PM મોદીએ રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક દેશને સમર્પિત કર્યું, કહ્યું- મોદી યાદ રહે કે ના રહે, વીરતા યાદ રહેવી જોઈએ
![PM મોદીએ રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક દેશને સમર્પિત કર્યું, કહ્યું- મોદી યાદ રહે કે ના રહે, વીરતા યાદ રહેવી જોઈએ PM Narendra Modi dedicates national war memorial to the nation PM મોદીએ રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક દેશને સમર્પિત કર્યું, કહ્યું- મોદી યાદ રહે કે ના રહે, વીરતા યાદ રહેવી જોઈએ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/02/25123949/modi2.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
દેશની ભૂમિકામાં સૈનિકના શૈર્ય અને સમર્પણનું યોગદાન છે. સૈનિકોએ હંમેશા પહેલો વાર તેમના પર લીધો છે. આપણી સેના દુનિયાની સૌથી શક્તિશાળી સેનામાંની એક છે. હું પુલવામાના શહીદોને નમન કરું છું મોદીએ એમ પણ કહ્યું કે, હવે આપણી સેના પહેલા કરતા વધારે આત્મનિર્ભર થઈ છે. આપણી સેના સરહદો પર શાંતિ જાળવી રાવા માટે કામ કરે છે. સેનામાં મહિલાઓની ભાગીદારી વધારવાની દિશામાં કામ થઈ રહ્યું છે. 2009માં સેનાએ 1.86 લાખ બુલેટપ્રુફ જેકેટની માંગ કરી હતી. 2009થી 2014 સુધી પાંચ વર્ષ વીતી ગયા પણ સેના માટે બુલેટપ્રુફ જેકેટ નહોતા ખરીદવામાં આવ્યા. અમારી સરકારે છેલ્લા સાડા ચાર વર્ષમાં સેનાના જવાનો માટે બે લાખ ત્રીસ હજારથી વધારે બુલેટપ્રુફ જેકેટ ખરીદ્યા છે. જ્યારે અગાઉની સરકારે જવાનો માટે બુલેટપ્રુફ જેકેટની માંગની અવગણના કરી હતી.Delhi: PM Narendra Modi and Defence Minister Nirmala Sitharaman at the #NationalWarMemorial pic.twitter.com/BBYlxhB5HN
— ANI (@ANI) February 25, 2019
ભારતમાં રાફેલ વિમાન ન આવી શકે તે માટે વિપક્ષોએ ખૂબ કોશિશ કરી પરંતુ આગામી થોડા મહિનાઓમાં જ્યારે રાફેલ દેશની સરહદોની રક્ષા માટે ઉડાન ભરતાં જોવા મળશે ત્યારે વિરોધીઓને જવાબ મળી જશે. સેના અને દેશની સુરક્ષાને અમુક લોકોએ પોતાની કમાણીનું સાધન બનાવી લીધું હતું. કદાચ તેમને શહીદોને યાદ કરવાથી કંઈ મળવાનું નહોતું, તેથી તેમને ભૂલી જવાનું યોગ્ય લાગ્યું હતું. બોફોર્સથી લઈ હેલીકોપ્ટર સુધી તમામ તપાસ એક જ પરિવાર સુધી પહોંચવી ઘણું બધું કહી જાય છે.PM Modi: Khud ko Bharat ka bhagyavidhata samjhne waale logon ne rashtra ke suraksha se khilwad karne mein koi kasar nahi chodi. In 2009, Forces demanded 1,86,000 bullet-proof jackets, but faced enemies without them. Our govt in 4.5 yrs bought over 2,30,000 bullet-proof jackets pic.twitter.com/OcqsexkpxB
— ANI (@ANI) February 25, 2019
સેના માટે આધુનિક રાઇફલો ખરીદવા અને ભારતમાં બનાવવાનું કામ પણ અમારી સરકારે શરૂ કર્યું છે. તાજેતરમાં જ સરકારે 72 હજાર આધુનિક રાઇફલની ખરીદીનો ઓર્ડર આપ્યો છે. ઉપરાંત અમારી સરકારે 25 હજાર કરોડ રૂપિયાના દારૂ ગોળો અને ગોળીઓના મિશન મોડમાં ખરીદ્યા છે.PM Modi: Contribution from all parts of society is necessary in security of the nation. Because of this ideology, for the 1st time women are getting the opportunity to become fighter pilots. Decisions are being taken to strengthen the participation of daughters in the forces pic.twitter.com/YacVqPDovp
— ANI (@ANI) February 25, 2019
મારું સ્પષ્ટ માનવું છે કે મોદી મહત્વપૂર્ણ નથી પરંતુ આ દેશની સભ્યતા, સંસ્કૃતિ અને ઈતિહાસ સૌથી ઉપર છે. મોદી યાદ રહે કે ન રહે પરંતુ આ દેશના કરોડો લોકોનો ત્યાગ, તપસ્યા, સમર્પણ, વીરતા અને તેમની શૌર્યગાથા અમર રહેવી જોઈએ.PM Modi at the inauguration of National War Memorial in Delhi: We are continuously working towards making the Army self-reliant, the decisions which were thought to be impossible earlier have now been made possible. pic.twitter.com/dUqjxoGfpL
— ANI (@ANI) February 25, 2019
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)