શોધખોળ કરો
Advertisement
ભારત પ્રવાસ બાદ ચીની રાષ્ટ્રપતિએ કહ્યું- તમામ વિવાદીત મુદ્દાઓને વાતચીતથી ઉકેલવાના પ્રયાસ કરીશું
આપણે એ સમસ્યાઓને નિયંત્રણમાં કરવી જોઇએ જેને હાલમાં ઉકેલી શકાતી નથી.
બીજિંગઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે શનિવારે તમિલનાડુના મામલ્લાપુરમાં મુલાકાત કરી હતી. બંન્ને નેતાઓની મુલાકાત બાદ ચીને કહ્યું કે, અમે જમીન વિવાદ સહિત તમામ વિવાદીત મુદ્દાઓને વાતચીતના મારફતે ઉકેલ લાવવાનો પ્રયાસ કરીશું. શનિવારે સરકારી સંવાદ સમિતિ શિન્હુઆ દ્ધારા જાહેર રિપોર્ટમાં કહેવામાં આવ્યુ હતું કે બંન્ને નેતાઓએ ચીન અને ભારતના સંબંધો પર વિચારોનું આદાન-પ્રદાન કર્યું હતું. રાષ્ટ્રપતિએ કહ્યું કે, અમે એકબીજાના મૂળ હિતો સાથે જોડાયેલા મુદ્દાઓને ખૂબ સાવધાની પૂર્વક લેવા જોઇએ. આપણે એ સમસ્યાઓને નિયંત્રણમાં કરવી જોઇએ જેને હાલમાં ઉકેલી શકાતી નથી.
જિનપિંગે કહ્યુ કે, બંન્ને દેશો વચ્ચે મતભેદોને યોગ્ય રીતે જોવા જોઇએ. અમે એ દ્ધિપક્ષીય સહયોગથી સંપૂર્ણ હિતોને કમજોર કરવા જોઇએ. સાથે આપણે સંવાદ મારફતે પરસ્પર સમજ બનાવવાનો પ્રયાસ કરવો જોઇએ અને સતત મતભેદો ઉકેલવા જોઇએ.
બંન્ને દેશો વચ્ચે સરહદ વિવાદને લઇને તેમણે કહ્યું કે રાજકીય માર્ગદર્શક સિદ્ધાંતો અનુસાર આપણે સરહદ મુદ્દા પર નિષ્પક્ષ અને તાર્કિક સમાધાન શોધવું જોઇએ જે બંન્ને પક્ષોને મંજૂર હોય.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
અમદાવાદ
ક્રાઇમ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion