શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ગુજરાતમાં રૂપાણી સરકાર નવરાત્રિ યોજવાની મંજૂરી આપે તેવી શક્યતા, જાણો કોણે આપ્યો સંકેત ને શું કહ્યું ?
નીતિન પટેલે નવરાત્રિને મંજૂરી મુદ્દે જણાવ્યું હતું કે, ગુજરાતની નવરાત્રિ દેશ દુનિયામાં જાણીતી છે.
ગાંધીનગરઃ ગુજરાતીઓ માટેનો સૌથી મોટો ઉત્સવ મનાતી નવરાત્રિ યોજવાની મંજૂરી મળશે કે નહીં એ મુદ્દે અવઢવ છે ત્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે નવરાત્રિના આયોજનને મંજૂરી અપાય તેવો સંકેત આપ્યો છે. નીતિન પટેલે જણાવ્યું છે કે નવરાત્રિના આયોજન અંગે રાજ્ય સરકાર વિચારી રહી છે અને શક્ય તેટલી છૂટછાટ આપી શકાય તેના વિશે ચર્ચા કરવા તૈયાર છે. નિયંત્રણો સાથે નવરાત્રીમાં ગરબાને મંજૂરી અપાય તેવા નીતિન પટેલેસંકેત આપ્યા છે.
નીતિન પટેલે નવરાત્રિને મંજૂરી મુદ્દે જણાવ્યું હતું કે, ગુજરાતની નવરાત્રિ દેશ દુનિયામાં જાણીતી છે. રાજ્યમાં પણ ખેલૈયા નવરાત્રિ માટે કાગડોળે રાહ જોતા હોય છે. કોરોના વચ્ચે પણ લોકો નવરાત્રિ રમવા લોકો ઉત્સુક છે ત્યરે સરકાર આ અંગે વિચારણા કરશે. તેમણ કહ્યું કે, ગુજરાતના ગરબા વિશ્વમાં આગવી ઓળખ ધરાવે છે પણ કોરોનાના કારણે મોટો ખતરો છે ત્યારે હાલ રાજ્યમાં કોરોનાનું સંક્રમણ અટકે એ જરૂરી છે તેથી સરકાર બધાં પાસાં અંગે વિચારીને નિર્ણય લેશે.
નીતિન પટેલના નિવેદનનો એવો અર્થ કઢાઈ રહ્યો છે કે, કોરોનાના રોગચાળા વચ્ચે પણ રાજ્ય સરકાર નવરાત્રિ માટે મંજૂરી આપી શકે છે.
કેંદ્ર, કોર્ટના આદેશોને ધ્યાનમાં રાખી મર્યાદા સાથે મંજૂરી આપી શકાય કે નહી તે મુદ્દે વિચારણા ચાલી રહી છે. તેમણે કહ્યું કે, ગુજરાત માટે નવરાત્રી ખૂબ મહત્વની છે તેથી ગાઈડલાઈનની મર્યાદામાં રહી ક્યા પ્રકારની અનુમતી આપવી તે અંગે વિચારણા ચાલ રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
આઈપીએલ
આઈપીએલ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion