(Source: ECI/ABP News/ABP Majha)
PM Modi Visit: આજથી PM મોદીનો છ દિવસનો ઐતિહાસિક પ્રવાસ, ત્રણ શિખર સંમેલનમાં થશે સામેલ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે ત્રણ દેશોના છ દિવસના પ્રવાસે રવાના થશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે ત્રણ દેશોના છ દિવસના પ્રવાસે રવાના થશે. આ દરમિયાન તેઓ ત્રણ સમિટમાં હાજરી આપશે અને 40 થી વધુ કાર્યક્રમોમાં ભાગ લેશે. પીએમ ત્રણ દેશોમાં ચાર દિવસ વિતાવશે. આ દરમિયાન તેઓ વિશ્વના 24 થી વધુ દેશોના નેતાઓને મળશે. પ્રવાસના પ્રથમ તબક્કામાં 19 થી 21 મે દરમિયાન તેઓ જી-7 દેશોની સમિટમાં ભાગ લેવા જાપાન જશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે ત્રણ દેશોના છ દિવસના પ્રવાસે રવાના થશે. આ દરમિયાન તેઓ ત્રણ સમિટમાં હાજરી આપશે અને 40 થી વધુ કાર્યક્રમોમાં ભાગ લેશે. પીએમ ત્રણ દેશોમાં ચાર દિવસ વિતાવશે. આ દરમિયાન તેઓ વિશ્વના 24 થી વધુ દેશોના નેતાઓને મળશે. પ્રવાસના પ્રથમ તબક્કામાં 19 થી 21 મે દરમિયાન તેઓ જી-7 દેશોની સમિટમાં ભાગ લેવા જાપાન જશે.
બીજા તબક્કામાં વડાપ્રધાન 21 મેના રોજ પોર્ટ મોરેસ્બી, પાપુઆ ન્યુ ગિની પહોંચશે, જ્યાં તેઓ પાપુઆ ન્યુ ગિનીના વડાપ્રધાન જેમ્સ મારપે સાથે સંયુક્ત રીતે ફોરમ ફોર ઇન્ડિયા-પેસિફિક આઇલેન્ડ્સ કોઓપરેશન (FIPIC) સમિટનું આયોજન કરશે. ત્રીજા અને અંતિમ ચરણમાં તેઓ 22-24 મેના રોજ સિડનીમાં ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ સાથે દ્વિપક્ષીય બેઠક માટે હશે. પ્રવાસના છેલ્લા તબક્કામાં મોદી સિડનીમાં હજારો ભારતીયોને સંબોધિત કરશે. સાંસ્કૃતિક, વ્યાપાર અને વિદેશી ભારતીયો સાથે જોડાયેલા મુદ્દાઓની દ્રષ્ટિએ તેમની આ મુલાકાત ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
પ્રથમ વખત હિરોશિમા જશે
જાપાનમાં ભારતના રાજદૂત સિબી જ્યોર્જે જણાવ્યું હતું કે પીએમ મોદી પહેલીવાર હિરોશિમા જશે. G-7 શિખર સંમેલનમાં ભાગ લેવા સિવાય વડાપ્રધાન મોદી જાપાનના વડાપ્રધાન Fumio Kishida સાથે દ્વિપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા કરશે. તેઓ હિરોશિમા શહેરમાં મહાત્મા ગાંધીની પ્રતિમાનું પણ અનાવરણ કરશે. જાપાનના પીએમે મોદીને જી-7 સમિટમાં ભાગ લેવા માટે વ્યક્તિગત રીતે આમંત્રણ આપ્યું છે
New Parliament Building: 28 મેના નવા સંસદ ભવનનું ઉદ્ધાટન કરશે PM મોદી
New Parliament Building Inauguration: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28 મેના રોજ નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરશે. લોકસભા સચિવાલયના જણાવ્યા અનુસાર, સ્પીકર ઓમ બિરલા ગુરુવારે (18 મે) PM મોદીને મળ્યા હતા અને તેમને નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવા આમંત્રણ આપ્યું હતું. નિવેદન અનુસાર નવા સંસદ ભવનનું કામ રેકોર્ડ સમયમાં પૂર્ણ થયું છે અને નવી ઇમારત આત્મનિર્ભર ભારતનું અદ્ભુત ઉદાહરણ છે. યોગાનુયોગ, 28 મે એ વીર સાવરકરની જન્મજયંતિ પણ છે.
જુલાઇના ત્રીજા સપ્તાહમાં શરૂ થનારા સંસદના ચોમાસુ સત્રની કાર્યવાહી નવા બિલ્ડીંગમાં જ શરૂ થાય તેવી અપેક્ષા છે. જો કે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી. નવી સંસદ ભવન સેન્ટ્રલ વિસ્ટા રિડેવલપમેન્ટનો એક ભાગ છે. રાષ્ટ્રપતિ ભવનથી ઈન્ડિયા ગેટ સુધી ત્રણ કિલોમીટરના રસ્તાનું નવીનીકરણ, એક સામાન્ય કેન્દ્રીય સચિવાલયનું નિર્માણ, વડા પ્રધાનની નવી ઓફિસ અને નિવાસસ્થાન અને નવા ઉપરાષ્ટ્રપતિનું એન્ક્લેવ પણ કેન્દ્રીય જાહેર બાંધકામ વિભાગ દ્વારા પૂર્ણ કરવામાં આવી રહેલા પ્રોજેક્ટનો એક ભાગ છે.
શા માટે નવી ઇમારતો બાંધવામાં આવી ?
નવી ઇમારતનું નિર્માણ કાર્ય 10 ડિસેમ્બર 2020 ના રોજ શરૂ કરવામાં આવ્યું હતું જ્યારે વડાપ્રધાને તેનો શિલાન્યાસ કર્યો હતો. સંસદની જૂની ઇમારત 1927માં પૂર્ણ થઈ હતી અને લગભગ 100 વર્ષ જૂની છે, લોકસભા સચિવાલયના જણાવ્યા અનુસાર નવી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને જૂની ઇમારત હવે યોગ્ય રહી નથી કારણ કે જગ્યાના અભાવને કારણે સાંસદો ન માત્ર બેસવામાં તકલીફ પડતી હતી પરંતુ જૂની બિલ્ડિંગમાં આધુનિક સુવિધાઓ અને ટેકનોલોજીનો અભાવ છે.