શોધખોળ કરો

PM Modi: PM મોદી આજે ફરી ગુજરાત આવશે, અનેક વિકાસ પરિયોજનાઓનું કરશે ઉદ્ધાટન અને શિલાન્યાસ

31 ઓક્ટોબરે વડાપ્રધાન રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ભાગ લેશે અને સરદાર વલ્લભભાઈ પટેલને પુષ્પાંજલિ અર્પણ કરશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30-31 ઓક્ટોબરે ગુજરાતની મુલાકાતે આવશે. વડાપ્રધાન કાર્યાલયે (PMO) જણાવ્યું હતું કે PM મોદી 30 ઑક્ટોબરે કેવડિયામાં 280 કરોડ રૂપિયાથી વધુના મૂલ્યના વિવિધ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. આ પછી લગભગ 6 વાગ્યે વડા પ્રધાન 99માં કોમન ફાઉન્ડેશન કોર્સના તાલીમાર્થી અધિકારીઓને સંબોધિત કરશે.

એકતા દિવસના શપથ કાર્યક્રમમાં ભાગ લેશે

વડાપ્રધાન રાષ્ટ્રીય એકતા દિવસની પૂર્વ સંધ્યાએ આરંભ 6.0 માં 99મા કોમન ફાઉન્ડેશન કોર્સના તાલીમાર્થી અધિકારીઓને સંબોધિત કરશે. આ વર્ષના કાર્યક્રમની થીમ આત્મનિર્ભર અને વિકસિત ભારત માટે રોડમેપ છે. 99માં કોમન ફાઉન્ડેશન કોર્સ- આરંભ 6.0માં ભારતની 16 સિવિલ સર્વિસીસ અને ભૂટાનની ત્રણ સિવિલ સર્વિસના 653 અધિકારી તાલીમાર્થીઓનો સમાવેશ થાય છે અને પીએમ મોદી રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં હાજરી આપશે અને પોલીસ કર્મચારીઓને એકતા દિવસના શપથ લેવશે અને યુનિટી ડે પરેડના સાક્ષી બનશે.

સરદાર વલ્લભભાઈ પટેલને પુષ્પાંજલિ અર્પણ કરશે

વડાપ્રધાન જે પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે અને શિલાન્યાસ કરશે તેનો ઉદ્દેશ પ્રવાસી અનુભવને વધારવા, સુલભતામાં સુધારો કરવા અને પ્રદેશમાં સ્થિરતા પહેલને સમર્થન આપવાનો છે. 31 ઓક્ટોબરે વડાપ્રધાન રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ભાગ લેશે અને સરદાર વલ્લભભાઈ પટેલને પુષ્પાંજલિ અર્પણ કરશે.

એકતા દિવસ પરેડમાં 9 રાજ્યો અને 1 કેન્દ્રશાસિત પ્રદેશની પોલીસ, 4 કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો, NCC અને એક માર્ચિંગ બેન્ડની 16 માર્ચિંગ ટુકડીઓ સામેલ હશે. વિશેષ આકર્ષણોમાં NSGની હેલ માર્ચ ટુકડી, BSF અને CRPFના મહિલા અને પુરુષ બાઇકર દ્ધારા સાહસિક પ્રદર્શન, BSF દ્વારા ભારતીય માર્શલ આર્ટના સંયોજન પર એક શો, શાળાના બાળકો દ્વારા પાઇપ બેન્ડ શો, ભારતીય વાયુસેના દ્વારા સૂર્ય કિરણ ફ્લાયપાસ્ટ વગેરેનો સમાવેશ થાય છે.

31 ઓક્ટોબરે વડાપ્રધાન રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે વિશેષ કાર્યક્રમોમાં ભાગ લેશે. સવારે 7.15 કલાકે તેઓ પુષ્પાંજલિ અર્પણ કરશે અને સરદાર પટેલને શ્રદ્ધાંજલિ આપશે. આ પછી તેઓ 7:30 વાગ્યે પરેડ ગ્રાઉન્ડ પર એકતા પરેડમાં સામેલ થશે અને રાષ્ટ્રને સંબોધિત કરશે. વડાપ્રધાન સવારે 10 વાગે દિલ્હી જવા રવાના થશે.

વિકાસ પ્રોજેક્ટ્સ

પ્રધાનમંત્રી એકતા નગરમાં અનેક મહત્વપૂર્ણ પરિયોજનામાં લોકાર્પણ કરશે જેમાં સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, ટ્રાફિક સર્કલ, સ્માર્ટ બસ સ્ટોપ અને CESL-કાર ચાર્જિંગ પોર્ટ સામેલ છે. સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ 22 કરોડના ખર્ચે બનાવવામાં આવી છે અને તેમાં ટ્રોમા સેન્ટર, ગાયનેક ઓટી, માઈનોર ઓટી, ઓટી રૂમ, સીટી સ્કેન, આઈસીયુ, લેબર રૂમ, સ્પેશિયલ વોર્ડ, ફિઝિયોથેરાપી વોર્ડ, સર્જન કેબિન, મેડિકલ સ્ટોર અને એક એમ્બ્યુલન્સ જેવી સુવિધાઓ ઉપલબ્ધ રહેશે.

આ ઉપરાંત પ્રવાસીઓની સુવિધા માટે એકતા નગરમાં 10 સ્માર્ટ બસ સ્ટોપ અને 10 પીક-અપ સ્ટેન્ડ બનાવવામાં આવ્યા છે, જેનું ઉદ્ઘાટન કરવામાં આવશે. ટ્રાફિકના વ્યવસ્થિત સંચાલન માટે અને શહેરની સુંદરતામાં વધારો કરવા માટે ટ્રાફિક સર્કલ પણ બનાવવામાં આવ્યા છે. રાહદારીઓની સુરક્ષા માટે પુશ બટન પેડેસ્ટ્રિયન ક્રોસિંગ અને કાર ચાર્જિંગ પોઈન્ટ પણ લગાવવામાં આવશે.

ટકાઉપણું અને પ્રવાસન

વડાપ્રધાન 75 કરોડ રૂપિયાના ખર્ચે બાંધવામાં આવનાર સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનો શિલાન્યાસ કરશે, જે લગભગ 4000 ઘરો અને અન્ય હોસ્પિટાલિટી વ્યવસાયોમાંથી ઉત્પન્ન થતા ગંદા પાણીનો નિકાલ કરશે. આ ઉપરાંત ફાયર સ્ટાફ રેસિડેન્શિયલ કવાટર્સ અને સરદાર સરોવર ડેમ એક્સપિરિયન્સ સેન્ટરનો પણ શિલાન્યાસ કરવામાં આવશે. સરદાર સરોવર ડેમ એક્સપિરિયન્સ સેન્ટરમાં છ ગેલેરી બનાવવામાં આવશે જેમાં ડેમની કામગીરી અને તેની અસરો દર્શાવવામાં આવશે.

એકતા નગરમાં 24 સ્થળોએ સુંદર શિલ્પો મૂકવામાં આવશે અને 4 મેગાવોટના સોલાર પ્રોજેક્ટનું પણ ઉદ્ઘાટન કરવામાં આવશે. પ્રધાનમંત્રી ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપવા માટે બોનસાઈ ગાર્ડનનો શિલાન્યાસ કરશે, જે જૈવવિવિધતા સંરક્ષણને પ્રોત્સાહન આપશે અને બાગાયત, સૌંદર્ય શાસ્ત્ર અને સાંસ્કૃતિક વારસાને એકીકૃત કરશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND W vs NZ W: ભારતે ન્યૂઝીલેન્ડને 6 વિકેટથી હરાવ્યું, 2-1થી સીરીઝ જીતી કમાલ કર્યો 
IND W vs NZ W: ભારતે ન્યૂઝીલેન્ડને 6 વિકેટથી હરાવ્યું, 2-1થી સીરીઝ જીતી કમાલ કર્યો 
TRAI New Rule: એક નવેમ્બરથી બદલાઇ રહ્યા છે કોલિંગના આ નિયમો, Jio, એરટેલ, Vi અને BSNL યુઝર્સ આપે ધ્યાન
TRAI New Rule: એક નવેમ્બરથી બદલાઇ રહ્યા છે કોલિંગના આ નિયમો, Jio, એરટેલ, Vi અને BSNL યુઝર્સ આપે ધ્યાન
Bus Accident: રાજસ્થાનમાં ભયંકર બસ અકસ્માત, 12 લોકોના મોત
Bus Accident: રાજસ્થાનમાં ભયંકર બસ અકસ્માત, 12 લોકોના મોત
સદી ફટકારી Smriti Mandhana એ ઈતિહાસ રચ્યો, તોડી નાખ્યો આ મોટો રેકોર્ડ 
સદી ફટકારી Smriti Mandhana એ ઈતિહાસ રચ્યો, તોડી નાખ્યો આ મોટો રેકોર્ડ 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolis: હું તો બોલીશ: આજ લક્ષ્મીનું કરીએ પૂજનHun To Bolish: હું તો બોલીશ: દિવાળી પર દેવાળું?Banaskantha News: કાંકરેજના શિહોરી સરકારી હોસ્પિટલની બેદરકારીનો વીડિયો વાયરલ,  દર્દીને બહાર બાંકડા પર જ સુવાડી દીધોInstagram scam: ઇન્સ્ટા પર આવો મેસેજ આવે તો ચેતી જજો! તમારું બેંક એકાઉન્ટ થઈ શકે છે ખાલી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND W vs NZ W: ભારતે ન્યૂઝીલેન્ડને 6 વિકેટથી હરાવ્યું, 2-1થી સીરીઝ જીતી કમાલ કર્યો 
IND W vs NZ W: ભારતે ન્યૂઝીલેન્ડને 6 વિકેટથી હરાવ્યું, 2-1થી સીરીઝ જીતી કમાલ કર્યો 
TRAI New Rule: એક નવેમ્બરથી બદલાઇ રહ્યા છે કોલિંગના આ નિયમો, Jio, એરટેલ, Vi અને BSNL યુઝર્સ આપે ધ્યાન
TRAI New Rule: એક નવેમ્બરથી બદલાઇ રહ્યા છે કોલિંગના આ નિયમો, Jio, એરટેલ, Vi અને BSNL યુઝર્સ આપે ધ્યાન
Bus Accident: રાજસ્થાનમાં ભયંકર બસ અકસ્માત, 12 લોકોના મોત
Bus Accident: રાજસ્થાનમાં ભયંકર બસ અકસ્માત, 12 લોકોના મોત
સદી ફટકારી Smriti Mandhana એ ઈતિહાસ રચ્યો, તોડી નાખ્યો આ મોટો રેકોર્ડ 
સદી ફટકારી Smriti Mandhana એ ઈતિહાસ રચ્યો, તોડી નાખ્યો આ મોટો રેકોર્ડ 
મહારાષ્ટ્રમાં કૉંગ્રેસ નેતા પરેશ ધાનાણીને આવ્યો હાર્ટ એટેક, એન્જીયોપ્લાસ્ટી કરાઈ, તબિયત સુધારા પર 
મહારાષ્ટ્રમાં કૉંગ્રેસ નેતા પરેશ ધાનાણીને આવ્યો હાર્ટ એટેક, એન્જીયોપ્લાસ્ટી કરાઈ, તબિયત સુધારા પર 
BSNLએ તહેલકો મચાવ્યો,  400 રુપિયાથી ઓછી કિંમતે 150 દિવસનો પ્લાન 
BSNLએ તહેલકો મચાવ્યો,  400 રુપિયાથી ઓછી કિંમતે 150 દિવસનો પ્લાન 
Petrol-Diesel: ધનતેરસ પર ઓઈલ કંપનીઓના ડીલરોને મોટી ભેટ, ડીઝલ અને પેટ્રોલના ભાવ ઘટશે!
Petrol-Diesel: ધનતેરસ પર ઓઈલ કંપનીઓના ડીલરોને મોટી ભેટ, ડીઝલ અને પેટ્રોલના ભાવ ઘટશે!
Maharashtra Election 2024: છેલ્લા દિવસે નવાબ મલિકે માનખુર્દ શિવાજી નગરથી ભર્યું ઉમેદવારી ફોર્મ 
Maharashtra Election 2024: છેલ્લા દિવસે નવાબ મલિકે માનખુર્દ શિવાજી નગરથી ભર્યું ઉમેદવારી ફોર્મ 
Embed widget