શોધખોળ કરો

PM Modi Rajasthan : ગેહલોત-પાયલટના ડખા પર PM મોદીના વેધક સવાલ

પીએમ મોદીએ વધુમાં કહ્યું હતું કે, કોંગ્રેસને રાજસ્થાનના લોકોની કોઈ જ ચિંતા નથી. અહીં ગુનાખોરી ચરમસીમા પર છે. લોકો તેમના તહેવારો પણ શાંતિથી ઉજવી નથી શકતા.

PM Modi On Rajasthan Congress: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાજસ્થાનના પ્રવાસે ગયા હતા. અહીં અજમેરમાં જનસભાને સંબોધિત કરતી વખતે તેમણે રાજસ્થાન કોંગ્રેસમાં ચાલી રહેલી આંતરીક ખટપટ પર કટાક્ષ કર્યો હતો. PMએ કહ્યું હતું કે, લોકોએ 2014માં કેન્દ્રમાં સ્થિર સરકાર બનાવી. ભાજપે તમારા દરેક આદેશનું સન્માન કર્યું, પરંતુ તમે પાંચ વર્ષ પહેલા રાજસ્થાનમાં પણ જનાદેશ આપ્યો હતો. બદલામાં તમને શું મળ્યું? અસ્થિરતા અને અરાજકતા. અહીં પાંચ વર્ષથી ધારાસભ્યો, મંત્રીઓ, મુખ્યમંત્રીઓ એકબીજા સામે લડવામાં જ વ્યસ્ત છે. કોંગ્રેસે પણ પીએમ મોદી પર વળતો પ્રહાર કર્યો હતો. 

પીએમ મોદીએ વધુમાં કહ્યું હતું કે, કોંગ્રેસને રાજસ્થાનના લોકોની કોઈ જ ચિંતા નથી. અહીં ગુનાખોરી ચરમસીમા પર છે. લોકો તેમના તહેવારો પણ શાંતિથી ઉજવી નથી શકતા. તોફાનો ક્યારે અને ક્યાં ફાટી નીકળશે તેની કોઈ જ ખાતરી નથી. અહીં દિકરીઓ વિરૂદ્ધ ષડયંત્ર રચનારાઓને કોંગ્રેસે ખુલી છુટ આપી રાખી છે. કોંગ્રેસને દીકરીઓના હિતની કોઈ પરવા જ નથી. આ પહેલા પીએમ મોદીએ પુષ્કરમાં બ્રહ્મા મંદિરની મુલાકાત લીધી હતી અને પૂજા કરી હતી.

સચિન પાયલટે કર્યો વળતો પ્રહાર 

વડાપ્રધાનના આ નિવેદન પર કોંગ્રેસે પણ વળતો પ્રહાર કર્યો હતો. કોંગ્રેસના નેતા સચિન પાયલોટે કહ્યું હતું કે, રાજસ્થાનમાં ભાજપનું નેતૃત્વ સક્ષમ નથી. છેલ્લા સાડા 4 વર્ષમાં ભાજપે સદન અને સદનની બહાર એ સાબિત કર્યું નથી કે તે મજબૂત વિપક્ષ છે. તેમની પાસે ધારાસભ્યોની યોગ્ય સંખ્યા છે, છતાં તેઓ તમામ મુદ્દાઓ પર નિષ્ફળ ગયા છે. જનતાએ ભાજપથી આશા ગુમાવી દીધી છે.

રાજસ્થાન કોંગ્રેસના મતભેદો સામે આવ્યા

ઉલ્લેખનીય છે કે, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટ વચ્ચેના મતભેદો તાજેતરમાં જ સામે આવ્યા છે. સચિન પાયલટે ગેહલોત સરકાર વિરુદ્ધ ધરણા પણ કર્યા હતા. પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ વિવાદ ઉકેલવા માટે સોમવારે બંને નેતાઓ સાથે લાંબી બેઠક કરી હતી.

બંને નેતાઓ એક થઈને ચૂંટણી લડવા સંમત થયા

આ બેઠક બાદ કોંગ્રેસે કહ્યું હતું કે, બંને નેતાઓ આગામી વિધાનસભાની ચૂંટણીઓ એક થઈને લડવા માટે સંમત થયા છે અને તેમની વચ્ચેના મુદ્દાઓ હાઈકમાન્ડ દ્વારા ઉકેલવામાં આવશે. પાર્ટીના સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલે કહ્યું હતું કે, ગેહલોત અને પાયલોટ પાર્ટીના પ્રસ્તાવ પર સહમત છે. જો કે તેણે આ અંગે કોઈ વિગતો આપી ન હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
LPG e-KYC Deadline: LPG e-KYCની ડેડલાઈનમાં કરાયો વધારો, જાણો શું છે નવી ગાઈડલાઈન?
LPG e-KYC Deadline: LPG e-KYCની ડેડલાઈનમાં કરાયો વધારો, જાણો શું છે નવી ગાઈડલાઈન?
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
Embed widget