શોધખોળ કરો
Advertisement
બ્રિટનની જેલમાં રહેશે નીરવ મોદી, 19 સપ્ટેમ્બર સુધી વધારાઇ જ્યુડિશિયલ કસ્ટડી
જૂલાઇમાં બ્રિટનની એક કોર્ટે પંજાબ નેશનલ બેન્ક સાથે 13500 કરોડ રૂપિયાની છેતરપિંડીમાં નીરવ મોદીની જ્યુડિશિયલ કસ્ટડીને 22 ઓગસ્ટ સુધી વધારતા તેને જામીન આવવાનો ઇનકાર કર્યો હતો.
નવી દિલ્હીઃ ભાગેડુ હિરા વેપારી નીરવ મોદીની જ્યુડિશિયલ કસ્ટડી વધારવામાં આવી છે. નીરવ મોદીએ હવે 19 સપ્ટેમ્બર સુધી જેલમાં જ રહેવું પડશે. નોંધનીય છે કે નીરવ મોદી બ્રિટનની જેલમાં બંધ છે. આ અગાઉ જૂલાઇમાં બ્રિટનની એક કોર્ટે પંજાબ નેશનલ બેન્ક સાથે 13500 કરોડ રૂપિયાની છેતરપિંડીમાં નીરવ મોદીની જ્યુડિશિયલ કસ્ટડીને 22 ઓગસ્ટ સુધી વધારતા તેને જામીન આવવાનો ઇનકાર કર્યો હતો.
જૂલાઇમાં નીરવ મોદી મામલાની સુનાવણી કરતા વેસ્ટમિસ્ટર મેજીસ્ટ્રેટ કોર્ટે મેટ્રોપોલિટન પોલીસને આદેશ આપ્યો હતો કે 22 ઓગસ્ટના રોજ આગામી સુનાવણી સુધીમાં નીરવ મોદીને પોતાની કસ્ટડીમાં રાખે. આ જ્યુડિશિયલ કસ્ટડી 19 સપ્ટેમ્બર સુધી વધારી દીધી છે.
નોંધનીય છે કે ભારતના ભાગેડુ હીરા વેપારીને 19 માર્ચના રોજ હોલબોર્નની ધરપકડ કરી હતી. ત્યારથી તેમના વિરુદ્ધ પ્રત્યાર્પણની કાર્યવાહી ચાલી રહી છે. પીએનબીનો આરોપ છે કે નીરવ મોદી અને તેના મામા મેહુલ ચોક્સીએ કેટલાક બેન્ક કર્મચારીઓની મદદથી 13,500 કરોડ રૂપિયાની છેતરપિંડી છે. ત્યારબાદથી બંન્ને વિરુદ્ધ ઇડી અને સીબીઆઇ દ્ધારા કરવામાં આવી રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગેજેટ
બિઝનેસ
Advertisement