શોધખોળ કરો
Advertisement
પ્રશાંત કિશોરે કહ્યું, દેશભરમાં NRCનો વિચાર નોટબંધી જેવો
પ્રશાંત કિશોરે લખ્યું તેઓ આખા દેશમાં એનઆરસી લાગૂ કરવા પર તેના વિરોધને લઇને પોતાના વલણ પર કાયમ છે. તેમણે ટ્વિટ કર્યું, દેશભરમાં એનઆરસીનો વિચાર નાગરિકતાની નોટબંધી બરાબર છે.
નવી દિલ્હી: જનતા દળ યૂનાઇટેડના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પ્રશાંત કિશોરે નાગરિકતા રજિસ્ટર (NRC)મુદ્દે પોતાના વલણ પર કાયમ છે. રવિવારે એક ટ્વિટ કરી તેમણે આ વાતને પૂર્ણ રીતે સ્પષ્ટ કરી દીધી છે.
પ્રશાંત કિશોરે લખ્યું તેઓ આખા દેશમાં એનઆરસી લાગૂ કરવા પર તેના વિરોધને લઇને પોતાના વલણ પર કાયમ છે. તેમણે ટ્વિટ કર્યું, દેશભરમાં એનઆરસીનો વિચાર નાગરિકતાની નોટબંધી બરાબર છે. જ્યાં સુધી તમે તેને સાબિત નથી કરતા ત્યાં સુધી તમે અમાન્ય છો. અમે અમારા અનુભવથી જાણીએ છીએ કે ગરીબ અને હાંશિયામાં ધકેલાઇ ગયેલા લોકો તેનાથી સૌથી વધારે પ્રભાવિત થાય છે.
પ્રશાંત કિશોરે બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારની મુલાકાત લીધી હતી. આ મુલાકાત બાદ મીડિયા સાથેની વાતચીતમાં કિશોરે કહ્યું હતું કે નીતીશ દેશભરમાં એનઆરસીના મામલામાં વિરોધના પોતાના જુના સ્ટેન્ડ પર કાયમ છે. તેઓએ કહ્યું કે, મુખ્યમંત્રીને લાગે છે કે એનઆરસી અને નાગરિકતા સંશોધન બિલ એક સાથે ખતરનાક છે. પ્રશાંત કિશોર અને મુખ્યમંત્રી નીતીશ કુમારની મુલાકાતને લઇને અટકળો લગાવાઇ રહી હતી કે પ્રશાંત કિશોર મુખ્યમંત્રીને મળીને પાર્ટી ઉપાધ્યક્ષના પદેથી રાજીનામુ આપી દેશે. જોકે બાદમાં સામે આવ્યું કે નીતીશ કુમારે પ્રશાંત કિશોરનું રાજીનામુ ફગાવી દીધું છે. પ્રશાંત કિશોરે ત્રણ વખત રાજીનામાનો પ્રસ્તાવ મુક્યો હતો પરંતુ નીતિશ કુમારે તેમનું રાજીનામુ ફગાવી દિધુ હતું.The idea of nation wide NRC is equivalent to demonetisation of citizenship....invalid till you prove it otherwise. The biggest sufferers would be the poor and the marginalised...we know from the experience!!#NotGivingUp
— Prashant Kishor (@PrashantKishor) December 15, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દેશ
અમદાવાદ
સમાચાર
Advertisement