શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
મોદી સાંજે છ વાગ્યે રાષ્ટ્રને સંબોધન કરશે, જાણો કઈ મોટી જાહેરાત કરી શકે છે ?
મોદી તેમના સંબોધનમાં શું જાહેરાત કરશે તે અંગે અટકળો ચાલી રહી છે.
નવી દિલ્લીઃ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મંગળવારે સાંજે 6 વાગ્યે દેશને સંબોધનવ કરવાના છે. મોદીએ પોતે આ અંગે ટ્વિટ કરીને માહિતી આપી છે. મોદીએ ટ્વિટમાં લખ્યું છે કે, આજે છ વાગ્યે રાષ્ટ્રના નામે સંદેશો આપીશું. આપ બધાં ચોક્કસ જોડાઓ.
મોદી તેમના સંબોધનમાં શું જાહેરાત કરશે તે અંગે અટકળો ચાલી રહી છે. પહેલી અટકળ એવી છે કે, મોદી કોરોનાની રસી અંગે કોઈ મોટી જાહેરાત કરશે. બીજી અટકળ એવી છે કે, મોદી નવા આર્થિક પેકેજની જાહેરાત કરશે. ત્રીજી અટકળ એવી છે કે, હવે મોદી લોકડાઉનને સંપૂર્ણપણે ઉઠાવી લેવાનું એલાન કરીને દેશને 1 નવેમ્બરથી ટોટલ અનલોક કરવાની જાહેરાત કરશે.
કોરોના રોગચાળ ફાટી નિકળ્યો પછી દેશના લોકોને મોદીનું આ સાતમું સંબોધન હશે. આ અગાઉ છેલ્લે તેમણે 30 જૂને દેશને સંબોધન કર્યું હતું. મોદી 30 જૂને 17 મિનિટ બોલ્યા હતા અને આર્થિક પેકેજની જાહેરાત કરી હતી.आज शाम 6 बजे राष्ट्र के नाम संदेश दूंगा। आप जरूर जुड़ें।
Will be sharing a message with my fellow citizens at 6 PM this evening. — Narendra Modi (@narendramodi) October 20, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
મનોરંજન
આરોગ્ય
મહિલા
Advertisement
gujarati.abplive.com
Opinion