શોધખોળ કરો
Advertisement
પીએમ મોદી પહોંચ્યા વિયેતનામ, થયું ઔપચારિક સ્વાગત
નવી દિલ્લી: પીએમ મોદી વિયેતનામની દ્વિપક્ષીય યાત્રા માટે હનોઈ પહોંચી ગયા છે. શનિવારે સવારે ત્યાં તેમનું ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું.
મોદી શનિવારે વિયેતનામના વરિષ્ઠ નેતાઓ સાથે મુલાકાત કરશે. જેમાં વિયેતનમી કોમ્યુનિસ્ટ પાર્ટીના ગુએન ફૂ ત્રોંગ, રાષ્ટ્રપતિ ત્રાન દઈ ક્વોંગ, પીએમ ગુએન શુઆન ફુક અને અધ્યક્ષ ગુએન થી કિમ ગામ શામેલ છે. વિયેતનામ અને ચીન વચ્ચે દક્ષિણ ચીન સમુદ્ર અંગે વિવાદ ચાલી રહ્યો છે. મોદીએ કહ્યું કે આજે ભારત વિયેતનામના સંબંધોને પ્રાથમિક્તા આપે છે.
ચીનની કૂટનીતિ તરફ આ એક ઈશારો છે, જે દક્ષિણ સાગર અંગે જીદ પકડીને બેઠુ છે. માનવામાં આવે છે કે આ એક કૂટનીતિક દાવ છે, જેનાથી ચીન ચિત્ત થઈ જશે. પીએમ મોદીએ વિયેતનામ રવાના થતાં પહેલા શુક્રવારે દક્ષિણપૂર્વ એશિયાના દેશોને મિત્રવત ગણાવ્યા હતા અને કહ્યું હતું કે આ દેશો સાથે ભારતના સંબંધોથી એશિયા સહિત આખી દુનિયાને ફાયદો થશે.
મોદીએ ફેસબુક પોસ્ટ પર લખ્યું છે કે રાષ્ટ્રીય દિવસ પર વિયેતનામના લોકોને અભિનંદન. વિયેતનામ અમારો મિત્ર દેશ છે. તેની સાથે અમારા સંબંધ સારા છે. શુક્રવારે સાંજે હનોઈ પહોંચવાની વાત કરતા પીએમએ કહ્યું કે તેમની સરકાર વિયેતનામ સાથે દ્વિપક્ષીય સંબંધને ઘણુ મહત્વ આપે છે. ગત 15 વર્ષમાં કોઈ પણ ભારતીય પ્રધાનમંત્રીની આ પહેલી વિયેતનામ યાત્રા છે. આ પહેલા વર્ષ 2001માં તત્કાલ પીએમ અટલ બિહાર વાજપેયીએ વિયેતનામની યાત્રા કરી હતી.
મોદીએ કહ્યું કે ભારત-વિયેતનામની પાર્ટનરશીપથી એશિયા અને આખી દુનિયાને ફાયદો થશે. તેમણે કહ્યું કે આ મુલાકાત દરમિયાન પીએમ ગુયેન શુઆન ફુક સાથે વ્યાપક ચર્ચા કરીશ. અમે અમારા દ્વિપક્ષીય સંબંધોના તમામ પાસાઓની સમીક્ષા કરીશું.
મોદીએ કહ્યું કે આ દરમિયાન તે વિયેતનામના રાષ્ટ્રપતિ ત્રાન દઈ ક્વોંગ, વિયેતનામી કમ્યુનિસ્ટ પાર્ટીના મહાસચિવ ગુએન ફુ ત્રોંગ તથા વિયેતનામની નેશનલ અસેમ્બલીના અધ્યક્ષ ગુએનથી કિમ ગાન સાથે મુલાકાત કરશે.
યાત્રા દરમિયાન મોદી હો ચી મિન્હને શ્રદ્ધાંજલિ આપશે, જેમને 20મી સદીના મહત્વપૂર્ણ નેતા માનવામાં આવે છે. પીએમ શનિવારે સાંજે વિયેતનામથી ચીનના હાંગઝૂમાં પહોંચશે. જ્યાં 4 અને 5 સપ્ટેમ્બરે G-20 સંમેલનમાં ભાગ લેશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
ક્રિકેટ
Advertisement