શોધખોળ કરો
Advertisement
જમ્મુ કાશ્મીર પહોંચ્યા PM મોદી, જવાનો સાથે મનાવશે દિવાળી
મોદી આર્ટિકલ 370 હટ્યા બાદ પ્રથમવાર જમ્મુ કાશ્મીર પહોંચ્યા છે
કાશ્મીરઃ દર વર્ષની જેમ આ વર્ષે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જવાનો સાથે દિવાળી ઉજવશે. આ માટે મોદી આજે સવારે જમ્મુ કાશ્મીરના રાજૌરી સેક્ટર પહોંચ્યા હતા. ખાસ વાત એ છે કે મોદી આર્ટિકલ 370 હટ્યા બાદ પ્રથમવાર જમ્મુ કાશ્મીર પહોંચ્યા છે. વડાપ્રધાન મોદી અહીં એલઓસી પાસે જવાનો સાથે દિવાળી મનાવશે. નોંધનીય છે કે વડાપ્રધાન મોદી પદ સંભાળ્યા બાદથી અત્યાર સુધી દર વર્ષે જવાનો સાથે દિવાળી મનાવી છે. તેઓ કહી ચૂક્યા છે તે જવાનોને પોતાનો પરિવાર માને છે. 2018માં મોદીએ ભારત-ચીન સરહદ પર સૈન્ય અને આઇટીબીપી જવાનો સાથે દિવાળી ઉજવી હતી.
આ અગાઉ આજે વડાપ્રધાન મોદીએ મન કી બાત કાર્યક્રમમાં દેશવાસીઓને દિવાળીના અવસર પર શુભકામનાઓ પાઠવી હતી. તે સિવાય તેમણે ટ્વિટ કરીને પણ શુભકામના પાઠવી હતી. તેમણે લખ્યું કે, દેશવાસીઓને દિવાળીના પાવન અવસર પર ખૂબ શુભકામનાઓ. પ્રકાશનો આ ઉત્સવ આપણા તમામના જીવનમાં નવો પ્રકાશ લઇ આવે અને આપણો દેશ સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્યથી ભરપૂર રહે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ક્રિકેટ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion