પીએમ મોદીએ જાહેરાત કરી, જાણો હવે ક્યારે ખેંચાશે ત્રણેય કૃષિ કાયદાઓ પાછા.......
પીએમ મોદીએ આજે રાષ્ટ્રના નામે સંબોધન કરતા કહ્યું કે, હું ખેડૂતોના પડકારોને હળવા કરવા માટે આવ્યો છું,
નવી દિલ્હીઃ કેન્દ્રની મોદી સરકારે આજે દિવાળીના પાવન પર્વના દિવસે ખેડૂતોને મોટી ગિફ્ટ આપી છે, ખરેખરમાં કહીએ તો દેશના ખેડૂતોની જીત થઇ છે, પીએમ મોદીએ રાષ્ટ્રના નામે સંબોધન કરતી વખતે તાજેતરમાં જ બનાવવામાં આવેલા ત્રણેય કૃષિ કાયદાઓને પાછા ખેંચવાની જાહેરાત કરી દીધી છે, આ સાથે ખેડૂતોમાં ખુશીની લહેર પ્રસરી ગઇ છે. જાણો કેન્દ્રની સરકાર જાહેરાત બાદ હવે ક્યારે ખેંચશે આ ત્રણેય કાયદાઓને પાછા........
ખેડૂત આંદોલનની જીત
છેલ્લા એક વર્ષથી ચાલી રહેલા ખેડૂત આંદોલનને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. પીએમ મોદીએ આજે રાષ્ટ્રના નામે સંબોધન કરતી વખતે એલાન કર્યુ કે, કેન્દ્રની સરકાર ત્રણેય કૃષિ કાયદાઓને પાછા ખેંચી લેશે. રાષ્ટ્રના સંબોધન દરમિયાન પીએમ મોદીએ ખેડૂતોના પડકારોને દુર કરવાનુ નામ લઇને આ મોટી જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે, બેથી ત્રણ વર્ષોથી ત્રણેય કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતો એક જબરદસ્ત આંદોલન ચલાવ્યુ હતુ, જેમાં સરકાર પાસે કૃષિ કાયદાને પાછી ખેંચવાની માંગ મુકવામાં આવી હતી. જ્યારે બીજીબાજુ ખેડૂતો આંદોનના નેતા રાકેશ ટિકૈતે સરકારને ચારેય બાજુથી ઘેરી લીધી હતી. આ આંદોલનની ખેડૂત નેતા રાકેશ ટિકૈત આગેવાની કરી રહ્યાં હતા.
ક્યારે પાછા ખેંચાશે ત્રણેય કૃષિ કાયદાઓ-
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આજે હું તમને, આખા દેશને, આ બતાવવા આવ્યો છું કે અમે ત્રણેય કૃષિ કાયદાને પાછા લેવાનો નિર્ણય કર્યો છે. આ મહિનાના અંતમાં શરૂ થઇ રહેલા સંસદ સત્રમાં, અમે આ ત્રણેય કૃષિ કાયદાઓને રિપીલ કરવાની બંધારણીય પ્રક્રિયાને પુરી કરી દેશું.
પીએમ મોદીનુ સંબોધન
પીએમ મોદીએ આજે રાષ્ટ્રના નામે સંબોધન કરતા કહ્યું કે, હું ખેડૂતોના પડકારોને હળવા કરવા માટે આવ્યો છું, અને આજે હુ દેશના ખેડૂતોના મુદ્દાઓ પર જોર આપીશ. પીએમ મોદીએ કૃષિ કાયદાઓને પાછા ખેંચવાની જાહેરાત કરી દીધી હતી.