Cyclone Biparjoy: વાવાઝોડાને લઈ પીએમ મોદી એક્શનમાં, યોજશે સમીક્ષા બેઠક
બિપરજોય વાવાઝોડું રૌદ્ર સ્વરૂપ ધારણ કરી ચૂક્યું છે.
PM Modi: બિપરજોય વાવાઝોડું રૌદ્ર સ્વરૂપ ધારણ કરી ચૂક્યું છે. જેને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બપોરે 1 વાગ્યે ત પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે બેઠક યોજશે. સૂત્રોએ આ માહિતી આપી છે.
Prime Minister Narendra Modi to hold a meeting to review the situation related to Cyclone Biparjoy at 1pm today: Sources pic.twitter.com/1yn90tlnD1
— ANI (@ANI) June 12, 2023
સૌરાષ્ટ્ર અને કચ્છમાં 5 દિવસ માટે ઓરેન્જ એલર્ટ જાહેર
બિપરજોય વાવાઝોડાને લઈને હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. હવામાન વિભાગએ સૌરાષ્ટ્ર અને કચ્છને 5 દિવસ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. ઓરેન્જ એલર્ટ એટલે વધુ નુકશાની દર્શાવતું એલર્ટ છે. આ એલર્ટ ખૂબ જ ખરાબ વાતાવરણની સંભાવના હોય છે ત્યારે આપવામાં આવે છે. ઓરેન્જ એલર્ટ ત્યારે આપવામાં આવે છે જ્યારે જાન-માલનું નુકસાન થવાની ભીતિ હોય છે. ઓરેન્જ એલર્ટ દરમિયાન, લોકોને તેમના ઘરોમાં રહેવાની સલાહ આપવામાં આવે છે. ચક્રવાતમાં પવનની ગતિ પ્રતિ કલાક 65 થી 75 કિ.મી. તેમજ 15 થી 33 મીમી વરસાદની સંભાવના છે. બિપરજોય વાવાઝોડાનું રૌદ્ર રૂપ જોતા કંડલા-પોરબંદર-ઓખા બંદર પર 9 નંબરનું સિગ્નલ લગાવાયું
વાવાઝોડાના રૌદ્ર રુપને જોતા ગુજરાતના અનેક બંદરો પર ભયસૂચક સિગ્નલ લગાવવામાં આવ્યા છે. જેમાં કંડલા, પોરબંદર, ઓખા બંદર અને મોરબીના નવલખી બંદર પર 9 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. ગુજરાત મેરી ટાઇમ બોર્ડ દ્વારા સિગ્નલ લગાવવામાં આવ્યું છે.
ભારતીય હવામાન વિભાગે રવિવારે મોડી રાત્રે ચક્રવાત બિપરજોયને લઈને ગુજરાત માટે યલો એલર્ટ જારી કર્યું હતું. IMDએ લખ્યું, સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠે યલો એલર્ટ. 15 જૂનની બપોર સુધીમાં, બિપરજોય માંડવી (ગુજરાત) અને કરાચી, પાકિસ્તાનમાંથી પસાર થવાની સંભાવના છે.
દરિયાકિનારે ફુંકાતા પવનની ઝડપના આધારે બંદર ઉપર વિવિધ નંબરના સિગ્નલ લગાવવામાં આવે છે. જેમાં ખાસ કરીને 1થી 12 નંબરના સિગ્નલ લગાવવામાં આવી રહ્યા છે. જેના આધારે દરિયામાં રહેલી બોટ, સ્ટીમર, જહાજના ચાલકને એ ખબર પડે કે દરિયો કેટલો ગાંડોતુર બનશે. જેમ જેમ સિગ્નલમાં અંક વધતો જાય તેમ તેમ વાવાઝોડાની તિવ્રતામાં વધારો હોય તેવુ નિર્દિષ્ટ કરવામાં આવે છે.
ગુજરાતના કચ્છમાં સત્તાવાળાઓએ નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને બહાર કાઢવા અને તેમને અસ્થાયી આશ્રયસ્થાનોમાં ખસેડવાનું શરૂ કર્યું છે. ન્યૂઝ એજન્સી એએનઆઈએ દીનદયાલ પોર્ટ ઓથોરિટીના અધિકારીને ટાંકીને જણાવ્યું હતું કે છ જહાજો બંદર છોડી ગયા છે અને સોમવારે વધુ 11 જહાજો રવાના થશે. પોર્ટ અધિકારીઓ અને શિપ માલિકોને પણ તકેદારી રાખવા માટે કહેવામાં આવ્યું છે.