દુનિયાના સૌથી લોકપ્રિય નેતા બન્યા PM મોદી, અમેરિકાના રાષ્ટ્રપતિ બાઈડેન 8માં નંબર પર, જુઓ યાદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મોર્નિંગ કન્સલ્ટના ગ્લોબલ લીડર એપ્રુવલ રેટિંગમાં ટોચના સ્થાન પર છે. PM 76 ટકાના એપ્રુવલ રેટિંગ સાથે વિશ્વના 22 લોકપ્રિય નેતાઓની યાદીમાં ટોચ પર છે.

Global Leader Approval Rating: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મોર્નિંગ કન્સલ્ટના ગ્લોબલ લીડર એપ્રુવલ રેટિંગમાં ટોચના સ્થાન પર છે. PM 76 ટકાના એપ્રુવલ રેટિંગ સાથે વિશ્વના 22 લોકપ્રિય નેતાઓની યાદીમાં ટોચ પર છે. પ્રધાનમંત્રી મોદી નંબર વન પર છે.
NEW: Global Leader Approval: *Among all adults
— Morning Consult (@MorningConsult) December 8, 2023
Modi: 76%
López Obrador: 66%
Lula da Silva: 49%
Albanese: 47%
Meloni: 41%
Biden: 37%
Sánchez: 37%
Trudeau: 31%
Sunak: 25%
Macron: 24%
Scholz: 21%
*Updated 12/7/23https://t.co/Qxc6HbLPz4 pic.twitter.com/IK0niZPdso
આ યાદીમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન, બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનક, ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન, કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો અને ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીના નામ પણ સામેલ છે. મેક્સિકોના રાષ્ટ્રપતિ એન્ડ્રેસ મેન્યુઅલ લોપેઝ ઓબ્રાડોર 66 ટકાના એપ્રુવલ રેટિંગ સાથે મોર્નિંગ કન્સલ્ટના રેટિંગમાં પીએમ મોદી પછી બીજા ક્રમે છે.
જ્યારે ત્રીજા સ્થાને સ્વિટ્ઝર્લેન્ડના રાષ્ટ્રપતિ એલેન બર્સેટને 58 ટકા એપ્રુવલ રેટિંગ મળ્યું છે. સાથે જ બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલા ડી સિલ્વાને ચોથા નંબર પર 49 ટકા રેટિંગ મળ્યું છે. પાંચમા નંબરે 47 ટકા રેટિંગ સાથે ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થોની અલ્બનીઝ છે.
કોને કેટલું રેટિંગ મળ્યું ?
ગ્લોબલ લીડર અપ્રૂવલ રેટિંગ ટ્રેકર ( Global Leader Approval Rating Tracker) માં છઠ્ઠા નંબરે ઈટલીના પીએમ જિયોર્જિયા મેલોની (Giorgia Meloni) 41 ટકા સાથે છે. સાતમા સ્થાન પર રહેલા બેલ્જિયમના વડાપ્રધાન એલેક્ઝાંડર ડી ક્રૂને 37 ટકા રેટિંગ મળ્યું છે. આઠમાં નંબરે આવેલા અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન અને નવમા નંબરે આવેલા સ્પેનના પેડ્રો સાંચેઝને પણ 37 ટકા રેટિંગ મળ્યું છે.
રેટિંગમાં આઇરિશ વડાપ્રધાન લીઓ વરાડકર 36 ટકાના એપ્રુવલ રેટિંગ સાથે દસમા સ્થાને છે. વરાડકર પછી સ્વીડનના ઉલ્ફ ક્રિસ્ટરસન અને પછી પોલેન્ડના માર્સિકિવીઝ છે. ત્યારબાદ 13મા નંબરે કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોને 31 ટકા રેટિંગ મળ્યું છે. આ સિવાય બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનક 17માં નંબર પર છે અને તેમને 25 ટકા રેટિંગ મળ્યું છે.
PM મોદી 76 ટકા રેટિંગ સાથે સૌથી લોકપ્રિય વૈશ્વિક નેતા છે. મેક્સિકોના રાષ્ટ્રપતિ ઓબ્રાડોર સર્વેમાં બીજા સ્થાને રહ્યા છે, જેમને 66 ટકા રેટિંગ મળ્યું છે. યુએસ પ્રેસિડેન્ટ જો બાઈડેન 37 ટકા એપ્રુવલ રેટિંગ સાથે 8મા સ્થાને છે, જ્યારે આ જ સર્વેમાં ઈટાલીના PM જ્યોર્જિયા મેલોની 41 ટકા રેટિંગ સાથે છઠ્ઠા સ્થાને છે.






















