Police : "જો સીમાને પાકિસ્તાન પરત ના મોકલાઈ તો થશે 26/11 જેવા હુમલા"
ફોન કરનારે ઉર્દૂમાં વાત કરી અને પાકિસ્તાની મહિલા સીમા હૈદર તેના વતન પાછી મોકલવામાં ના આવી તો 26/11 જેવો હુમલો કરવામાં આવશે તેવી ધમકી આપવામાં આવવી છે.
Seema Haider Pakistan Threat: મહારાષ્ટ્રની રાજધાની મુંબઈના ટ્રાફિક પોલીસ કંટ્રોલ રૂમને 26/11ના હુમલા જેવા આતંકવાદી હુમલાની ધમકી આપતો ફોન આવ્યો હતો. ફોન કરનારે ઉર્દૂમાં વાત કરી અને પાકિસ્તાની મહિલા સીમા હૈદર તેના વતન પાછી મોકલવામાં ના આવી તો 26/11 જેવો હુમલો કરવામાં આવશે તેવી ધમકી આપવામાં આવવી છે.
હવે આ મામલે પાકિસ્તન તરફથી ધમકી આપવામાં આવી રહી છે. ધમકી આપનારે મુંબઈ ટ્રાફીક કંટ્રોલ રૂમમાં ફોન કરી કહ્યું હતું કે, 'જો સીમા હૈદર પરત નહીં આવે તો ભારત બરબાદ થઈ જશે.' ફોન કરનારે 26/11ના આતંકવાદી હુમલાની ધમકી આપી હતી. ફોન કરનારે કહ્યું હતું કે, જો હુમલો થશે તો તેના માટે ઉત્તર પ્રદેશ સરકાર જવાબદાર રહેશે. મુંબઈ પોલીસ ટ્રાફિક કંટ્રોલ રૂમને 12 જુલાઈના રોજ આ કોલ આવ્યો હતો, જેની તપાસ કરવામાં આવી રહી છે.
મુંબઈ પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચ આ મામલે તપાસ કરી રહી છે. જો કે, વરિષ્ઠ અધિકારીઓએ તેને "હોક્સ કોલ" ગણાવ્યો છે. તેમણે કહ્યું હતું કે, અમે આ કોલ અંગે સંપૂર્ણ તપાસ કરી રહ્યા છીએ. આવો કોલ કોણે કર્યો તેની ખરાઈ કરવામાં આવી રહી છે. મુંબઈ પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચ આ મામલે તપાસ કરી રહી છે.
પાકિસ્તાની મહિલા સીમા હૈદર ઓનલાઈન ગેમિંગ દરમિયાન યુપીના નોઈડામાં રહેતા સચિન મીનાના પ્રેમમાં પડી ગઈ હતી. જે બાદ સીમા પાકિસ્તાનથી ભાગીને નેપાળ થઈને ભારત આવી હતી.
નોઈડા પોલીસે કરી ધરપકડ
સીમા હૈદરની પણ ભારતમાં ગેરકાયદેસર રીતે રહેવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. નોઈડા પોલીસે આ કેસમાં સચિનની ધરપકડ પણ કરી હતી. જોકે બાદમાં કોર્ટે બંનેને જામીન આપ્યા હતા. સીમા તેના ચાર બાળકો સાથે ભારત આવી હતી. હાલમાં તે પોતાના બાળકો સાથે સચિનના ઘરે રહે છે.
સીમા હૈદરે કહ્યું- તેના જીવને ખતરો
સીમાએ પાકિસ્તાન પરત મોકલવામાં આવે તો તેના જીવની ધમકી આપી છે. સીમાના પહેલા પતિએ ભારત સરકારને તેની પત્ની અને બાળકોને પાછા મોકલવાની અપીલ કરી છે. જેના પર સીમાએ કહ્યું હતું કે જો તેને પાકિસ્તાન પરત મોકલવામાં આવશે તો તેને ત્યાં મારી નાખવામાં આવશે. તેણે પોતાની સ્વતંત્ર ઇચ્છાથી હિંદુ ધર્મ અપનાવીને સચિન સાથે લગ્ન કર્યા છે.
ઓનલાઈન ગેમ્સ રમતા પ્રેમમાં પડ્યા
સચિને જણાવ્યું છે કે બંને 2019માં ઓનલાઈન ગેમ PubG રમતી વખતે એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. બંને વચ્ચે પહેલા મિત્રતા અને પછી પ્રેમ થયો. આ પછી બંને આ વર્ષે માર્ચ મહિનામાં નેપાળમાં મળ્યા હતા. જ્યાં બંનેએ લગ્ન કરી લીધા હતા. ત્યારબાદ બંને પોતપોતાના દેશમાં પરત ફર્યા હતા. સીમા 13 મેના રોજ નેપાળ થઈને ભારતમાં પ્રવેશી હતી અને સચિનના ઘરે પહોંચી હતી.