શોધખોળ કરો

Indian Athletes: 15 ઓગસ્ટે પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લેનારા ભારતીય ખેલાડીઓ મળશે PM મોદી

પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લેનારા તમામ 117 એથ્લેટ સ્વતંત્રતા દિવસના અવસર પર લાલ કિલ્લા પર હાજર રહેશે

PM Modi to Meet Indian Contigent Paris Olympics: પેરિસ ઓલિમ્પિક્સ 2024નું સમાપન થયું છે, જેમાં ભારત માત્ર 6 મેડલ જીતવામાં સફળ રહ્યું છે. હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15મી ઓગસ્ટ એટલે કે ભારતના સ્વતંત્રતા દિવસના રોજ પેરિસ ઓલિમ્પિક 2024માં ભાગ લેવા જઈ રહેલા તમામ ભારતીય ખેલાડીઓ સાથે મુલાકાત કરશે.  15 ઓગસ્ટના રોજ પીએમ મોદી બપોરે 1 વાગે સમગ્ર ભારતીય ટીમને મળશે. ભારતીય ઓલિમ્પિક ટીમમાં સામેલ દરેક એથ્લેટને 15 ઓગસ્ટના કાર્યક્રમમાં સામેલ થવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.

ઈન્ડિયા ટુડે અનુસાર પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લેનારા તમામ 117 એથ્લેટ સ્વતંત્રતા દિવસના અવસર પર લાલ કિલ્લા પર હાજર રહેશે. આ સિવાય પીએમ મોદી ભારત માટે મેડલ જીતનાર ખેલાડીઓને મળી શકે છે. જ્યારે પણ કોઈ ભારતીય એથ્લેટ પેરિસ ઓલિમ્પિકમાં મેડલ જીતે છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની સાથે ફોન પર વાત કરી ચૂક્યા છે અને તેમને શુભેચ્છાઓ પાઠવી ચૂક્યા છે. આ ઉપરાંત તેમણે તે ભારતીય ખેલાડીઓનું મનોબળ પણ વધાર્યું જેઓ ખૂબ જ નજીકના અંતરથી મેડલ જીતવામાં ચૂકી ગયા હતા.

અગાઉ, 'X' પર PM મોદીએ તમામ ભારતીય ખેલાડીઓને તેમની આગામી સફર માટે શુભેચ્છાઓ મોકલી હતી. વડાપ્રધાને સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા તમામ એથ્લેટ્સનું સન્માન કર્યું અને કહ્યું કે દરેક ભારતીયને તમામ એથ્લેટ્સ પર ખૂબ ગર્વ છે.

ભારતની સ્ટાર રેસલર વિનેશ ફોગાટ માટે છેલ્લા કેટલાક દિવસો મુશ્કેલીઓથી ભરેલા છે. તેનું વજન નિર્ધારિત ધોરણો કરતાં 100 ગ્રામ વધુ હોવાને કારણે ફાઇનલ મેચ રમવા પહેલાં જ તેને ઓલિમ્પિકમાંથી બહાર કરી દેવામા આવી હતી. આના પર તેણે CASમાં અપીલ કરી છે  જે 13 ઓગસ્ટે વિનેશને સિલ્વર મેડલ આપવાના મુદ્દે પોતાનો નિર્ણય આપશે.

આ વિષય પર પીએમ મોદીએ વિનેશ પ્રત્યે સમર્થન વ્યક્ત કર્યું અને કહ્યું કે તે ચેમ્પિયન્સમાં ચેમ્પિયન છે. વિનેશનું મનોબળ વધારવા માટે તેમણે એમ પણ કહ્યું કે આવી ઘટનાઓ ઘણીવાર હૃદયને તોડી નાખે છે, પરંતુ તેમની પાસે આ દુ:ખદ ઘટનાનું વર્ણન કરવા માટે કોઈ શબ્દો નથી. પીએમ મોદીએ પણ વિનેશ ફોગાટને તેમની ભાવિ સફર માટે ઘણી શુભકામનાઓ મોકલી હતી.

આ પણ વાંચોઃ Independence Day 2024: આ રીતે ડાઉનલોડ કરો ‘હર ઘર તિરંગા’નું સર્ટિફિકેટ, જાણો સંપૂર્ણ પ્રક્રિયા

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજ્યસભામાં પાસ થયાના એક દિવસ બાદ લોકસભામાં પણ વંદે માતરમ્ બિલ પાસ
રાજ્યસભામાં પાસ થયાના એક દિવસ બાદ લોકસભામાં પણ વંદે માતરમ્ બિલ પાસ
US Green Card Bill: અમેરિકામાં વસતા ભારતીયો માટે મોટા સમાચાર, 7 વર્ષથી રહેતા લોકોને મળશે ગ્રીન કાર્ડ
US Green Card Bill: અમેરિકામાં વસતા ભારતીયો માટે મોટા સમાચાર, 7 વર્ષથી રહેતા લોકોને મળશે ગ્રીન કાર્ડ
ક્યાંક તમે તો નથી લીધોને ખોટી રીતે લીધો PM આવાસનો લાભ! જાણો છેતરપિંડી કરવા પર શું મળે છે સજા?
ક્યાંક તમે તો નથી લીધોને ખોટી રીતે લીધો PM આવાસનો લાભ! જાણો છેતરપિંડી કરવા પર શું મળે છે સજા?
22 રાજ્યોમાં ધોધમાર વરસાદનું એલર્ટ, ઉત્તર પ્રદેશ ગુજરાત સહિત આ રાજ્યોમાં અતિ ભારે વરસાદની ચેતવણી
22 રાજ્યોમાં ધોધમાર વરસાદનું એલર્ટ, ઉત્તર પ્રદેશ ગુજરાત સહિત આ રાજ્યોમાં અતિ ભારે વરસાદની ચેતવણી

વિડિઓઝ

ભાવનગરમાં બેફામ દોડતા ડમ્પરનો કહેર, એક્ટિવા પર જતા દંપતિને મારી ટક્કર
માળીયા હાટીનામાં દીપડાનો આતંક, તાલુકા પંચાયત નજીક યુવાન પર હુમલો
છોટાઉદેપુરમાં દીપડાના હુમલામાં બાળકીનું મોત, ઘરઆંગણે રમતી બાળકી પર કર્યો હતો હુમલો
Examination Amendment Bill : પરીક્ષા સંશોધન બિલ લોકસભામાં પાસ
Hun To Bolish : હું તો બોલીશ : પતિ રાજ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યસભામાં પાસ થયાના એક દિવસ બાદ લોકસભામાં પણ વંદે માતરમ્ બિલ પાસ
રાજ્યસભામાં પાસ થયાના એક દિવસ બાદ લોકસભામાં પણ વંદે માતરમ્ બિલ પાસ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 48 કલાક અતિભારે વરસાદની શક્યતા, સિસ્ટમ મજબૂત થશે તો 20 ઈંચ ખાબકશે
અંબાલાલ પટેલની મોટી આગાહી: 48 કલાક અતિભારે વરસાદની શક્યતા, સિસ્ટમ મજબૂત થશે તો 20 ઈંચ ખાબકશે
Gujarat Rain: રાજ્યમાં 3 દિવસ આભ ફાટવાની આશંકા, 7 જિલ્લાઓમાં રેડ એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: રાજ્યમાં 3 દિવસ આભ ફાટવાની આશંકા, 7 જિલ્લાઓમાં રેડ એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
8th Pay Commission: ફિટમેન્ટ ફેક્ટર-ફેમિલી યુનિટને લઈ પ્રથમ વખત સરકારનું સંસદમાં નિવેદન, જાણો શું કહ્યું?
8th Pay Commission: ફિટમેન્ટ ફેક્ટર-ફેમિલી યુનિટને લઈ પ્રથમ વખત સરકારનું સંસદમાં નિવેદન, જાણો શું કહ્યું?
Commonwealth Games 2026 માં નીરજ ચોપરાએ કરી કમાલ, પાકિસ્તાનના અર્શદ નદીમને પછાડીને ફાઈનલની ટિકિટ કરી પાકી
Commonwealth Games 2026 માં નીરજ ચોપરાએ કરી કમાલ, પાકિસ્તાનના અર્શદ નદીમને પછાડીને ફાઈનલની ટિકિટ કરી પાકી
Gujarat Rain: કાલે ભારેથી અતિભારે વરસાદની આગાહી, અમદાવાદ સહિત 4 જિલ્લાની શાળાઓમાં રજા જાહેર
Gujarat Rain: કાલે ભારેથી અતિભારે વરસાદની આગાહી, અમદાવાદ સહિત 4 જિલ્લાની શાળાઓમાં રજા જાહેર
સવારે ખાલી પેટ રોજ 2 બદામ ખાવાથી શું થશે? જાણીને તમે પણ ચોંકી જશો
સવારે ખાલી પેટ રોજ 2 બદામ ખાવાથી શું થશે? જાણીને તમે પણ ચોંકી જશો
પત્નીના નામે પોસ્ટ RDમાં દર મહિને ₹8,000 જમા કરો, 5 વર્ષમાં તૈયાર થશે લાખો રૂપિયાનું ફંડ
પત્નીના નામે પોસ્ટ RDમાં દર મહિને ₹8,000 જમા કરો, 5 વર્ષમાં તૈયાર થશે લાખો રૂપિયાનું ફંડ
Embed widget