શોધખોળ કરો

આવતીકાલે PM મોદી 'મન કી બાત' સંબોધશે, ઓલિમ્પિક પર કરાશે ચર્ચા

નવી દિલ્લીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે ‘મન કી બાત’ કરશે. આ વખતે ‘મન કી બાત’માં તાજેતરમાં પૂર્ણ થનારા ઓલિમ્પિક રમતો પર વિશેષ ભાર મૂકવામાં આવશે. ટોચના સૂત્રોના કહેવા પ્રમાણે, વડાપ્રધાન મોદી આ વખતે ‘મન કી બાત’ અગાઉ લગભગ સાત હજાર સૂચનો આવ્યા હતા, જેમાંના મોટાભાગના ઓલિમ્પિકને લઇને છે. માનવામાં આવી રહ્યું છે કે આ વખતે ‘મન કી બાત’માં વડાપ્રધાન મોદી ઓલિમ્પિકમાં ભારતે મેળવેલી સફળતા અને જાપાનમાં યોજાનારા આગામી ઓલિમ્પિક માટે કેવી રીતે ખેલાડીઓને તૈયાર કરવામાં આવે તેના પર વાત કરશે. શિક્ષક દિવસને લઇને વાત કરી શકે છે મોદી વડાપ્રધાન મોદી ‘મન કી બાત’માં આ વખતે શિક્ષક દિવસ  પર વાત કરવાના છે.  આ વર્ષે પાંચ સપ્ટેમ્બરના રોજ દેશ બીજા રાષ્ટ્રપતિ સ્વર્ગીય  રાધાકૃષ્ણનની જયંતિના અવસર પર શિક્ષક દિવસ મનાવવામાં આવે છે. ગયા વર્ષે શિક્ષક દિવસની પૂર્વ સંધ્યા એટલે કે ચાર સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન મોદી દિલ્લી સહિતના દેશના અલગ અલગ વિસ્તારોમાં સ્કૂલના વિદ્યાર્થીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે વાતચીત કરશે. તેમના સવાલોના જવાબો પણ આપશે. આ વખતે શિક્ષક દિવસ પર મોદી વિદેશ પ્રવાસ પર જશે.  જેથી તેઓ આવતીકાલે યોજાનારી ‘મન કી બાત’માં ટીચર ડેને લઇને પોતાની વાત કરશે. વિયેતનામ, ચીન અને લાઓસની યાત્રા પર જશે મોદી વડાપ્રધાન મોદી સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં  વિદેશ પ્રવાસ પર જવાના છે. મોદી વિયેતનામ, ચીન અને લાઓસનો  પ્રવાસ કરશે. ચીનમાં તેઓ જી-20 સંમેલનમાં ભાગ લેશે. જ્યાં તેઓ ચાર અને પાંચ સપ્ટેમ્બર સુધી રોકાશે.   સૂત્રોના કહેવા પ્રમાણે, વડાપ્રધાન બે સપ્ટેમ્બરની સાંજે દિલ્લીથી વિયેતનામની  રાજધાની હનોઇ માટે રવાના થશે. ત્યાંથી તેઓ ચીન જશે. ચીનમાં  જી-20 સંમેલનમાં ભાગ લીધા બાદ મોદી પાંચ  સપ્ટેમ્બરની રાત્રે દિલ્લી પાછા ફરશે. બાદમાં બીજા દિવસે લાઓસની યાત્રા પર રવાના થશે. ત્યાંથી આઠ સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન મોદી ભારત પાછા ફરશે.  

ટોપ સ્ટોરી

SIR રોકવામાં આવે, અધિકારીઓ પર કાર્યવાહી....રાહુલ ગાંધીની સુપ્રીમ કોર્ટમાં અરજી, જાણો મોટી વાતો?

રાષ્ટ્રપતિએ 6 રાજ્યોમાં નવા રાજ્યપાલોની કરી નિમણૂક, હવે ઓપી માથુર કેરળના રાજ્યપાલ

કર્ણાટક હાઈકોર્ટનો મોટો ચુકાદો, SC-ST અનામત વધારવાનો નિર્ણય કર્યો રદ

10 દિવસમાં શરૂ થશે મહાવિરોધ: CJP ચૂંટણી પંચ સામે મેદાને, જાણો શું છે પ્લાન?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પંચાયતોમાં પુરુષરાજ
Hun To Bolish : હું તો બોલીશ : ધારાસભ્યોનો મોહ
Hun To Bolish : હું તો બોલીશ : ગરબા આયોજકોની મનમાની
Gujju Love Guru: ગુજ્જુ લવ ગુરુના પરિવારને મળશે નવું ઘર, ખજૂરભાઈએ કરાવ્યું ખાતમુહૂર્ત
Patan Politics: પાટણમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ! મહિલા કાર્યકરો પર શાહી ફેંકાતા હોબાળો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GMC Election Results LIVE: આજે ગાંધીનગર મનપા, થરા અને ઓખા પાલિકાનું પરિણામ
GMC Election Results LIVE: આજે ગાંધીનગર મનપા, થરા અને ઓખા પાલિકાનું પરિણામ
SIR રોકવામાં આવે, અધિકારીઓ પર કાર્યવાહી....રાહુલ ગાંધીની સુપ્રીમ કોર્ટમાં અરજી, જાણો મોટી વાતો?
SIR રોકવામાં આવે, અધિકારીઓ પર કાર્યવાહી....રાહુલ ગાંધીની સુપ્રીમ કોર્ટમાં અરજી, જાણો મોટી વાતો?
Post Officeની શાનદાર સ્કીમ, રિસ્ક વિના એકઠા કરી લેશો એક કરોડ રૂપિયા, જાણો સંપૂર્ણ ગણિત
Post Officeની શાનદાર સ્કીમ, રિસ્ક વિના એકઠા કરી લેશો એક કરોડ રૂપિયા, જાણો સંપૂર્ણ ગણિત
રાષ્ટ્રપતિએ 6 રાજ્યોમાં નવા રાજ્યપાલોની કરી નિમણૂક, હવે ઓપી માથુર કેરળના રાજ્યપાલ
રાષ્ટ્રપતિએ 6 રાજ્યોમાં નવા રાજ્યપાલોની કરી નિમણૂક, હવે ઓપી માથુર કેરળના રાજ્યપાલ
GMC Election Results 2026 : આજે ગાંધીનગર મનપાની ચૂંટણીની મતગણતરી, ભાજપ-કોંગ્રેસ કે AAP, કોણ મારશે બાજી?

ખેલૈયાઓ રઝળ્યા: ફાયર NOC મળી પણ પોલીસ પરમિશન નહીં, જીગરદાન ગઢવીના સાંચી નવરાત્રીમાં બબાલ
ખેલૈયાઓ રઝળ્યા: ફાયર NOC મળી પણ પોલીસ પરમિશન નહીં, જીગરદાન ગઢવીના સાંચી નવરાત્રીમાં બબાલ
કર્ણાટક હાઈકોર્ટનો મોટો ચુકાદો, SC-ST અનામત વધારવાનો નિર્ણય કર્યો રદ
કર્ણાટક હાઈકોર્ટનો મોટો ચુકાદો, SC-ST અનામત વધારવાનો નિર્ણય કર્યો રદ
ATM માંથી પૈસા ન નીકળે તો સાવધાન: રાજકોટમાં પટ્ટી લગાવી રોકડ ચોરતી UPની ગેંગ ઝડપાઈ

Embed widget