શોધખોળ કરો

PM Modi : કોને પોતાની માતાનું દૂધ પીધુંં છે... હું આવી રહ્યો છું... PM મોદીએ કહી સંભળાવી ઘટના

આ દરમિયાન પીએમ મોદીએ જમ્મુ-કાશ્મીર સંબંધીત તેમનો એક જુનો પ્રસંગ યાદ કર્યો હતો. તેમણે રાહુલ ગાંધી પર કટાક્ષ પણ કર્યો હતો.

PM in Lok Sabha : વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચાનો જવાબ આપી રહ્યાં હતાં. આ દરમિયાન પીએમ મોદીએ કોંગ્રેસ સહિત વિરોધ પક્ષો પર આકરા પ્રહાર કર્યા હતાં. જો કે, તેઓ બોલે તે પહેલા જ વિપક્ષે પીએમના ભાષણ દરમિયાન વોકઆઉટ કર્યું હતું. પીએમ મોદી સંસદમાં પહોંચતા જ ભાજપના સાંસદોએ જય શ્રી રામ સાથે તેમનું સ્વાગત કર્યું હતું. એક દિવસ પહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ અદાણીનો ઉલ્લેખ કરીને મોદી સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા હતા. તેમણે મોદી-અદાણી સંબંધોનો ઉલ્લેખ કરીને ગૃહમાં એક ચિત્ર પણ લહેરાવ્યું હતું. જેથી એવી અપેક્ષા રાખવામાં આવતી હતી જ્યારે મોદી આજે લોકસભામાં બોલવા માટે ઉભા થશે ત્યારે તેઓ લોકસભામાં બે દિવસની ચર્ચા દરમિયાન વિરોધ પક્ષોના પ્રશ્નો અને આરોપોના જવાબ આપશે. 

આ દરમિયાન પીએમ મોદીએ જમ્મુ-કાશ્મીર સંબંધીત તેમનો એક જુનો પ્રસંગ યાદ કર્યો હતો. તેમણે રાહુલ ગાંધી પર કટાક્ષ પણ કર્યો હતો. અહીં જમ્મુ-કાશ્મીરને લઈને પણ ચર્ચા થઈ છે પણ થોડા સમય પહેલા જ જેઓ કાશ્મીર ગયા હતા તેમને જોયુ હશે કે, તેમનું ત્યાં કેવું ધામધૂમથી સ્વાગત કરવામાં આવ્યું. મેં છેલ્લી સાથે જ પોતાનો એક પ્રસંગ યાદ કરતા પીએમ મોદીએ કહ્યું હતું કે, હું પણ ગત શતાબ્દીમાં લાલ ચોકમાં યાત્રા લઈને ગયો હતો. ત્યારે આતંકવાદીઓએ પોસ્ટરો લગાવ્યા હતા અને કહ્યું હતું કે, જોઈએ છે કે, કોણે તેમની માતાનું દૂધ પીધું છે જે લાલ ચોકમાં આવીને પોસ્ટરો લગાવે છે. 24 જાન્યુઆરીનો એ દિવસ હતો, ત્યારે મેં પણ કહ્યું હતું કે, આતંકવાદીઓ કાન ખોલીને સાંભળી લે, હું 26 જાન્યુઆરીએ બરાબર 11 વાગ્યે લાલ ચોક પહોંચી જઈશ. હું સુરક્ષા વિના જ આવીશ. હું બુલેટપ્રૂફ જેકેટ વિના આવીશ, લાલ ચોકમાં નિર્ણય લેવાશે કે કોણે પોતાની માતાનું દૂધ પીધું છે. શ્રીનગરના લાલ ચોકમાં તિરંગો લહેરાવવામાં આવ્યો, ત્યાર બાદ મીડિયાના લોકો પૂછવા લાગ્યા હતા અને ત્યારે મેં જવાબ આપતા કહ્યું હતું કે, સામાન્ય રીતે 15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરીએ જ્યારે ભારતનો તિરંગો ફરકાવવામાં આવે છે ત્યારે અમને આનંદ થાય છે. આજે જ્યારે મેં લાલ ચોક પર તિરંગો લહેરાવ્યો ત્યારે દુશ્મન દેશ દારૂગોળો ફોડી રહ્યો હતો.

પીએમ મોદીએ આગળ ઉમેર્યું હતું કે, જે લોકો એ સપનું લઈને બેઠા છે કે ક્યારેક અહીં બેસતા હતાં તેમને ફરી એકવાર તક મળશે એવા લોકો જરા 50 વાર વિચારી લે, તેમની જીવનશૈલી વિશે ફરીથી વિચારે. લોકશાહીમાં તમારે પણ આત્મચિંતન કરવાની જરૂર છે. જેઓ એક સમયે અહીં બેઠા હતા તેઓ ત્યાં ગયા પછી પણ નિષ્ફળ ગયા અને દેશ વધુ ગરીબ થઈ રહ્યો છે. આજે નિરાશામાં ડૂબેલા લોકોએ આત્મમંથન કરવું જોઈએ.

વડાપ્રધાને સંસદમાં કહ્યું હતું કે, જો દેશે આગળ વધવું હશે તો ભારતને આધુનિકતા તરફ જવા સિવાય કોઈ વિકલ્પ નથી. હવે આપણે સમય વ્યર્થ ના કરી શકએ. ભારતે ઈન્ફ્રા પર ધ્યાન આપ્યું છે. ગુલામીના સમયગાળા પહેલા ભારતની આર્કિટેક્ચર અને ઇન્ફ્રા તરીકે ઓળખવામાં આવતું હતું. પરંતુ દેશ આઝાદ થયા બાદ એ દિવસ ફરી આવશે પણ એ પણ આવ્યો નહિ. હાઈવે પર વિક્રમી રોકાણ થઈ રહ્યું હોવાનો પણ પીએમ મોદીએ ખુલાસો કર્યો હતો. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Vadodara: વરઘોડામાં જોરજોરથી DJ વાગતા વરરાજા વિરૂદ્ધ ફરિયાદ, જાનૈયાઓ સાથે 28 સ્પીકરોનો કાફલો પહોંચ્યો પોલીસ સ્ટેશન
Vadodara: વરઘોડામાં જોરજોરથી DJ વાગતા વરરાજા વિરૂદ્ધ ફરિયાદ, જાનૈયાઓ સાથે 28 સ્પીકરોનો કાફલો પહોંચ્યો પોલીસ સ્ટેશન
ગાડીઓની એન્ટ્રી બંધ, રેલવે સ્ટેશનો પર હોલ્ડિંગ એરિયા, મહાશિવરાત્રી પર મહાકુંભમાં આવી છે તૈયારીઓ
ગાડીઓની એન્ટ્રી બંધ, રેલવે સ્ટેશનો પર હોલ્ડિંગ એરિયા, મહાશિવરાત્રી પર મહાકુંભમાં આવી છે તૈયારીઓ
Somnath Mandir: મહાશિવરાત્રિને લઇને સોમનાથ દાદાનું મંદિર 42 કલાક ખુલ્લુ રહેશે, સવારે 9.30થી નીકળશે પાલખીયાત્રા
Somnath Mandir: મહાશિવરાત્રિને લઇને સોમનાથ દાદાનું મંદિર 42 કલાક ખુલ્લુ રહેશે, સવારે 9.30થી નીકળશે પાલખીયાત્રા
Delhi Assembly: દિલ્હીમાં દારૂ નીતિ બદલવાથી 2000 કરોડથી વધુનુ નુકસાન, CAG ના રિપોર્ટમાં મોટા ખુલાસા
Delhi Assembly: દિલ્હીમાં દારૂ નીતિ બદલવાથી 2000 કરોડથી વધુનુ નુકસાન, CAG ના રિપોર્ટમાં મોટા ખુલાસા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot McDonald's negligence:ઓનલાઇન ફૂડ મંગાવનાર લોકો માટે ચેતવણીરૂપ કિસ્સોLion attack: રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં ચાર પગના આતંકથી દહેશત, સિંહનો ખેડૂત પર હુમલોCongress Stages Walkout: કોંગ્રેસના તમામ ધારાસભ્યોએ વિધાનસભા ગૃહમાંથી કર્યું વોકઆઉટPM Modi to visit Gujarat: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માર્ચમાં 2 વખત આવશે ગુજરાતના પ્રવાસે

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Vadodara: વરઘોડામાં જોરજોરથી DJ વાગતા વરરાજા વિરૂદ્ધ ફરિયાદ, જાનૈયાઓ સાથે 28 સ્પીકરોનો કાફલો પહોંચ્યો પોલીસ સ્ટેશન
Vadodara: વરઘોડામાં જોરજોરથી DJ વાગતા વરરાજા વિરૂદ્ધ ફરિયાદ, જાનૈયાઓ સાથે 28 સ્પીકરોનો કાફલો પહોંચ્યો પોલીસ સ્ટેશન
ગાડીઓની એન્ટ્રી બંધ, રેલવે સ્ટેશનો પર હોલ્ડિંગ એરિયા, મહાશિવરાત્રી પર મહાકુંભમાં આવી છે તૈયારીઓ
ગાડીઓની એન્ટ્રી બંધ, રેલવે સ્ટેશનો પર હોલ્ડિંગ એરિયા, મહાશિવરાત્રી પર મહાકુંભમાં આવી છે તૈયારીઓ
Somnath Mandir: મહાશિવરાત્રિને લઇને સોમનાથ દાદાનું મંદિર 42 કલાક ખુલ્લુ રહેશે, સવારે 9.30થી નીકળશે પાલખીયાત્રા
Somnath Mandir: મહાશિવરાત્રિને લઇને સોમનાથ દાદાનું મંદિર 42 કલાક ખુલ્લુ રહેશે, સવારે 9.30થી નીકળશે પાલખીયાત્રા
Delhi Assembly: દિલ્હીમાં દારૂ નીતિ બદલવાથી 2000 કરોડથી વધુનુ નુકસાન, CAG ના રિપોર્ટમાં મોટા ખુલાસા
Delhi Assembly: દિલ્હીમાં દારૂ નીતિ બદલવાથી 2000 કરોડથી વધુનુ નુકસાન, CAG ના રિપોર્ટમાં મોટા ખુલાસા
Delhi Anti Sikh Riots: શીખ રમખાણ કેસમાં કોંગ્રેસના પૂર્વ સાંસદ સજ્જન કુમારને ઉંમરકેદ, કહ્યું- 'હું 80 વર્ષનો થઇ ચૂક્યો છું અને...'
Delhi Anti Sikh Riots: શીખ રમખાણ કેસમાં કોંગ્રેસના પૂર્વ સાંસદ સજ્જન કુમારને ઉંમરકેદ, કહ્યું- 'હું 80 વર્ષનો થઇ ચૂક્યો છું અને...'
Canada Visa Rules: કેનેડાએ વિઝા નિયમોમાં કર્યા મોટા ફેરફાર, 4.27 લાખ ભારતીયોને 'ખતરો', જાણો કઇ રીતે
Canada Visa Rules: કેનેડાએ વિઝા નિયમોમાં કર્યા મોટા ફેરફાર, 4.27 લાખ ભારતીયોને 'ખતરો', જાણો કઇ રીતે
કોંગ્રેસનું વૉકઆઉટઃ આદિવાસીઓની પૉસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મદ્દે હોબાળા સાથે કોંગ્રેસના ધારાસભ્યો ગૃહમાંથી નીકળી ગ્યાં બહાર
કોંગ્રેસનું વૉકઆઉટઃ આદિવાસીઓની પૉસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મદ્દે હોબાળા સાથે કોંગ્રેસના ધારાસભ્યો ગૃહમાંથી નીકળી ગ્યાં બહાર
Masan Holi: આવી રહી છે 'મસાન હોળી', જાણો ક્યાં રમાય છે ને શું છે તેનો પારંપરિક ઇતિહાસ ?
Masan Holi: આવી રહી છે 'મસાન હોળી', જાણો ક્યાં રમાય છે ને શું છે તેનો પારંપરિક ઇતિહાસ ?
Embed widget