શોધખોળ કરો
Advertisement
મન કી બાત: ઓલંપિક્સ માટે સિંધુ અને સાક્ષીને આપ્યા અભિનંદન, શિક્ષક દિન વિષે કરી વાત
નવી દિલ્લીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ‘મન કી બાત’ કરશે. આ વખતે ‘મન કી બાત’માં તાજેતરમાં પૂર્ણ થનારા ઓલિમ્પિક રમતો પર વિશેષ ભાર મૂકવામાં આવશે. ટોચના સૂત્રોના કહેવા પ્રમાણે, વડાપ્રધાન મોદી આ વખતે ‘મન કી બાત’ અગાઉ લગભગ સાત હજાર સૂચનો આવ્યા હતા, જેમાંના મોટાભાગના ઓલિમ્પિકને લઇને છે.
માનવામાં આવી રહ્યું છે કે આ વખતે ‘મન કી બાત’માં વડાપ્રધાન મોદી ઓલિમ્પિકમાં ભારતે મેળવેલી સફળતા અને જાપાનમાં યોજાનારા આગામી ઓલિમ્પિક માટે કેવી રીતે ખેલાડીઓને તૈયાર કરવામાં આવે તેના પર વાત કરશે.
શિક્ષક દિવસને લઇને વાત કરી શકે છે મોદી
વડાપ્રધાન મોદી ‘મન કી બાત’માં આ વખતે શિક્ષક દિવસ પર વાત કરવાના છે. આ વર્ષે પાંચ સપ્ટેમ્બરના રોજ દેશ બીજા રાષ્ટ્રપતિ સ્વર્ગીય રાધાકૃષ્ણનની જયંતિના અવસર પર શિક્ષક દિવસ મનાવવામાં આવે છે.
ગયા વર્ષે શિક્ષક દિવસની પૂર્વ સંધ્યા એટલે કે ચાર સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન મોદી દિલ્લી સહિતના દેશના અલગ અલગ વિસ્તારોમાં સ્કૂલના વિદ્યાર્થીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે વાતચીત કરશે. તેમના સવાલોના જવાબો પણ આપશે. આ વખતે શિક્ષક દિવસ પર મોદી વિદેશ પ્રવાસ પર જશે. જેથી તેઓ આવતીકાલે યોજાનારી ‘મન કી બાત’માં ટીચર ડેને લઇને પોતાની વાત કરશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
એસ્ટ્રો
ગુજરાત
ક્રિકેટ
દેશ
Advertisement