શોધખોળ કરો

Sidhu Moosewala Killed: મૂસેવાલાની હત્યા પર ભાજપ-કૉંગ્રેસે AAPને ઘેર્યું, કેજરીવાલ અને ભગવંત માનને ગણાવ્યા જવાબદાર

પંજાબના માનસા જિલ્લામાં રવિવારે પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ફાયરિંગમાં અન્ય બે લોકો ઘાયલ થયા છે.

Reactions On Sidhu Moosewala Murder: પંજાબના માનસા જિલ્લામાં રવિવારે પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ફાયરિંગમાં અન્ય બે લોકો ઘાયલ થયા છે. પંજાબ સરકારે મૂસેવાલા સહિત 424 લોકોની સુરક્ષા પાછી ખેંચી લીધાના એક દિવસ બાદ આ ઘટના બની હતી.  આ  ઘટનાને લઈને ભાજપ, કોંગ્રેસ સહિત ઘણી પાર્ટીઓના નિવેદનો સામે આવી રહ્યા છે, જેમાં બધા આ હત્યા માટે પંજાબ સરકારને જવાબદાર ઠેરવી રહ્યા છે.

બીજેપી નેતા મનજિંદર સિંહ સિરસાએ આમ આદમી પાર્ટી અને પંજાબ સરકારને ઘેરતા કહ્યું કે મૂસેવાલાની સુરક્ષા કેમ હટાવી ? સિરસાએ આરોપ લગાવ્યો હતો કે સરકારની બેદરકારીના કારણે ગાયકની હત્યા થઈ છે. ભગવંત માન સરકારની આ સૌથી મોટી બેદરકારી છે. તેમણે કહ્યું કે તમે આવું પંજાબ બનાવવાની વાત કરી હતી શું ? જ્યાં પોતાના સસ્તા રાજકારણ માટે યુવાન બાળકોને મરાવી નાખશો.

બીજેપી નેતાએ કહ્યું- અરવિંદ કેજરીવાલ અને ભગવંત માને પાપ કર્યું છે

મનજિંદર સિંહ સિરસાએ વધુમાં કહ્યું કે આજે એક માતાનો પુત્ર જતો રહ્યો છે. અરવિંદ કેજરીવાલ અને ભગવંત માને  આ પાપ કર્યું છે. આ હત્યા અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનની ભૂલને કારણે થઈ છે. પહેલા તમે મૂસેવાલાની સિક્યોરિટી હટાવી દીધી, પછી તેનું નામ પણ સાર્વજનિક કરી દીધું. આ એક મોટી ભૂલ છે. તેની તપાસ થવી જોઈએ.

ભગવંત માન પર કાર્યવાહી થવી જોઈએ - કોંગ્રેસ

તે જ સમયે, કોંગ્રેસ તરફથી ટ્વિટ કરવામાં આવ્યું હતું કે પંજાબના કોંગ્રેસના ઉમેદવાર અને પ્રતિભાશાળી સંગીતકાર સિદ્ધુ મુસેવાલાની હત્યાથી કોંગ્રેસ પાર્ટી અને સમગ્ર દેશને ઘેરો આઘાત લાગ્યો છે. તેમના પરિવાર, ચાહકો અને મિત્રો પ્રત્યે અમારી ઊંડી સંવેદના. બીજી તરફ કોંગ્રેસ નેતા રાજકુમાર વેરકાએ મુસેવાલાની હત્યા પર કહ્યું છે કે આ મામલે ભગવંત માન પર કાર્યવાહી થવી જોઈએ.

પૂર્વ સીએમ કેપ્ટન અમરિંદર સિંહે શું કહ્યું?

બીજી તરફ પંજાબના પૂર્વ સીએમ કેપ્ટન અમરિન્દર સિંહે પંજાબમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલ ઉઠાવતા કહ્યું કે સિદ્ધુ મુસેવાલાની ઘાતકી હત્યા ચોંકાવનારી છે. શોકગ્રસ્ત પરિવાર પ્રત્યે મારી ઊંડી સંવેદના. પંજાબમાં કાયદો અને વ્યવસ્થા સંપૂર્ણપણે પડી ભાંગી છે. ગુનેગારોને કાયદાનો ડર નથી. પંજાબની AAP સરકાર ખરાબ રીતે નિષ્ફળ ગઈ છે. પંજાબમાં કોઈ સુરક્ષિત નથી.

તાજેતરમાં કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા સુનીલ જાખડેકહ્યું કે સિદ્ધુ મૂસેવાલાની હત્યા ખૂબ જ આઘાતજનક છે. સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે સુરક્ષાના મુદ્દાઓ સાથે ચેડા કરવા માટે આમ આદમી પાર્ટીને જવાબદાર ઠેરવવી જોઈએ. શિરોમણી અકાલી દળના પ્રમુખ સુખબીર સિંહ બાદલે કહ્યું કે હું યુવા પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાની હત્યા અંગે જાણીને ચોંકી ગયો છું. તેમના પરિવાર અને મિત્રો પ્રત્યે મારી સંવેદના. જવાબદારોની તાત્કાલિક ધરપકડ કરવી જોઈએ. આ પંજાબમાં કાયદો અને વ્યવસ્થા ખરાબ હોવાનું દર્શાવે છે.

સિદ્ધુ મૂસેવાલાએ આ વર્ષે કોંગ્રેસની ટિકિટ પર માનસાથી વિધાનસભા ચૂંટણી લડી હતી. તેને  આમ આદમી પાર્ટીના ડો.વિજય સિંગલાએ હરાવ્યા હતા. સિદ્ધુ મુસેવાલા ભણવા માટે કેનેડા ગયા હતા, ત્યારપછી જ્યારે તેઓ પંજાબ પરત ફર્યા તો તેઓ ગાયક તરીકે પાછા ફર્યા. સિદ્ધુ મુસેવાલા પણ ઘણા વિવાદો સાથે જોડાયેલા હતા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

શરદ પવાર MVA સાથે મોટી ગેમ રમશે? નારાયણ રાણેના દાવાએ કોંગ્રેસ-ઉદ્ધવનું ટેન્શન વધાર્યું
શરદ પવાર MVA સાથે મોટી ગેમ રમશે? નારાયણ રાણેના દાવાએ કોંગ્રેસ-ઉદ્ધવનું ટેન્શન વધાર્યું
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
IND vs AUS: ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ટેસ્ટમાં પંતે અનેક દિગ્ગજ ખેલાડીઓને પાછળ છોડ્યા, 37 રનની ઇનિંગમં બનાવ્યો મહારેકોર્ડ
ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ટેસ્ટમાં પંતે અનેક દિગ્ગજ ખેલાડીઓને પાછળ છોડ્યા, 37 રનની ઇનિંગમં બનાવ્યો મહારેકોર્ડ
India Canada Relations: જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે ધરમના ધક્કા ?Hun To Bolish : હું તો બોલીશ : મેડિકલ માફિયાના બાપ કોણ?Surat Crime : સુરતમાં પત્નીની હત્યા બાદ પતિએ કરી લીધો આપઘાત, કારણ જાણીને ચોંકી જશોPanchmahal Crime : પંચમહાલમાં લોહિયાળ જંગ, ગોધરામાં 2-2 હત્યાથી મચ્યો ખળભળાટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શરદ પવાર MVA સાથે મોટી ગેમ રમશે? નારાયણ રાણેના દાવાએ કોંગ્રેસ-ઉદ્ધવનું ટેન્શન વધાર્યું
શરદ પવાર MVA સાથે મોટી ગેમ રમશે? નારાયણ રાણેના દાવાએ કોંગ્રેસ-ઉદ્ધવનું ટેન્શન વધાર્યું
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
IND vs AUS: ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ટેસ્ટમાં પંતે અનેક દિગ્ગજ ખેલાડીઓને પાછળ છોડ્યા, 37 રનની ઇનિંગમં બનાવ્યો મહારેકોર્ડ
ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ટેસ્ટમાં પંતે અનેક દિગ્ગજ ખેલાડીઓને પાછળ છોડ્યા, 37 રનની ઇનિંગમં બનાવ્યો મહારેકોર્ડ
India Canada Relations: જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
Ration Card ekyc: ઘરે બેઠા રેશનકાર્ડ eKYC કરવાની સૌથી સરળ રીત
Ration Card ekyc: ઘરે બેઠા રેશનકાર્ડ eKYC કરવાની સૌથી સરળ રીત
આ ખાસ કેટેગરીમાં ગુજરાત સરકાર કરશે મોટાપાયે ભરતી, 21114 જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરૂ
સરકારી નોકરીઃ આ ખાસ કેટેગરીમાં ગુજરાત સરકાર કરશે મોટાપાયે ભરતી, 21114 જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરૂ
મહારાષ્ટ્રમાં પરિણામો પહેલા BJPને ઝટકો, ઉદ્ધવ જૂથમાં જોડાયા આ દિગ્ગજ નેતા
મહારાષ્ટ્રમાં પરિણામો પહેલા BJPને ઝટકો, ઉદ્ધવ જૂથમાં જોડાયા આ દિગ્ગજ નેતા
Embed widget