શોધખોળ કરો
Advertisement
રાફેલના લેન્ડિંગ બાદ PM મોદી સંસ્કૃતમાં ટ્વિટ કરીને શું કહ્યું ? જાણો વિગત
અંબાલા એરપોર્ટ પર રાફેલનું દેશવાસીઓ, નૌસેના અને એરફોર્સે જબરદસ્ત રીતે સ્વાગત કર્યુ હતું.
નવી દિલ્હીઃ ફ્રાન્સથી આવેલા પાંચેય બાહુબલી રાફેલ ફાઇટર જેટનું સફળતા પૂર્વક ભારતના અંબાલા એરબેઝ પર ઉતરાણ થયું હતું. રાફેલનું દેશવાસીઓ, નૌસેના અને એરફોર્સે જબરદસ્ત રીતે સ્વાગત કર્યુ હતું. પાંચેય રાફેલ વિમાનેએ જ્યારે ભારતીય વાયુસેનાની સીમામાં પ્રવેશ કર્યો ત્યારે આઇએનએલ કોલકત્તાએ તેમનું જબરદસ્ત સ્વાગત કર્યુ હતું.
રાફેલે થોડી વાર સુધી અંબાલાના આકાશમાં ગર્જના કરતા ઉડાન ભરી અને પછી એરબેઝ પર સ્મૂથ લેન્ડિગ કર્યું. પાંચેય રાફેલ એક જ એરસ્ટ્રિપ પર એક પછી એક કરીને લેન્ડ થયા હતા.
રાફેલના લેન્ડિંગ પછી પ્રધાનમંત્રી મોદીએ સંસ્કૃતમાં ટ્વિટ કરીને લખ્યું, રાષ્ટ્ર રક્ષાથી વધીને ન કોઈ પુણ્ય છે, ન કોઈ વ્રત છે, ન કોઈ યજ્ઞ છે.
આ પહેલા રક્ષામંત્રી રાજનાથ સિંહે રાફેલના લેન્ડિગ પછી ટ્વિટ કરી લખ્યું કે, ભારતની જમીન પર રાફેલનું ઉતરવું સૈન્ય ઈતિહાસમાં એક નવા યુગની શરૂઆત છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
અમદાવાદ
ગુજરાત
Advertisement