G20 Meet: શ્રીનગરમાં G-20 માટેની તૈયારીઓ તેજ: શેર-એ-કાશ્મીર ઇન્ટરનેશનલ કોન્ફરન્સ સેન્ટરમાં આયોજન, પ્રવાસને વેગ મળવાની ઉમ્મીદ
જી-20ની બેઠક શ્રીનગરના દાલ સરોવરના કિનારે યોજાશે. આ આંતરરાષ્ટ્રીય સમિટથી પ્રદેશમાં પ્રવાસનને વેગ મળવાની અપેક્ષા છે.
Srinagar Set To Host G20 Meet: જમ્મુ-કાશ્મીરની રાજધાની શ્રીનગરમાં 22થી 24મે દરમિયાન G-20 સમિટ યોજાવા જઈ રહી છે. આ માટે SKICC તરીકે ઓળખાતા શેર-એ-કાશ્મીર ઇન્ટરનેશનલ કોન્ફરન્સ સેન્ટરમાં તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. દાલ સરોવરના કિનારે યોજાનારી આંતરરાષ્ટ્રીય સમિટથી પ્રદેશમાં પ્રવાસનને વેગ મળવાની ઉમ્મીદ છે.
J&K | Srinagar gets major makeover ahead of the upcoming G20 meetings
— ANI (@ANI) May 12, 2023
The city is geared up. All the important monuments, and structures, have been illuminated, blacktopping of the roads done. Repair works are also underway. We hope this will be a nice and wonderful event for… pic.twitter.com/ecbSuAbJsC
આ ક્ષેત્રમાં પર્યટનને વધુ કેવી રીતે વધારવું તે માટે આ સમિટમાં G20 દેશોનું ટુરિઝમ વર્કિંગ ગ્રુપ હાજર રહેશે. પર્યટન સચિવ સૈયદ આબિદ રશીદ શાહે જણાવ્યું હતું કે, કાશ્મીર માટે તેની પ્રાકૃતિક સુંદરતા અને પર્યટન ક્ષમતાને વિશ્વ સમક્ષ દર્શાવવાની આ એક શ્રેષ્ઠ તક છે. એલજી વહીવટીતંત્રને આશા છે કે સમિટનું સફળ આયોજનથી કાશ્મીરને વિશ્વભરમાં ઓળખ મળશે.
કાશ્મીરની સુંદરતા પ્રદર્શિત કરવાની શ્રેષ્ઠ તક
વહીવટીતંત્રના એક અધિકારીએ જણાવ્યું હતું કે, "અમે G20 સમિટની યજમાની કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છીએ, અને અમે આશા રાખીએ છીએ કે તે એક સફળ અને યાદગાર કાર્યક્રમ હશે." માત્ર પ્રશાસન સ્તરે જ નહીં પરંતુ અહીંના સ્થાનિક લોકો પણ આ કોન્ફરન્સથી ખૂબ જ ખુશ છે.
શ્રીનગરમાં રહેતા ઝુબેર અહેમદ કહે છે કે, કાશ્મીરમાં આટલી મોટી ઈવેન્ટને લઈને અમે ઉત્સાહિત છીએ. અમને આશા છે કે આ સ્થાનિક લોકો માટે વધુ રોકાણ અને રોજગારીની તકો લાવશે.
શું છે આ G-20?
જી-20ને ગ્રુપ ઓફ ટ્વેન્ટી પણ કહેવામાં આવે છે. તેનું કોઈ કેન્દ્રીય મથક નથી. દર વર્ષે સહભાગી દેશોમાંથી એક આ સંસ્થાની અધ્યક્ષતા કરે છે. આ વખતે ભારત તેની યજમાની કરી રહ્યું છે. આ કોન્ફરન્સમાં તમામ દેશોના મુખ્ય વિષયો એટલે કે આતંકવાદ, આર્થિક મુશ્કેલીઓ, ગ્લોબલ વોર્મિંગ, સ્વાસ્થ્ય અને અન્ય મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવે છે. આ G20 દેશો સમગ્ર વિશ્વમાં આર્થિક ઉત્પાદનમાં 80% યોગદાન આપે છે.
આ દેશો G-20માં છે
G-20 જૂથમાં આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા, ચીન, જર્મની, ફ્રાન્સ, ભારત, ઇન્ડોનેશિયા, ઇટાલી, જાપાન, મેક્સિકો, રશિયા, સાઉદી અરેબિયા, દક્ષિણ આફ્રિકા, દક્ષિણ કોરિયા, તુર્કી, યુનાઇટેડ કિંગડમ, યુનાઇટેડ સ્ટેટ્સ અને યુરોપિયન યુનિયનનો સમાવેશ થાય છે.
આ G20 દેશોમાં વિશ્વની બે તૃતીયાંશ વસ્તી છે
વિશ્વની બે તૃતીયાંશ વસ્તી આ G20 દેશો સાથે છે અને આ G20 દેશો સમગ્ર વિશ્વના આંતરરાષ્ટ્રીય વેપારમાં ત્રણ-ચતુર્થાંશ હિસ્સો ધરાવે છે. 1977માં નાણાકીય કટોકટી આવી હતી, તે સંકટને ધ્યાનમાં રાખીને વિશ્વની મુખ્ય અર્થવ્યવસ્થાઓએ વિચાર આવ્યો કે એક જૂથ બનાવવામાં આવે અને તે પછી વર્ષ 1999માં G20 જૂથની સ્થાપના કરવામાં આવી.
શ્રીનગરમાં G-20 સમિટઃ સુરક્ષામાં મરિન અને NSG કમાન્ડો તૈનાત રહેશે
શ્રીનગરમાં યોજાનારી G-20 સમિટ માટે સુરક્ષા વધારી દેવામાં આવી છે. આ કોન્ફરન્સ દાલ સરોવરના કિનારે શેર-એ-કાશ્મીર ઈન્ટરનેશનલ કોન્ફરન્સ સેન્ટરમાં આયોજિત કરવામાં આવશે. આ દરમિયાન મરીન કમાન્ડો (MARCOS)ને જેલમ નદી અને દાલ સરોવર આસપાસ તૈનાત કરવામાં આવશે. સંભવિત આત્મઘાતી હુમલાને રોકવા માટે NSGની ટીમો સ્થળ પર તૈનાત રહેશે. તેમની સાથે એસઓજી પણ રહેશે.