શોધખોળ કરો
Advertisement
રામ નગરી અયોધ્યામાં 2.30 કલાક સુધી રહેશે પીએમ મોદી, જાણો ભૂમિ પૂજન દરમિયાન પીએમ શું શું કરશે? સંપૂર્ણ કાર્યક્રમ
કોરોના સંકટને લઈને ગાઈડલાઈનનું અહીં ચૂસ્ત પાલન કરવુ જરૂરી છે. જેથી વડાપ્રધાન મોદી અયોધ્યામાં આશરે ત્રણ કલાકનો સમય વિતાવશે. જેમાં મંદિર દર્શન, પૂજા અર્ચના કાર્યક્રમનો સમાવિશ્ટ છે
નવી દિલ્હીઃ આવતીકાલે 5મી ઓગસ્ટે અયોધ્યામાં રામ જન્મભૂમિ પર રામ મંદિર નિર્માણનુ ભૂમિ પૂજન કાર્યક્રમ યોજાવવાનો છે. આ ભૂમિ પૂજન કાર્યક્રમમાં દેશની મોટી મોટી હસ્તીઓ સામેલ થવાની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભૂમિ પૂજનમાં મુખ્ય અતિથી બનશે. અહીં સુંદર શણગાર સાથે ભૂમિ પૂજન માટેની તૈયારીઓ પૂરી કરી દેવાઇ છે. ખાસ વાત છે કે કોરોના સંકટને લઈને ગાઈડલાઈનનું અહીં ચૂસ્ત પાલન કરવુ જરૂરી છે. જેથી વડાપ્રધાન મોદી અયોધ્યામાં આશરે ત્રણ કલાકનો સમય વિતાવશે. જેમાં મંદિર દર્શન, પૂજા અર્ચના કાર્યક્રમનો સમાવિશ્ટ છે.
અયોધ્યામાં વડાપ્રધાન મોદીનો સંપૂર્ણ કાર્યક્રમ
- 5મી ઓગષ્ટે સવારે 9:35 કલાકે દિલ્હીથી પ્રસ્થાન
- 10:35 કલાકે લખનૌ એરપોર્ટ ખાતે લેન્ડિંગ
- 10:40 કલાકે હેલિકોપ્ટર દ્વારા અયોધ્યા માટે પ્રસ્થાન
- 11:30 કલાકે અયોધ્યાની સાકેત કોલેજના હેલિપેડ પર લેન્ડિંગ
- 11:40 કલાકે હનુમાનગઢી પહોંચીને 10 મિનિટ સુધી દર્શન-પૂજન
- 12 કલાકે રામ જન્મભૂમિ પરિસર પહોંચવાનો કાર્યક્રમ
- 10 મિનિટમાં રામલલ્લા બિરાજમાન સ્થળે દર્શન પૂજન
- 12:15 કલાકે રામલલ્લા પરિસરમાં પારિજાતનું વૃક્ષારોપણ
- 12:30 કલાકે ભૂમિ પૂજન કાર્યક્રમનો શુભારંભ
- 12:40 કલાકે રામ મંદિરની આધારશિલાની સ્થાપના
- 02:05 કલાકે સાકેત કોલેજ હેલિપેડ માટે પ્રસ્થાન
- 02:20 કલાકે હેલિકોપ્ટર દ્વારા લખનૌ માટે ઉડાન
- ત્યાર બાદ લખનૌથી દિલ્હી માટે રવાના થશે
આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યામાં કેટલીય રેલીઓ કરી ચૂક્યા છે. પરંતુ તેઓ રામલલ્લાના દર્શને નથી ગયેલા, હવે પહેલીવાર તે રામ જન્મભૂમિમાં હાજરી આપશે. કોરોના સંકટને લીધે અહીં આકરા નિયમોનું પાલન કરાવવામાં આવશે જેમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન, માસ્ક પહેરવું ફરજિયાત અને સતત સેનિટાઈઝેશનનો સમાવેશ થાય છે.
ખાસ વાત છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સિવાય સંઘ પ્રમુખ મોહન ભાગવત, રાજ્યપાલ આનંદીબેન પટેલ, યુપીના સીએમ યોગી આદિત્યનાથ, રામ મંદિર ટ્રસ્ટના નૃત્યગોપાલ દાસ ઉપસ્થિત રહેશે. તે સિવાય કુલ 175 વિશિષ્ટ લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે જે કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
ગુજરાત
ક્રિકેટ
Advertisement