શોધખોળ કરો
આજે પીએમ મોદી યુપીની મુલાકાતે, પરિવર્તન યાત્રામાં કરશે સંબોધન

નવી દિલ્લી: ઉત્તરપ્રદેશમાં 2017ની વિધાનસભા ચૂંટણી માટે તમામ પક્ષો તૈયારીમાં લાગી ગયા છે. ત્યારે પ્રધાનમંત્રી મોદી આજે યુપીની મુલાકાતે જશે. યુપીના કુશીનગરમાં ભાજપની પરિવર્તન યાત્રાનું તેઓ સંબોધન કરશે. રેલીમાં કેશવ પ્રસાદ મૌર્ય, કેંદ્રીય મંત્રી કલરાજ મિશ્ર , સાંસદ આદિત્યનાથજી પણ હાજર રહેશે. પીએમ મોદી બપોરે એક વાગે કસાયા મેદાન પર સંબોધન કરશે.
વધુ વાંચો




















