શોધખોળ કરો

'કોંગ્રેસના શાસનમાં ગણપતિજીને પણ જેલમાં નાખવામાં આવી રહ્યા છે', ચૂંટણી રેલીમાં PM મોદીનો મોટો હુમલો

PM Modi Rally in Kurukshetra: ચૂંટણી સભાને સંબોધતા PM મોદીએ કોંગ્રેસ પર તુષ્ટિકરણનો આરોપ મૂક્યો છે. તેમણે કોંગ્રેસને દલિત અને આરક્ષણ વિરોધી પણ કહી.

PM Modi Rally in Kurukshetra: હરિયાણામાં ચૂંટણી ગરમાગરમીની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે (14 સપ્ટેમ્બર 2024) કુરુક્ષેત્રમાં કોંગ્રેસ પર જોરદાર હુમલો કર્યો. ચૂંટણી સભાને સંબોધતા PM મોદીએ હરિયાણામાં ફરીથી BJP સરકાર બનાવવાની અપીલ કરી. PM મોદીએ કહ્યું કે કોંગ્રેસથી મોટી બેઈમાન અને છેતરપિંડી કરનારી પાર્ટી બીજી કોઈ નથી. આ દરમિયાન તેમણે તેમની સરકાર દ્વારા કરવામાં આવેલા કામોની પણ યાદી આપી.

'ગણપતિજીને સળિયા પાછળ મૂકવામાં આવી રહ્યા છે'

રેલીમાં PM મોદીએ કોંગ્રેસ પર તુષ્ટિકરણનો આરોપ મૂકતા કહ્યું, "આજે તો સ્થિતિ એવી થઈ ગઈ છે કે કોંગ્રેસના રાજમાં કર્ણાટકમાં ગણપતિજીને પણ સળિયા પાછળ મૂકવામાં આવી રહ્યા છે. આખો દેશ આજે ગણેશ ઉત્સવ મનાવી રહ્યો છે અને કોંગ્રેસ વિઘ્નહર્તાની પૂજામાં પણ વિઘ્ન નાખી રહી છે." તેમણે કહ્યું, "કોંગ્રેસ દેશની એકતા પર સતત હુમલો કરી રહી છે. BJP ને બદનામ કરવા માટે તેને ભારતને બદનામ કરવામાં શરમ નથી આવતી, એટલે હવે કોંગ્રેસ અને તેના સાથીઓથી સાવધાન રહેવાનું છે."

દલિત અને આરક્ષણ વિરોધી છે કોંગ્રેસ - PM મોદી

PM મોદીએ કોંગ્રેસ પર દલિત અને આરક્ષણ વિરોધી હોવાનો આરોપ મૂક્યો. તેમણે કહ્યું, "ભારતમાં સૌથી મોટો દલિત, OBC અને આદિવાસી વિરોધી જો કોઈ છે તો તે કોંગ્રેસનો પરિવાર છે. હમણાં આ લોકોએ કહ્યું છે કે જો સરકારમાં આવશે તો દલિતો અને પછાતોનું આરક્ષણ ખતમ કરી દેશે. આ જ આ પરિવારની સચ્ચાઈ છે. કોંગ્રેસ કાન ખોલીને સાંભળી લે... જ્યાં સુધી મોદી છે, ત્યાં સુધી બાબા સાહેબ આંબેડકરના આપેલા આરક્ષણમાંથી રતીભર પણ લૂંટ કરવા નહીં દઉં, હટાવવા નહીં દઉં... આ મોદીની ગેરંટી છે."

નેહરુ ઇન્દિરાને આરક્ષણ વિરોધી ગણાવ્યા

PM મોદીએ કહ્યું, "જવાહરલાલ નેહરુ જ્યારે PM હતા, ત્યારે તેમણે આરક્ષણનો વિરોધ કર્યો હતો. તેમણે એ પણ કહ્યું હતું કે આરક્ષણવાળા નોકરી મેળવી લેશે તો સરકારી સેવાની ક્વોલિટી ખરાબ થઈ જશે. તેમણે OBC આરક્ષણ માટે રચાયેલા કાકા કાલેલકર કમિશનનો અહેવાલ અભેરાઈએ ચડાવી  દીધો હતો. જ્યારે ઇન્દિરા ગાંધી આવ્યા, ત્યારે તેમણે પણ OBC આરક્ષણ પર રોક લગાવીને રાખી. જ્યારે દેશે તેમને સજા આપી, જનતા પાર્ટીની સરકાર બની, ત્યારે મંડલ આયોગ બન્યું, પરંતુ પછી કોંગ્રેસ આવી ગઈ અને મંડલ કમિશનનો અહેવાલ અભેરાઈએ ચડાવી દીધો."

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Salary Hike: આઠમા પગાર પંચમાં સરકારી કર્મચારીઓના પગારમાં કેટલો થશે વધારો? Goldman Sachsએ કર્યો ખુલાસો
Salary Hike: આઠમા પગાર પંચમાં સરકારી કર્મચારીઓના પગારમાં કેટલો થશે વધારો? Goldman Sachsએ કર્યો ખુલાસો
Trump Tariff: વિદેશમાં બનેલી કારો પર 25 ટકા ટેરિફની ટ્રમ્પની જાહેરાત, દુનિયાભરના ઓટો સેક્ટરમાં ખળભળાટ
Trump Tariff: વિદેશમાં બનેલી કારો પર 25 ટકા ટેરિફની ટ્રમ્પની જાહેરાત, દુનિયાભરના ઓટો સેક્ટરમાં ખળભળાટ
બેન્ક ઓફ બરોડામાં બહાર પડી અનેક પદો પર ભરતી, જાણો અરજી કરવાની કઇ છે લાસ્ટ ડેટ
બેન્ક ઓફ બરોડામાં બહાર પડી અનેક પદો પર ભરતી, જાણો અરજી કરવાની કઇ છે લાસ્ટ ડેટ
RR vs KKR: રાજસ્થાનની સતત બીજી હાર, KKR એ ખોલ્યું જીતનું ખાતું; ક્વિન્ટન ડી કોકની તોફાની બેટિંગ
RR vs KKR: રાજસ્થાનની સતત બીજી હાર, KKR એ ખોલ્યું જીતનું ખાતું; ક્વિન્ટન ડી કોકની તોફાની બેટિંગ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલનું વળગણ મારી નાખશેHun To Bolish : હું તો બોલીશ : મનફાવે ત્યાં ટોલ?Student Suicide Case : રાજકોટના ઉપલેટામાં વિદ્યાર્થીની આત્મહત્યા પહેલાનો વીડિયો આવ્યો સામેYuvrajsinh Jadeja Allegations: ભાવનગર ડિસ્ટ્રીક્ટ બેંકની ભરતીમાં કૌભાંડ:  વિદ્યાર્થી નેતા​​​​​​ યુવરાજસિંહનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Salary Hike: આઠમા પગાર પંચમાં સરકારી કર્મચારીઓના પગારમાં કેટલો થશે વધારો? Goldman Sachsએ કર્યો ખુલાસો
Salary Hike: આઠમા પગાર પંચમાં સરકારી કર્મચારીઓના પગારમાં કેટલો થશે વધારો? Goldman Sachsએ કર્યો ખુલાસો
Trump Tariff: વિદેશમાં બનેલી કારો પર 25 ટકા ટેરિફની ટ્રમ્પની જાહેરાત, દુનિયાભરના ઓટો સેક્ટરમાં ખળભળાટ
Trump Tariff: વિદેશમાં બનેલી કારો પર 25 ટકા ટેરિફની ટ્રમ્પની જાહેરાત, દુનિયાભરના ઓટો સેક્ટરમાં ખળભળાટ
બેન્ક ઓફ બરોડામાં બહાર પડી અનેક પદો પર ભરતી, જાણો અરજી કરવાની કઇ છે લાસ્ટ ડેટ
બેન્ક ઓફ બરોડામાં બહાર પડી અનેક પદો પર ભરતી, જાણો અરજી કરવાની કઇ છે લાસ્ટ ડેટ
RR vs KKR: રાજસ્થાનની સતત બીજી હાર, KKR એ ખોલ્યું જીતનું ખાતું; ક્વિન્ટન ડી કોકની તોફાની બેટિંગ
RR vs KKR: રાજસ્થાનની સતત બીજી હાર, KKR એ ખોલ્યું જીતનું ખાતું; ક્વિન્ટન ડી કોકની તોફાની બેટિંગ
GPay, PhonePe સહિતની UPI સર્વિસ ડાઉન, પૈસા મોકલવામાં અને રિસીવ કરવામાં આવી રહી છે સમસ્યા
GPay, PhonePe સહિતની UPI સર્વિસ ડાઉન, પૈસા મોકલવામાં અને રિસીવ કરવામાં આવી રહી છે સમસ્યા
ઓનલાઇન સ્કેમથી મળશે છૂટકારો, WhatsApp એ આ સરકારી એજન્સી સાથે હાથ મિલાવ્યો
ઓનલાઇન સ્કેમથી મળશે છૂટકારો, WhatsApp એ આ સરકારી એજન્સી સાથે હાથ મિલાવ્યો
કેન્સર, હાર્ટ અને ડાયાબિટીસના દર્દીઓને ઝટકો, દવાઓ થઇ શકે છે મોંઘી
કેન્સર, હાર્ટ અને ડાયાબિટીસના દર્દીઓને ઝટકો, દવાઓ થઇ શકે છે મોંઘી
રાંચીમાં BJPના  દિગગ્જ  નેતાની ગોળી મારીને હત્યા, ધોળા દિવસે ફાયરિંગથી લોકોમાં ફફડાટ
રાંચીમાં BJPના દિગગ્જ નેતાની ગોળી મારીને હત્યા, ધોળા દિવસે ફાયરિંગથી લોકોમાં ફફડાટ
Embed widget