ઉત્તરાખંડ બાદ હવે આ રાજ્યમાં ભાજપના મુખ્યમંત્રી બદલવાનો ગણગણાટ ! CMને તાબડતોડ દિલ્હીનું તેડુ આવ્યું
મંત્રિમંડળના વિસ્તરણ બાબતે પૂછવા પર તેમણે કહ્યું, મારી સામ એવો કોઈ પ્રસ્તાવ નથી.
નવી દિલ્હીઃ ઉત્તરાખંડ બાદ હવે કર્ણાટકમાં ફેરફારનો ગણગણાટ શરૂ થઈ ગઓ છે. યેદિયુરપ્પા મંત્રિમંડળમાં ફેરબદલ કરવાને લઈને અટકળો ચાલી રહી છે. કર્ણાટકાના મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાને દિલ્હી બોલાવવામાં આવ્યા છે. યેદિયુરપ્પા આજે સાંજે પાચ કલાકે દિલ્હી પહોંચી જશે. ત્યાર બાદ આજે સાંજે અથવા કાલે તે ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કરી શકે છે.
જોકે કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાએ ગુરુવારે કહ્યું હતું કે, તેના મંત્રિમંડળના વિસ્તરણની કોઈ યોજના નથી. આ મામલે કોઈપણ નિર્ણય, ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રિય નેતૃત્વની સાથે દિલ્હીમાં તેમની મુલાકાત બાદ લેવામાં આવશે. રાજ્યના વિકાસ, સિંચાઈ પ્રોજેક્ટ અને અન્ય મુદ્દા પર પીએમ સાથે વાતચીત કરવા અને અનેક મંત્રીઓ સાથે મુલાકાત કરવા માટે દિલ્હી જઈ રહ્યો છું.
મંત્રિમંડળના વિસ્તરણ બાબતે પૂછવા પર તેમણે કહ્યું, “મારી સામ એવો કોઈ પ્રસ્તાવ નથી. (દિલ્હીમાં) ચર્ચા બાદ જોઈએ.” મંત્રિપરિષદમાં સંભવિત ફેરફારની અટકળોની વચ્ચે યેદિયુરપ્પાએ કહ્યું કે, એવી કોઈ ચર્ચા નથી થઈ. રાજ્ય ભાજપ અધ્યક્ષ નલિન કુમાર કટીલે બુધવારે કહ્યું હતું કે, આ મુખ્યમંત્રીના વિવેક પર નિર્ભર કરે છે.
પીએમ અને સંબંધિત મંત્રીઓની સાથે પ્રસ્તાવિત બેઠકમાં મુખ્યમંત્રી, કાવેરી નદી પર મેકેદાતુ પ્રોજેક્ટ માટે કેન્દ્ર સરકારની મંજૂરીની માગ કરી શકે છે. પડોસી રાજ્ય તમિલનાડુ આ પ્રોજેક્ટના વિરોધમાં છે. પીએમ સાથે મુલાકાત પર પૂછવામાં આવેલ સવાલના જવાબમાં યેદિયુરપ્પાએ કહ્યું હતું, “તેમણે (પીએમ) મુલાકાત માટે સમય આપવા કહ્યું છે. માટે બધા સાથે મુલાકાત કર્યા બાદ હું શનિવારે પરત આવીશ.”