શોધખોળ કરો
Advertisement
TIME મેગેઝીનના વિશ્વના 100 પ્રભાવશાળી લોકોમાં PM મોદી સહિત 5 ભારતીયોને મળ્યું સ્થાન, જાણો વિગત
ટાઈમ મેગેઝીનના લિસ્ટમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, તાઈવાનના રાષ્ટ્રપતિ ત્સઈ ઈંગ વેનને પણ સ્થાન મળ્યું છે.
નવી દિલ્હીઃ ટાઈમ મેગેઝીને ચાલુ વર્ષના વિશ્વના 100 સૌથી પ્રભાવશાળી લોકોનું લિસ્ટ જાહેર કર્યું છે. આ લિસ્ટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, એક્ટર આયુષ્માન ખુરાના સહિત પાંચ ભારતીયોને સ્થાન મળ્યું છે. આ ઉપરાંત ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ, લંડનમાં રહેતા ભારતીય મૂળના ડોક્ટર રવીંદ્ર ગુપ્તા અને શાહીનબાગ આંદોલનથી ચર્ચામાં આવેલી બિલ્કિસ દાદીનું નામ પણ લિસ્ટમાં છે. આ તમામ લોકો ચાલુ વર્ષે વિશ્વમાં સૌથી ચર્ચામાં રહ્યા હતા.
PM મોદી અંગે ટાઇમ મેગેઝીને લખ્યું, લોકતંત્ર માટે સ્વતંત્ર ચૂંટણી જરૂર નથી. ચૂંટણીથી માત્ર કોને સૌથી વધારે વોટ મળ્યા તે ખબર પડે છે. ભારત સાત દાયકાથી વિશ્વનું સૌથી મોટુ લોકતંત્ર રહ્યું છે. મોદી એમ્પાવરમેન્ટના વાયદા સાથે સત્તામાં આવ્યા. તેમની હિન્દુ રાષ્ટ્રવાદી ભાજપે માત્ર એલિટીઝ્મને જ નહીં, પણ પ્લૂરલિઝ્મને પણ ફગાવી દીધું. ભારતની 1.3 અબજની વસતિમાં ખ્રિસ્તી, મુસ્લિમ, શીખ, બૌદ્ધ, જૈન અને બીજા ધર્મના લોકો પણ સામેલ છે.
આયુષ્માન ખુરાના એકમાત્ર ભારતીય અભિનેતા છે, જેમને આ વર્ષે ટાઈમના 100 સૌથી પ્રભાવશાળી લોકોના લિસ્ટમાં સ્થાન મળ્યું છે. તેમના માટે અભિનેત્રી દીપિકા પાદુકોણે લખ્યું કે આયુષ્માન એવાં પાત્રોમાં પણ ઘણી સારી રીતે ઘૂસી જાય છે, જેને એકદમ સ્ટીરિયોટાઈપ ગણવામાં આવે છે. તેમણે ઘણી યાદગાર ફિલ્મો આપી છે.
ટાઈમ મેગેઝીનના લિસ્ટમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, તાઈવાનના રાષ્ટ્રપતિ ત્સઈ ઈંગ વેનને પણ સ્થાન મળ્યું છે. આ ઉપરાંત અમેરિકામાં રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જો બિડેન તથા કમલા હેરિસ, જર્મન ચાંસલર એંજલા મર્કેલ સહિત વિશ્વના નેતા સામેલ છે.
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
બિઝનેસ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion