શોધખોળ કરો

PM Modi: PM મોદી આજે વિકસિત ભારત સંકલ્પ યાત્રાને કરશે સંબોધિત, CM યોગી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર

PM Modi: કેન્દ્ર સરકારની કલ્યાણકારી યોજનાને દેશભરમાં લઈ જનારી વિકસિત ભારત સંકલ્પ યાત્રા બે મહિનામાં જ જનભાગીદારીનું પ્રતિક બની ગઈ હતી

PM Modi: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વિકસિત ભારત સંકલ્પ યાત્રાને સંબોધિત કરશે. તેઓ લાઈવ સંવાદના માધ્યમથી ઉત્તર પ્રદેશમાં સરકારી યોજનાઓના લાભાર્થીઓ સાથે જોડાશે. લાભાર્થીઓની સાથે તમામ જનપ્રતિનિધિઓ પણ પીએમ મોદીનું સંબોધન સાંભળશે. આ પ્રસંગે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના પ્રદેશ અધ્યક્ષ ભૂપેન્દ્ર સિંહ ચૌધરી, પ્રદેશ મહાસચિવ (સંગઠન) ધર્મપાલ સિંહ અને નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય અને બ્રજેશ પાઠક લખનઉમાં જોડાશે.

વિકસિત ભારત સંકલ્પ યાત્રા સાથે 15 કરોડ લોકો જોડાયા

કેન્દ્ર સરકારની કલ્યાણકારી યોજનાને દેશભરમાં લઈ જનારી વિકસિત ભારત સંકલ્પ યાત્રા બે મહિનામાં જ જનભાગીદારીનું પ્રતિક બની ગઈ હતી. અત્યાર સુધીમાં 15 કરોડથી વધુ લોકો આ યાત્રામાં જોડાયા છે. લોકોની આ વિશાળ ભાગીદારી પ્રગતિશીલ ભારત તરફ સંયુક્ત માર્ગની રૂપરેખા આપવા માટે યાત્રાના ઉદેશ્યને રજૂ કરે છે.

વિકસિત ભારત સંકલ્પ યાત્રા એ એક ઐતિહાસિક પહેલ છે જેનો હેતુ દેશભરમાં સરકારી યોજનાઓની 100 ટકા પરિપૂર્ણતા સુનિશ્ચિત કરવાનો છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને તેલંગણા રાજ્યોમાં ઝુંબેશ શરૂ થયા બાદ લોકોની સહભાગિતાની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે. 13 ડિસેમ્બર 2023ના ચોથા સપ્તાહના અંતે આ યાત્રા 2.06 કરોડ લોકો સુધી પહોંચી હતી, જ્યારે 22 ડિસેમ્બરે પાંચમા સપ્તાહના અંતે આ સંખ્યા વધીને 5 કરોડ થઈ ગઈ હતી. આગામી ચાર અઠવાડિયામાં 10 કરોડ લોકો યાત્રામાં જોડાયા અને તે 15 કરોડ સહભાગીઓનો આંકડો પાર કરી ગયો. 17 જાન્યુઆરી સુધી વિકસિત ભારત સંકલ્પ યાત્રા ડેશબોર્ડમાં 2.21 લાખ ગ્રામ પંચાયતો અને 9,541 શહેરી સ્થળોને આવરી લેતા 15.34 કરોડ સહભાગીઓ હતા.

હેલ્થ કેમ્પમાં 4 કરોડથી વધુ લોકોની તપાસ

17 જાન્યુઆરી, 2024 સુધીમાં આરોગ્ય શિબિરોમાં 4 કરોડથી વધુ લોકોની તપાસ કરવામાં આવી છે. માય ભારત પર 38 લાખથી વધુ રજિસ્ટ્રેશન છે. બધા માટે સુલભ આરોગ્ય સેવા સુનિશ્ચિત કરવા માટે બે કરોડથી વધુ આયુષ્માન ભારત હેલ્થ કાર્ડ જાહેર કરવામાં આવ્યા છે. આ યાત્રામાં બે લાખથી વધુ ગ્રામ પંચાયતોને આવરી લેવામાં આવી છે. 11 કરોડથી વધુ લોકોએ 2047 સુધીમાં વિકસિત ભારતનું નિર્માણ કરવાનો સંકલ્પ કર્યો છે.

ગામડાઓમાં જોવા મળી સૌથી વધુ અસર

યાત્રાની વાસ્તવિક અસર ગામડે ગામડે જોવા મળી રહી છે. એક લાખથી વધુ ગ્રામ પંચાયતોએ આયુષ્માન કાર્ડ માટે 100 ટકા પરિપૂર્ણતા હાંસલ કરી છે. ‘હર ઘર જલ’ યોજના દ્વારા સ્વચ્છ પાણી હવે 79,000 થી વધુ ગ્રામ પંચાયતો સુધી પહોંચી રહ્યું છે, જ્યારે 1.38 લાખથી વધુ ગ્રામ પંચાયતોમાં 100 ટકા લેન્ડ રેકોર્ડ ડિજિટાઇઝેશનથી પારદર્શિતા અને સુરક્ષાની સુવિધા મળી છે. વધુમાં 17,000 થી વધુ ગ્રામ પંચાયતોએ ODF પ્લસ અનુપાલન હાંસલ કર્યું છે, જે સ્વચ્છ જીવન જીવવા માટેનું પ્રમાણપત્ર છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રેશન કાર્ડ કામગીરીમાં અરજદારોની હેરાનગતિનો પર્દાફાશ: પુરવઠા અધિકારીની તપાસમાં ભાંડો ફૂટ્યો
રેશન કાર્ડ કામગીરીમાં અરજદારોની હેરાનગતિનો પર્દાફાશ: પુરવઠા અધિકારીની તપાસમાં ભાંડો ફૂટ્યો
Crime News: અમદાવાદમાં કાળજુ કંપાવનારી ઘટના: સગા માસાએ 11 વર્ષની ભત્રીજી પર આચર્યું દુષ્કર્મ
Crime News: અમદાવાદમાં કાળજુ કંપાવનારી ઘટના: સગા માસાએ 11 વર્ષની ભત્રીજી પર આચર્યું દુષ્કર્મ
હવે 10 મિનિટમાં આવી જશે એમ્બ્યુલન્સ, ઈ-કોમર્સ કંપની Blinkit એ શરૂ કરી નવી સેવા
હવે 10 મિનિટમાં આવી જશે એમ્બ્યુલન્સ, ઈ-કોમર્સ કંપની Blinkit એ શરૂ કરી નવી સેવા
IND vs AUS: સિડની ટેસ્ટ નહીં રમે રોહિત શર્મા,આ ખેલાડીને લાગી લોટરી; જાણો પાંચમી ટેસ્ટના 3 મોટા અપડેટ
IND vs AUS: સિડની ટેસ્ટ નહીં રમે રોહિત શર્મા,આ ખેલાડીને લાગી લોટરી; જાણો પાંચમી ટેસ્ટના 3 મોટા અપડેટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સત્યાનાશHun To Bolish : હું તો બોલીશ : 'લક્કી ડ્રો'ના નામે લૂંટSurat News: સુરતના સચિનમાં ધો. 7ની વિદ્યાર્થિની સાથે દુષ્કર્મના ઈરાદે છેડતીSurat News: પાટણ બાદ સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં દારૂ પાર્ટી.

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રેશન કાર્ડ કામગીરીમાં અરજદારોની હેરાનગતિનો પર્દાફાશ: પુરવઠા અધિકારીની તપાસમાં ભાંડો ફૂટ્યો
રેશન કાર્ડ કામગીરીમાં અરજદારોની હેરાનગતિનો પર્દાફાશ: પુરવઠા અધિકારીની તપાસમાં ભાંડો ફૂટ્યો
Crime News: અમદાવાદમાં કાળજુ કંપાવનારી ઘટના: સગા માસાએ 11 વર્ષની ભત્રીજી પર આચર્યું દુષ્કર્મ
Crime News: અમદાવાદમાં કાળજુ કંપાવનારી ઘટના: સગા માસાએ 11 વર્ષની ભત્રીજી પર આચર્યું દુષ્કર્મ
હવે 10 મિનિટમાં આવી જશે એમ્બ્યુલન્સ, ઈ-કોમર્સ કંપની Blinkit એ શરૂ કરી નવી સેવા
હવે 10 મિનિટમાં આવી જશે એમ્બ્યુલન્સ, ઈ-કોમર્સ કંપની Blinkit એ શરૂ કરી નવી સેવા
IND vs AUS: સિડની ટેસ્ટ નહીં રમે રોહિત શર્મા,આ ખેલાડીને લાગી લોટરી; જાણો પાંચમી ટેસ્ટના 3 મોટા અપડેટ
IND vs AUS: સિડની ટેસ્ટ નહીં રમે રોહિત શર્મા,આ ખેલાડીને લાગી લોટરી; જાણો પાંચમી ટેસ્ટના 3 મોટા અપડેટ
પીવાના પાણીની સમસ્યા હોય તો આ ટોલ ફ્રી નંબર પર કરો કોલ, સરકાર તમારી ફરિયાદનું કરશે સમાધાન
પીવાના પાણીની સમસ્યા હોય તો આ ટોલ ફ્રી નંબર પર કરો કોલ, સરકાર તમારી ફરિયાદનું કરશે સમાધાન
નીતિશ કુમાર ફરી પલટી મારશે? લાલુ યાદવે ઓફર કરી તો નીતિશ કુમાર હસ્યા અને હાથ જોડીને....
નીતિશ કુમાર ફરી પલટી મારશે? લાલુ યાદવે ઓફર કરી તો નીતિશ કુમાર હસ્યા અને હાથ જોડીને....
Ahmedabad: જાહેર રસ્તાં પર તલવારો વીંઝતા ગુંડાતત્વોના ઘર પર બૂલડૉઝર એક્શન, ડિમૉલિશનની કામગીરી શરૂ
Ahmedabad: જાહેર રસ્તાં પર તલવારો વીંઝતા ગુંડાતત્વોના ઘર પર બૂલડૉઝર એક્શન, ડિમૉલિશનની કામગીરી શરૂ
Gandhinagar: મુખ્યમંત્રીને મળતી ભેટનું કરવામાં આવ્યું ઇ-એક્શન, જાણો કેટલી રકમ થઈ જમા
Gandhinagar: મુખ્યમંત્રીને મળતી ભેટનું કરવામાં આવ્યું ઇ-એક્શન, જાણો કેટલી રકમ થઈ જમા
Embed widget