શોધખોળ કરો
Advertisement
વૈશ્વિક જલવાયુ સંમેલન: PM મોદીએ કહ્યું- રિન્યુએબલ એનર્જીની ક્ષમતામાં ભારત દુનિયામાં ચોથા ક્રમાંકે
પીએમ મોદીએ કહ્યું કે, અમારી સૌર ઉર્જા ક્ષમતા 2014માં 2.63 ગીગા વૉટથી વધીને અત્યારે 2020માં 36 ગીગા વૉટ થઈ ગઈ છે. અમારી નવીનીકરણ ઉર્જા ક્ષમતા વિશ્વમાં ચોથા નંબરે છે. આ 2022 પહેલા 175 ગીગા વૉટ થઈ જશે.
નવી દિલ્હી: પેરિસ જલવાયુ સમજૂતીની પાંચમી વર્ષગાંઠ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા વૈશ્વિક જલવાયુ શિખર સન્મેનલનને સંબોધન કર્યું હતું. સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું કે, જલવાયુંના સુધારામાં ભારત દુનિયાને પૂરો સહયોગ આપશે. વડાપ્રધાને કહ્યું કે, ભારત ના માત્ર પેરિસ એગ્રીમેન્ટને પ્રાપ્ત કરવાના ટ્રેક પર છે પણ ઉમ્મીદોથી આગળ વધીને તેના પર કામ કરી રહ્યું છે. અમે 2005ની સરખામણીએ ઉત્સર્જન તીવ્રતા 21 ટકા ઘટાડી દીધી છે.
પીએમ મોદીએ કહ્યું કે, અમારી સૌર ઉર્જા ક્ષમતા 2014માં 2.63 ગીગા વોટથી વધીને અત્યારે 2020માં 36 ગીગા વોટ થઈ ગઈ છે. અમારી નવીનીકરણ ઉર્જા ક્ષમતા વિશ્વમાં ચોથા નંબરે છે. આ 2022 પહેલા 175 ગીગા વૉટ થઈ જશે.
પેરિસ એગ્રીમેન્ટ જલવાયુ પરિવર્તન પર એક કાયદાકીય રીતે અનિવાર્ય આંતરરાષ્ટ્રી સંધિ છે. જેને 12 ડિસેમ્બર 2015ના રોજ પેરિસમાં પાર્ટીઓ સાથે 21માં સંમેલનમાં 196 દળો દ્વારા અપનાવવામાં આવ્યું હતું અને 4 નવેમ્બર 2016ના રોજ લાગુ કરવામાં આવ્યું હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement