શોધખોળ કરો
રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ GSTબીલને આપી મંજૂરી.1 એપ્રિલ 2017થી લાગુ

નવી દિલ્લીઃ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ ગુરુવારે GST સંશોધન બીલને મંજુરી આપી દીધી હતી. દેશના 16 રાજ્યો દ્વારા પસાર કર્યા બાદ તેને રાષ્ટ્રપતિને મોકલવામાં આવ્યું હતું. છેલ્લે ઓડિસા વિધાનસભાએ તેને પાસ કર્યું હતું, ત્યાર બાદ 50 ટકા રાજ્યની વિધાનસભામાં તેને પાસ કરવાનું જરૂરી કામ પુરં થઇ ગયું છે. આ પહેલા ગુરુવારે અરુણાચલ પ્રદેશ વિધાનસભાએ પણ આ બીલને પાસ કર્યું હતું. GST કાયદા પર રાષ્ટ્રપતિની મંજુરીની મોહર લાગ્યા બાદ GST કાઉંસિલ બનાવવાનો રસ્તો સરળ બન્યો છે. GST કાઉંસિલ ટેક્સ અને સેસ રેટ નક્કી કરશે. સંસદે 8 ઓગસ્ટે GST સંશોધન બીલને પાસ કરવામાં આવ્યું હતું. સંવિધાન સંશોધન બીલ હોવાના કારણે આ બીલને 50 ટકા રાજ્યમાંથી પાસ થવું જરૂરી હતું.
વધુ વાંચો






















