આર્યન ખાન ડ્રગ્સ કેસમાં NCBના મુખ્ય સાક્ષી પ્રભાકર સેલનું નિધન, સમિર વાનખેડે પર લગાવ્યો હતો લાંચ લેવાનો આરોપ
કોર્ડેલિયા ક્રૂઝ ડ્રગ કેસમાં NCBના મુખ્ય સાક્ષી પ્રભાકર સેલનું ગઈકાલે અવસાન થયું છે. પ્રભાકર સેલ મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં સ્વતંત્ર સાક્ષી હતો જેણે દાવો કર્યો હતો કે તે કે.પી ગોસાવીનો અંગત બોડીગાર્ડ હતો.
કોર્ડેલિયા ક્રૂઝ ડ્રગ કેસમાં NCBના મુખ્ય સાક્ષી પ્રભાકર સેલનું ગઈકાલે અવસાન થયું છે. તેમના વકીલ તુષાર ખંડારેના જણાવ્યા અનુસાર, ગઈકાલે ચેમ્બુરના માહુલ વિસ્તારમાં તેમના નિવાસસ્થાને હાર્ટ એટેકથી તેમનું અવસાન થયું હતું. પ્રભાકર સેલના મૃતદેહને આજે સવારે તેમના અંધેરીના નિવાસસ્થાને લાવવામાં આવશે ત્યાર બાદ તેમને અંતિમ વિદાય આપવામાં આવશે.
પ્રભાકર સેલ કોણ હતો?
પ્રભાકર સેલ મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં સ્વતંત્ર સાક્ષી હતો જેણે દાવો કર્યો હતો કે તે કે.પી ગોસાવીનો અંગત બોડીગાર્ડ હતો. પ્રભાકર સેલ એ જ વ્યક્તિ છે જેણે મુંબઈના નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)ના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડે પર 25 કરોડ રૂપિયાની લાંચ માંગવાનો આરોપ મૂક્યો હતો.
આ કેસમાં કે.પી ગોસાવીનું નામ પણ ખૂબ ચર્ચામાં આવ્યું હતું અને પ્રભાકર સેલ તેનો ડ્રાઇવર રહી ચૂક્યા છે. કે.પી ગોસાવી એ જ વ્યક્તિ છે જેની સાથે આર્યન ખાનની સેલ્ફી સોશિયલ મીડિયા પર એ સમયે ઘણી વાયરલ થઈ હતી. આ સિવાય પ્રભાકર સેલે NCBના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે પર આરોપ લગાવ્યો હતો કે તેણે આ કેસમાં સાક્ષીઓને ખરીદવાનો પ્રયાસ કર્યો હતો.
શું છે આર્યન ખાન ડ્રગ કેસ કેસઃ
ગયા વર્ષે 3 ઓક્ટોબરે મુંબઈના દરિયા કિનારે એક ક્રુઝ શિપ પર દરોડા પાડ્યા બાદ આર્યન ખાનની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીઓ પર કથિત રીતે પ્રતિબંધિત દવાઓ રાખવા, સેવન કરવા, ખરીદવા અને વેચવા, ષડયંત્ર રચવા જેવી એનડીપીએસ એક્ટની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.