'જ્યારે તમારી માં હૉસ્પિટલમાં હતી...', સંન્યાસ બાદ આર.અશ્વિનને પીએમનો ભાવુક પત્ર
PM Modi on Ashwin Retirement: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પત્રમાં લખ્યું હતું કે, "આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી તમારી નિવૃત્તિની જાહેરાતથી ભારત અને વિશ્વભરના ચાહકોને આઘાત લાગ્યો છે
PM Modi on Ashwin Retirement: ભારતના દિગ્ગજ ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને ક્રિકેટના ત્રણેય ફોર્મેટને અલવિદા કહી દીધું છે. તેના આ નિર્ણયથી માત્ર ચાહકો જ નહીં પરંતુ ભારતીય ડ્રેસિંગ રૂમમાં તેના સાથી ખેલાડીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા. બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફી માટે ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ગયેલા અશ્વિને બ્રિસ્બેનના ગાબા ખાતે રમાયેલી ટેસ્ટ મેચ પૂરી થતાંની સાથે જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી હતી. અશ્વિનની ક્રિકેટમાંથી નિવૃત્તિ પર પીએમની પ્રતિક્રિયા જોવા મળી રહી છે.
'બહુજ યાદ આવશે 99 નંબર જર્સી'
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પત્રમાં લખ્યું હતું કે, "આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી તમારી નિવૃત્તિની જાહેરાતથી ભારત અને વિશ્વભરના ચાહકોને આઘાત લાગ્યો છે. એવા સમયે જ્યારે દરેકને વધુ ઑફ-બ્રેકની અપેક્ષા હતી, આવા સમયે તમે એક કેરમ બૉલ ફેંકી અને જેનાથી બધાથી બધાને ચોંકાવી દીધા. જોકે દરેક કોઇ સમજે છે કે, આ તમારા માટે પણ કઠીન નિર્ણય રહ્યો હશે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહેવાની સાથે જ, જર્સી નંબર 99ની બહુજ યાદ આવશે."
પીએમ મોદીએ લખ્યું, "ક્રિકેટ પ્રેમીઓ એ આશાની કમી રહેશે જે તેઓ અનુભવતા હતા જ્યારે તમે બૉલિંગ કરવા માટે ક્રિઝ પર આવો છો. હંમેશા એવું લાગતું હતું કે તમે તમારા વિરોધીઓની આસપાસ જાળી વીણતા હોવ, જે કોઈપણ સમયે શિકારને ફસાવી શકે છે. ટેસ્ટ મેચોમાં સૌથી વધુ મેન ઓફ ધ સીરીઝનો એવોર્ડ જીતવો એ દર્શાવે છે કે છેલ્લા ઘણા વર્ષોમાં ટીમની સફળતા પર તમારો કેટલો પ્રભાવ પડ્યો છે."
A letter from Prime Minister Narendra Modi to Ravichandran Ashwin 🇮🇳
— Johns. (@CricCrazyJohns) December 22, 2024
- Ash, An all time Great of India...!!!! pic.twitter.com/JJvS3nQK1B
પીએમ મોદીએ કર્યો અશ્વિનની માંનો ઉલ્લેખ
પોતાના પત્રમાં અશ્વિનની માતાનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું, "તમારી ઈમાનદારી અને પ્રતિબદ્ધતા પ્રતિકૂળ સંજોગોમાં પણ સામે આવી છે. અમે બધાને યાદ છે કે તમારી માતા હૉસ્પિટલમાં દાખલ હોવા છતાં તમે કેવી રીતે ટીમમાં યોગદાન આપવાનું ચાલુ રાખ્યું અને તે સમયે જ્યારે તમે પાછા આવો." તમે ચેન્નાઈમાં પૂર દરમિયાન તમારા પરિવારનો સંપર્ક કરી શક્યા ન હોવા છતાં દક્ષિણ આફ્રિકા સામે રમ્યા હતા."
પીએમ મોદીએ 2011ના ODI વર્લ્ડકપ અને 2013ની ચેમ્પિયન્સ ટ્રૉફીનો પણ ઉલ્લેખ કર્યો હતો. PMએ લખ્યું, "એક યુવા ખેલાડી તરીકે, તમે તમારા ટેસ્ટ ડેબ્યૂમાં પાંચ વિકેટો લીધી હતી અને 2011માં ODI વર્લ્ડકપ જીતનારી ટીમનો ભાગ હતા. જ્યારે તમે 2013માં ચેમ્પિયન્સ ટ્રૉફીની છેલ્લી ઓવરમાં ટીમને જીત અપાવી હતી."
આ પણ વાંચો