Population Control Act: દેશમાં ફક્ત બે બાળકોની નીતિ બનાવવા મુદ્દે સરકારે શું આપ્યું મોટું નિવેદન? જાણો વિગત
સાંસદ ઉદય પ્રકાશસિંહ દ્વારા આ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. જેના જવાબમાં રાજ્યકક્ષાના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ભારતી પવારે જવાબ આપ્યો હતો કે, અત્યારે બે બાળોકની નીતિ લાવવાની કોઈ યોજના નથી.
Population Control Act: ઉત્તર પ્રદેશમાં બે બાળકોની નીતિ લાગું થયા પછી આખા દેશમાં આ નીતિ લાવવાની વાતો ચાલી રહી હતી. ત્યારે હવે દેશની મોદી સરકારે બે બાળકોની નીતિને લઈને લોકસભામાં મોટું નિવેદન આપ્યું છે. સરકારે ફરી એકવાર કહ્યું છે કે, અત્યારે બે બાળોકની નીતિ લાવવાની કોઈ યોજના નથી. સાંસદ ઉદય પ્રકાશસિંહ દ્વારા આ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. જેના જવાબમાં રાજ્યકક્ષાના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ભારતી પવારે જણાવ્યું કે, અત્યારે બે બાળકોની નીતિ લાવવાની કોઈ યોજનાન નથી.
સંસદના ચોમાસુ સત્રમાં આજે ભાજપના ત્રણ અને જનતાદળ(યુ)ના એક સાંસદ લોકસભામાં જનસંખ્યા નિયંત્રણ કાયદોની માંગને લઈને પ્રાઇવેટ મેમ્બર બિલ રજૂ કરવાના હતા. જોકે, આ બિલ કરી શકાયા નથી. ભાજપ તરફથી ગોરખપુરના સાંસદ રવિ કિશનનું નામ પણ આમા સામેલ હતું.
નોંધનીય છે કે, ઉત્તર પ્રદેશની સરકાર પણ પોતાના રાજ્યમાં જનસંખ્યા નિયંત્રણ કાયદાનો ડ્રાફ્ટ કરવાની તૈયારીમાં છે.
168 લોકસભા સાંસદોને બેથી વધુ બાળકો
લોકસભાના સાંસદોના ડેટા પ્રમાણે, કુલ 540માંથી 168 સાંસદોને બેથી વધુ બાળકો છે. જેમાંથી 105 સાંસદો ભાજપના છે. ભાજપના આ 105 સાંસદોમાંથી 66 ત્રણ સંતાનો છે. જ્યારે 26 સાંસદોને 4 અને 13 સાંસદોને 5 સંતાનો છે. જ્યારે ત્રણ સાંસદ AIUDFના મૌલાના બદરૂદ્દીન અજમલ, જદ(યૂ)ના દિલેશ્વર કમૈત અને અપના દળના પકૌડી લાલને 7-7 સંતાનો છે.
કોરોનાની ત્રીજી લહેરને લઈન દિલ્હી એઇમ્સના ડાયરેક્ટરનું મહત્ત્વપૂર્ણ નિવેદ, કહ્યું- ક્યારે આવશે તે....
કોરોનાની ત્રીજી લહેરને લઈને દિલ્લી એઈમ્સના ડાયરેક્ટર રણદીપ ગુલેરીયાએ મહત્વપૂર્ણ અને ચેતવણીરૂપ નિવેદન આપ્યું છે. રણદીપ ગુલેરીયાએ જણાવ્યું કે કોરોનાની ત્રીજી લહેર ક્યારે આશે તે કહી શકાય નહી. અને ત્રીજી લહેર કેટલી ખતરનાક હશે તે આપણે વ્યવહાર પર નિર્ભર કરે છે. એટલુ જ નહી સૌથી મોટુ નિવેદન ગુલેરીયાએ એ આપ્યું છે સપ્ટેમ્બર મહિનામાં બાળકોની વેક્સિન આવે તેવી શક્યતા છે.
દેશમાં બે દિવસ બાદ ફરીથી કોરોનાના નવા કેસ 40 હજારથી ઓછા આવ્યા છે. શુક્રવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી બહાર પાડવામાં આવેલ આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 35342 નવા કોરોનાના કેસ આવ્યા અને 483 સંક્રમિતોના મોત થયા છે. આ પહેલા ગુરુવારે 42383 અને બુધવારે 42015 નવા કેસ આવ્યા હતા. જ્યારે વિતેલા 24 કલાકમાં 38740 લોકો કોરોનાથી ઠીક પણ થયા છે એટલે કે ગઈકાલે 3881 એક્ટિવ કેસ ઘટી જશે.
કોરોના સંક્રમણના કુલ કેસ
દેશમાં કોરોના એક્ટિવ કેસની સંખ્યા ચાર લાખથી વધારે છે. કુલ 4 લાખ 5 હજાર લોકો હાલમાં કોરોના વાયરસથી સંક્રમિત છે, જેની સારવાર ચાલી રહી છે. મહામારીની શરાતથી લઈને અત્યાર સુધી ત્રણ કરોડ 12 લાખ 93 હજાર લોકો સંક્રમિત થયા છે. તેમાંથી 4 લાખ 19 હજાર 470 લોકોના મોત થયા છે. સારી વાત એ છે કે 3 કરોડ 4 લાખ 68 હજાર લોકો ઠીક પણ થયા છે.
સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર, 22 જુલાઈ સુધી દેશભરમાં 42 કરોડ 34 લાખ કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે. વિતેલા દિવસે 54 લાખ 76 હજાર રસીના ડોઝ આપવામાં આવ્યા. જ્યારે આઈસીએમઆર અનુસાર અત્યાર સુધી 45 કરોડ 29 લાખ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. વિતેલા દિવસે 16.68 લાખ કોરોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા જેનો પોઝિટિવીટ રેટ 3 ટકાથી ઓછો છે.
દેશમાં કોરોનાથી મૃત્યુ દર 1.34 ટકા છે જ્યારે રિકવરી રેટ 97 ટકાથી વધારે છે. એક્ટિવ કેસ 1.3 ટકા છે. કોરોના એક્ટિવ કેસના મામલે વિશ્વમાં ભારત સાતમાં સ્થાન પર છે. કુલ સંક્રમિતોની સંખ્યાના મામલે ભારત બીજા નંબર પર છે. જ્યારે અમેરિકા, બ્રાઝીલ બાદ સૌથી વધારે મોત ભારતમાં થયા છે.