શોધખોળ કરો
Advertisement
PM મોદીની દેશવાસીઓને અપીલ- આ દિવાળી પર એક દીવો સરહદ પર તૈનાત જવાનો માટે પ્રગટાવો
પીએમ મોદીએ લખ્યું કે, “આ દિવાળી પર આપણે એક દિવો સેનાને સલામી આપીને પ્રગટાવાનો છે, જે નિડર થઈને આપણા રાષ્ટ્રની રક્ષા કરી રહ્યાં છે.
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિવાળીના એક દિવસ પહેલા ટ્વિટ કરીને દેશવાસીઓને અપીલ કરી છે કે, દિવાળી પર સરહદ પર રાષ્ટ્રની રક્ષા કરી રહેલા સૈનિકોને યાદી કરીને એક દીવો જરૂર પ્રગટાવો.
પીએમ મોદીએ લખ્યું કે, “આ દિવાળી પર આપણે એક દીવો સેનાને સલામી આપીને પ્રગટાવાનો છે, જે નિડર થઈને આપણા રાષ્ટ્રની રક્ષા કરી રહ્યાં છે. આપણા સૈનિકોના મહાન પરાક્રમ માટે આપણી કૃતજ્ઞતાની ભાવનાને વ્યક્ત કરવા માટે શબ્દ અસમર્થ છે. આપણે સરહદ પર રહેતા સૈનિકોના પરિવારના પણ આભારી છીએ.”
પીએમ મોદીએ આ અપીલ દેશવાસીઓને એવા સમયે કરી છે જ્યારે દિવાળીના એક દિવસ પહેલા શુક્રવારે પાકિસ્તાનની સેનાએ જમ્મુ કાશ્મીરના ઉર સેક્ટરથી લઈને ગુરેજ સેક્ટર વચ્ચે અનેક જગ્યાએ એલઓસી પર સીઝ ફાયરનું ઉલ્લંઘન કર્યું છે, જેમાં ત્રણ જવાન સહિત 6 લોકોના મોત થયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement