કેટલાક લોકોને કેમ નથી થતો કોરોના, રિસર્ચમાં સામે આવ્યું આ તારણ, જાણો શું છે નિષ્કર્ષ
શું કોરોના વાયરસથી સંક્રમિત થવાની તીવ્રતા વ્યક્તિના બ્લડ ગ્રૂપ પર આધાર રાખે છે. તો પ્રાથમિક રિસર્ચ પરથી કહી શકાય કે હા, બ્લડના જિનનો સંક્રમણની ઓછા વતતી તીવ્રતા પણ આધાર છે. તો જો આપનું બ્લડ ગ્રૂપ આ હશે તો આપને સંક્રમણનું જોખમ બહુ ઓછું રહે છે.
![કેટલાક લોકોને કેમ નથી થતો કોરોના, રિસર્ચમાં સામે આવ્યું આ તારણ, જાણો શું છે નિષ્કર્ષ Positive blood group People do not effects by corona positive કેટલાક લોકોને કેમ નથી થતો કોરોના, રિસર્ચમાં સામે આવ્યું આ તારણ, જાણો શું છે નિષ્કર્ષ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/05/11/41e2d2e2781311acec6e97a10a5c30e3_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
coronavirus:ભારત સરકારના અનુસંધાન ભવનમાં વૈજ્ઞાનિકોએ કરેલા રિસર્ચ અને સર્વે પરથી એ તારણ સામે આવ્યું છે કે, કેટલાક બ્લડ ગ્રૂપના લોકો વધુ સંક્રમિત થઇ રહ્યાં છે કેટલાક બ્લડ ગ્રૂપને કોરોનાની વધુ અસર નથી થતી. તો જાણીએ ક્યાં બ્લડ ગ્રૂપના લોકો નથી થતો.
ભારત સરકારના અનુસંધાન ભવનમાં વૈજ્ઞાનિકોએ કરેલા રિસર્ચ અને સર્વે પરથી એ તારણ સામે આવ્યું છે કે, કેટલાક બ્લડ ગ્રૂપના લોકો વધુ સંક્રમિત થઇ રહ્યાં છે કેટલાક બ્લડ ગ્રૂપને કોરોનાની વધુ અસર નથી થતી. CSIRએ આ મુદે 10,427 લોકો પર એપિડેમિયોલોજી સર્વેક્ષણ કર્યું. આ સર્વેક્ષણમાં મુખ્ય 4 તારણો સામે આવ્યાં. પહેલું તારણ O+ બ્લડ ગ્રૂપના બહુ ઓછા લોકોમાં એન્ટીબોડી બની હતી. તેનો અર્થ એવો થયો કે O+ બ્લડ ગ્રૂપના બહુ ઓછા લોકો કોરોનાથી સંક્રમિત થયા હતા. બીજું તારણ એ સામે આવ્યું કે, AB+ બ્લડગ્રૂપના લોકોમાં સૌથી વધુ એન્ટી બોડી બની હતી. તેનો અર્થ છે કે A અને B પોઝિટિવ બ્લડ ગ્રૂપના લોકો વધુ કોરોનાથી સંક્રમિત થયા. રિસર્ચનો ત્રીજા નિષ્કર્ષની વાત કરીઓ તો તેમાં શાકાહારી લોકોમાં ખૂબ જ ઓછી એન્ટીબોડી જોવા મળી. એટલે કે શાકાહારી લોકોને માંસાહાર કરતા લોકોની તુલનામાં ઓછું સંક્રમણ થયું.
વૈજ્ઞાનિકોના મત મુજબ ઓ ગ્રૂપ ધરાવતાં લોકો માટે એવા જિન હોઇ શકે છે. જેના કારણે તેના વાયરસના સંક્રમણની અસર નથી થતી. સંક્રમણથી બચી જાય છે અથવા તો વધુ અસર નથી થતી. અમેરિકા બાયોટેકનોલોજી કંપનીએ કોરોના વાયરસ અને હ્યમુન જિન્સ પર સંશોધન કર્યું સ્ટડીનું પણ એવું જ તારણ છે કે. અન્ય બ્લડ ગ્રૂપની તુલનાં o+ પોઝિટિવ ગ્રૂપના લોકોમાં કોરોના સંક્રમણનો ખતરો ખૂબ જ ઓછો એટલે માત્ર 18 ટકા જ રહે છે.
દેશમાં હાલ કોરોનાની શું છે સ્થિતિ
દેશમાં કોરોનાના કેસનું કિડિયારી ઉભરાયું છે. ભારતમાં કોરોના મહામારીએ (Coronavirus) ભારે તાંડવ મચાવ્યું છે અને બેકાબૂ બનેલી કોરોનાની લહેર અટકવાનું નામ જ નથી લઈ રહી. આ દરમિયાન આજે રાહતના સમાચાર આવ્યા છે. ભારતમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક અઢી લાખ પહોંચી ગયો છે. આ સાથે ભારત વિશ્વમાં ત્રીજા ક્રમે છે. વિશ્વમાં કુલ મૃત્યુઆંકની 5.95 લાખ સાથે અમેરિકા પ્રથમ અને 4.22 લાખ સાથે બ્રાઝિલ બીજા ક્રમે છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 3,29,942 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 3876 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,56,082 લોકો ઠીક પણ થયા છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)