહમત નથી હોતા. પાર્ટીએ દરેક નાગરિકને પોતાના વિચારો રાખવાની આઝાદી આપી છે ભલે તે ખાનગી સ્તરે હોય કે પછી રાજનીતિક મંચ પર.Advani Ji perfectly sums up the true essence of BJP, most notably the guiding Mantra of ‘Nation First, Party Next, Self Last.’ Proud to be a BJP Karyakarta and proud that greats like LK Advani Ji have strengthened it. https://t.co/xScWuuDuMq
— Chowkidar Narendra Modi (@narendramodi) April 4, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દુનિયા
સુરત
Advertisement