શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી, નાનાજી દેશમુખ અને ભૂપેન હજારીકાને ભારત રત્નથી કરાયા સન્માનિત
પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને ગુરૂવારે દેશનુ સર્વોચ્ચ નાગરિક સમ્માન ભારત રત્નથી સમ્માનિત કરવામાં આવ્યા હતા. આ સાથે જ જનસંઘના નેતા નાનાજી દેશમુખ અને પ્રખ્યાત ગાયક ભૂપેન હજારિકાને મરણોપરાંત ભારત રત્નથી સમ્માનિત કરવામાં આવ્યા હતા.
![પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી, નાનાજી દેશમુખ અને ભૂપેન હજારીકાને ભારત રત્નથી કરાયા સન્માનિત Pranab Mukherjee Receives Bharat Ratna પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી, નાનાજી દેશમુખ અને ભૂપેન હજારીકાને ભારત રત્નથી કરાયા સન્માનિત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/08/08190216/pranab-da.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હી: પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને ગુરૂવારે દેશનુ સર્વોચ્ચ નાગરિક સમ્માન ભારત રત્નથી સમ્માનિત કરવામાં આવ્યા હતા. આ સાથે જ જનસંઘના નેતા નાનાજી દેશમુખ અને પ્રખ્યાત ગાયક ભૂપેન હજારિકાને મરણોપરાંત ભારત રત્નથી સમ્માનિત કરવામાં આવ્યા હતા. આ વર્ષે ભારત રત્ન સમ્માન આપવાની જાહેરાત ગણતંત્ર દિવસ પર કરવામાં આવી હતી.
Delhi: Former President Pranab Mukherjee receives 'Bharat Ratna' from President Ram Nath Kovind. pic.twitter.com/j9VmBbNEoP
— ANI (@ANI) August 8, 2019
Delhi: Son of Bhupen Hazarika, Tej Hazarika, receives Bharat Ratna on his behalf. Legendary Assamese singer Bhupen Hazarika was conferred Bharat Ratna posthumously. pic.twitter.com/BGJU34niWD
— ANI (@ANI) August 8, 2019
ભૂપેન હજારિકાને મરણોપરાંત સમ્માન મળ્યું. તેમના દિકરા તેજ હજારિકાએ પોતાના પિતા માટે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હાથે સમ્માન ગ્રહણ કર્યું. નાનાજી દેશમુખ તરફથી દીનદયાલ રિસર્ચ ઈન્સ્ટીટ્યૂટના ચેરમેન વીરેંદ્રજીત સિંહે આ સમ્માન ગ્રહણ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે 2017માં રાષ્ટ્રપતિ પદ પરથી નિવૃત થયેલા પ્રણવ મુખર્જીને ભારત રત્ન આપવાનો નિર્ણય ચોંકવનારો હતો. કારણ કે પ્રણવ મુખર્જીની ગણતરી કૉંગ્રેસના દિગ્ગજ નેતાઓમાં થાય છે, જેમણે પોતાના રાજકીય જીવન દરમિયાન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને ભાજપની વિચારધારા સામે લડતા રહ્યા છે. પરંતુ, પ્રણવ મુખર્જીના પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી સાથે સારા સંબંધો રહ્યા છે.Delhi: Chairman of Deendayal Research Institute, Virendrajeet Singh, receives Bharat Ratna on behalf of social activist and senior RSS leader Nanaji Deshmukh. He was conferred Bharat Ratna posthumously. pic.twitter.com/gZUZUt1TSm
— ANI (@ANI) August 8, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
રાજકોટ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)