શોધખોળ કરો
જમ્મુ-કાશ્મીરના યુવાઓને મોદીનું વચન-ઘાટીમાં જલદી ઉભા થશે રોજગારના અવસરો
કેન્દ્ર સરકાર પલ્બિક સેક્ટરની જરૂરિયાત પણ અહીના યુવાઓને નોકરી આપીને પુરી કરશે. યુવાઓને સરકારી જ નહી પરંતુ પ્રાઇવેટ સેક્ટરની નોકરી આપવામાં આવશે.

નવી દિલ્હીઃ જમ્મુ કાશ્મીરમાં કલમ 370 હટાવ્યા બાદ પ્રથમવાર આજે વડાપ્રધાન મોદીએ દેશને સંબોધન કર્યું હતું. વડાપ્રધાન મોદીએ જમ્મુ કાશ્મીરના યુવાઓને રોજગાર આપવાનો વિશ્વાસ અપાવ્યો હતો. મોદીએ કહ્યું કે, ટૂંક સમયમાં કેન્દ્રિય અને રાજ્યની ખાલી પદોને ભરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. કેન્દ્ર સરકાર પલ્બિક સેક્ટરની જરૂરિયાત પણ અહીના યુવાઓને નોકરી આપીને પુરી કરશે. યુવાઓને સરકારી જ નહી પરંતુ પ્રાઇવેટ સેક્ટરની નોકરી આપવામાં આવશે. સૈન્ય અને અર્ધસૈનિક દળોની ભરતી કરાશે. વડાપ્રધાને કાશ્મીરના કર્મચારીઓને કહ્યું કે, તેમને રાજ્ય અને કેન્દ્ર તરફથી મળનારી તમામ સુવિધાઓ આપવામાં આવશે. જેમાં જમ્મુ કાશ્મીર પોલીસ પણ સામેલ છે. તેમને બીજા રાજ્યોની જેમ એલટીસી, હાઉસ રેન્ટ એલાઉન્સ, બાળકોના શિક્ષણ માટે એલાઉન્સ અને હેલ્થ એલાઉન્સ પણ એ પરિવારોને મળશે.આ સાથે તેમણે કહ્યું કે, યુવાઓ માટે વડાપ્રધાન સ્કોલરશીપ યોજનાનો વિસ્તાર કરવામાં આવશે જેથી વધુને વધુ વિદ્યાર્થીઓ તેનો લાભ લઇ શકે છે. વડાપ્રધાને કહ્યું કે, મને પુરો વિશ્વાસ છે કે આ નવી વ્યવસ્થા હેઠળ આતંકવાદ અને અલગાવવાદથી લોકોને મુક્તિ અપાવશે. મને લાગે છે કે જમ્મુ કાશ્મીરમાં સ્થિતિ ફરીથી સામાન્ય બની જશે ત્યારે તેને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવામાં આવશે. જ્યારે લદાખ કેન્દ્રશાસિત પ્રદેશ જ રહેશે. નોંધનીય છે કે જમ્મુ કાશ્મીરના વિશેષ રાજ્યનો દરજ્જો ખત્મ કરવાના પ્રસ્તાવને રાજ્યસભા અને લોકસભામાંથી મંજૂરી મળ્યા બાદ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મંજૂરી આપી હતી. આ કલમ હટાવ્યા બાદ જમ્મુ કાશ્મીરમાં 35 હજારથી વધુ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે.
વધુ વાંચો





















