શોધખોળ કરો

Bundelkhand Expressway: પીએમ મોદી 14850 કરોડના ખર્ચે બનેલા બુંદેલખંડ એક્પ્રેસ-વેનું કરશે ઉદ્ઘાટન, જાણો હાઇવેની ખાસિયતો

Bundelkhand Expressway Latest Update: વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે 296 કિલોમીટર લાંબા બુંદેલખંડ એક્સપ્રેસ વેનું ઉદ્ઘાટન કરશે.

Bundelkhand Expressway Key Points: PM મોદી આવતીકાલે 16 જુલાઈએ બુંદેલખંડ એક્સપ્રેસ-વેનું ઉદ્ઘાટન કરશે. મોદી સરકારે સત્તામાં આવ્યાના પ્રથમ દિવસથી જ કનેક્ટિવિટી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. કનેક્ટિવિટી પરના આ ફોકસનો અંદાજ બજેટની  ફાળવણી પરથી કરી શકાય છે. 2022-23ના બજેટમાં રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયને 1.99 લાખ કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે જે અત્યાર સુધીની સૌથી વધુ છે. જે 2013-14માં રૂ. 30,300 કરોડની ફાળવણી કરતાં લગભગ 550 ટકા વધુ છે.

7 વર્ષમાં 1,41,000 કિમી  ધોરીમાર્ગો બન્યા 
છેલ્લા 7 વર્ષોમાં દેશમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગોની લંબાઈ એપ્રિલ 2014 થી 91,287 કિમીથી વધીને 31 ડિસેમ્બર 2021 સુધીમાં લગભગ 1,41,000 કિમી સુધી 50% થી વધુ વધી ગઈ છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગોના નિર્માણની ઝડપ 2020-21માં પ્રતિ દિવસ 12 કિમીથી વધીને 37 કિમી પ્રતિ દિવસ થઈ ગઈ છે.

296 કિલોમીટર લાંબો  બુંદેલખંડ એક્સપ્રેસ-વે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે રૂ. 14,850 કરોડના ખર્ચે બનેલા 296 કિલોમીટર લાંબા બુંદેલખંડ એક્સપ્રેસ વેનું ઉદ્ઘાટન કરશે. જાલૌન જિલ્લાના ઓરાઈ તાલુકાના કેથેરી ગામમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, આ કાર્યક્રમમાં સીએમ યોગી અને રાજ્યપાલ આનંદીબેન પટેલ પણ ભાગ લેશે.

અત્યારે કોઈ સીધો રસ્તો નથી
જો આપણે ચિત્રકૂટથી દિલ્હીના અંતર પર નજર કરીએ તો હજુ સુધી કોઈ સીધો માર્ગ નથી, જેના કારણે ચિત્રકૂટથી દિલ્હીની મુસાફરીમાં 10 કલાકથી વધુ સમય લાગે છે. હવે બુંદેલખંડ એક્સપ્રેસ-વે શરૂ થતાં દિલ્હીનું અંતર ઘટીને 7 કલાક થઈ જશે. બુંદેલખંડ એક્સપ્રેસ-વે આગ્રા-લખનૌ એક્સપ્રેસવે થઈને યમુના એક્સપ્રેસ-વે થઈને દિલ્હી સાથે જોડાશે.

630 કિલોમીટરનું અંતર કાપવામાં માત્ર 7 કલાકનો સમય લાગશે.
296 કિમીનો બુંદેલખંડ એક્સપ્રેસવે 135 કિમીનો આગ્રા-લખનૌ એક્સપ્રેસવે, 165 કિમીનો યમુના એક્સપ્રેસવે, 24 કિમી નોઈડા-ગ્રેટર નોઈડા અને 9 કિમીનો ડીએનડી ફ્લાયવેને જોડતા કુલ અંતર 630 કિમી છે, જે લગભગ સાત કલાકમાં કવર કરી શકાશે. બંડલેખંડ એક્સપ્રેસ-વે લોકોને દિલ્હી સહિત અન્ય રાજ્યો સાથે જોડશે. તેનાથી ચિત્રકૂટ, બાંદા, મહોબા, હમીરપુર, જાલૌન, ઔરૈયા અને ઇટાવા જિલ્લાના લોકોને ફાયદો થશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Embed widget