(Source: ECI/ABP News/ABP Majha)
વડાપ્રધાન મોદીએ રવિન્દ્ર જાડેજા અને રિવાબા સાથે કરી અચાનક મુલાકાત, મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચાએ પકડ્યુ જોર
ભારતના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા અને તેમની પત્ની અને ભાજપના ધારાસભ્ય રિવાબા જાડેજાએ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી હતી.
નવી દિલ્હીઃ ભારતના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા અને તેમની પત્ની અને ભાજપના ધારાસભ્ય રિવાબા જાડેજાએ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી હતી. રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજા જામનગર ઉત્તર બેઠક પરથી ભાજપના ધારાસભ્ય છે.
It was great meeting you @narendramodi saheb🙏
— Ravindrasinh jadeja (@imjadeja) May 16, 2023
You are a prime example of hardwork & dedication for our motherland!
I'm sure you will continue to inspire everyone in the best way possible 💪 pic.twitter.com/BGUOpUiXa0
હાલમાં રવિન્દ્ર જાડેજા આઇપીએલમાં ચેન્નઇ સુપર કિંગ્સ તરફથી રમવામાં વ્યસ્ત છે. દિલ્હીમાં રિવાબા જાડેજા અને રવિન્દ્ર જાડેજાએ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી હતી. રિવાબા જાડેજાની અચાનક વડાપ્રધાન મોદી સાથેની મુલાકાતે ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચાએ જોર પકડ્યું હતું.
વડાપ્રધાન મોદી સાથેની મુલાકાતની તસવીર રિવાબા અને રવિન્દ્ર જાડેજાએ ટ્વિટર પર પોસ્ટ કરી હતી. તેમણે લખ્યું હતું કે તમે અમારી માતૃભૂમિ માટે સખત મહેનત અને સમર્પણનું શ્રેષ્ઠ ઉદાહરણ છો! મને ખાતરી છે કે તમે દરેકને શક્ય તેટલી શ્રેષ્ઠ રીતે પ્રેરણા આપતા રહેશો.
રિવાબા જાડેજા જામનગર ઉત્તરથી ભાજપના ધારાસભ્ય છે. તેઓ પ્રથમ વખત ધારાસભ્ય બન્યા હતા. તેમને 84336 મત મળ્યા હતા.
Gujarat BJP: ભાજપે જિલ્લા અને મહાનગરોના પ્રભારીઓની કરી નિમણૂક, જાણો કોને કોને મળ્યું સ્થાન
Gujarat BJP: ગુજરાત ભાજપ દ્વારા જિલ્લા અને મહાનગરોના પ્રભારીઓની કરી નિમણૂક કરવામાં આવી છે. આઠ મહાનગરો તથા જિલ્લાઓના પ્રભારીઓના નામની જાહેરાત કરાઈ છે. અમદાવાદ શહેર ભાજપના પ્રભારી તરીકે ઝવેરીભાઈ ઠકરાર, અમદાવાદ જિલ્લાના પ્રભારી તરીકે સુરેશ ગોધાણીની વરણી કરવામાં આવી છે. ગોરધન ઝડફીયાને વડોદરા શહેર ભાજપના પ્રભારી બનાવાયા છે.
Rozgar Mela: 71,000 યુવાનોને મળશે સરકારી નોકરી, વડાપ્રધાન 16 મેના રોજ વિતરણ કરશે જોઇનિંગ લેટર
Government Jobs: વડાપ્રધાન નરેન્દ્ર મોદી રોજગાર મેળા હેઠળ 71 હજાર લોકોને જોઇનિંગ લેટરનું વિતરણ કરશે. 16મી મેના રોજ રોજગાર મેળા દરમિયાન નવનિયુક્ત કર્મચારીઓને આ નિમણૂક પત્ર આપવામાં આવશે. મંગળવારે સવારે 10.30 કલાકે નિમણૂક પત્રોનું વિતરણ કરવામાં આવશે. વડાપ્રધાન આ કાર્યક્રમમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જોડાશે. આ પછી પીએમ મોદી યુવાનોને પણ સંબોધિત કરશે.
દેશમાં 45 જગ્યાએ આ જોબ ફેરનું આયોજન કરવામાં આવશે. આ જગ્યાઓ પર અધિકારીઓ દ્વારા નિમણૂક પત્ર આપવામાં આવશે. કેન્દ્ર સરકારના વિભાગોમાં 71 હજાર યુવાનોની ભરતી કરવામાં આવશે. આ ભરતીઓ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી પણ કરવામાં આવી રહી છે.
તમને કયા વિભાગોમાં નોકરી મળશે
સમગ્ર દેશમાંથી પસંદ કરાયેલા નવા કર્મચારીઓ ભારતીય ટપાલ સેવા, ટપાલ નિરીક્ષક, વાણિજ્ય-કમ-ટિકિટ કારકુન, જુનિયર કારકુન ટાઈપિસ્ટ, જુનિયર એકાઉન્ટ્સ ક્લાર્ક, ટ્રેક મેઈન્ટેનર, આસિસ્ટન્ટ સેક્શન ઓફિસર, લોઅર ડિવિઝન ક્લાર્ક, સબ ડિવિઝન ઓફિસર, ટેક્સ સહાય, સહાયક અમલીકરણ અધિકારી, તેમણે ઈન્સ્પેક્ટર, નર્સિંગ ઓફિસર, આસિસ્ટન્ટ સિક્યુરિટી ઓફિસર, ફાયરમેન, આસિસ્ટન્ટ એકાઉન્ટ્સ ઓફિસર, આસિસ્ટન્ટ ઓડિટ ઓફિસર, ડિવિઝનલ એકાઉન્ટન્ટ, ઓડિટર, કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, આસિસ્ટન્ટ કમાન્ડન્ટ, પ્રિન્સિપાલ, પ્રશિક્ષિત ગ્રેજ્યુએટ ટીચર, આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર, આસિસ્ટન્ટ પ્રોફેસર જેવી ઘણી જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે