Presidential Election 2022: દ્રૌપદી મુર્મૂએ પીએમ મોદી સાથે મુલાકાત કરી, જાણો ઉમેદવારી વિશે શું કહ્યુ..
NDAના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂએ ગુરુવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.
Presidential Election 2022: NDAના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂએ ગુરુવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. મંગળવારે એનડીએ તરફથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર (Presidential Candidate) તરીકે પસંદગી પામ્યા બાદ પહેલી વખતી દ્રૌપદી મુર્મૂ દિલ્હી આવ્યાં છે. રાષ્ટ્રપતિ ચૂંટણીમાં તેમની જીત લગભગ નક્કી મનાઈ રહી છે. જો દ્રૌપદી મુર્મૂ રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાય છે તો તેઓ દેશના પહેલાં મહિલા આદિવાસી રાષ્ટ્રપતિ બનશે.
પીએમ મોદીએ ટ્વીટ કર્યુંઃ
દ્રૌપદી મુર્મૂ સાથે મુલાકાત કર્યા બાદ પ્રધાનમંત્રી મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે, મેં આજે શ્રીમતી દ્રૌપદી મુર્મૂજી સાથે મુલાકાત કરી છે. તેમના રાષ્ટ્રપતિ પદના નામાંકનને સમાજના બધા વર્ગો દ્વારા સમગ્ર ભારતમાં સમર્થન મળ્યું છે. ભારતના વિકાસ માટે તેમનું વિઝન અને દેશની પાયાની સમસ્યાઓ વિશે તેમની સમજ બેજોડ છે.
Met Smt. Droupadi Murmu Ji. Her Presidential nomination has been appreciated across India by all sections of society. Her understanding of grassroots problems and vision for India’s development is outstanding. pic.twitter.com/4WB2LO6pu9
— Narendra Modi (@narendramodi) June 23, 2022
ભાજપ નેતાઓએ એરપોર્ટ પર સ્વાગત કર્યુંઃ
દ્રૌપદી મુર્મૂ દિલ્હી પહોંચ્યાં ત્યારે ભાજપના પ્રદેશ અધ્યક્ષ આદેશ ગુપ્તા, પાર્ટીના સાંસદ મનોજ તિવારી અને દિલ્હી વિધાનસભામાં વિપક્ષના નેતા રમેશ બિધૂડી સહિત દિલ્હી ભાજપના ઘણા નેતાઓએ એરપોર્ટ પર દ્રૌપદી મુર્મૂનું સ્વાગત કર્યું હતું. સૂત્રો અનુસાર સંસદીય કાર્યમંત્રી પ્રહ્લાદ જોશીના આવાસ પર દ્રૌપદી મુર્મૂની ઉમેદવારી માટેના જરુરી તમામ દસ્તાવેજો તૈયાર કરવામાં આવી રહ્યા છે. પ્રધાનમંત્રી મોદી, રક્ષામંત્રી રાજનાથ સિંહ, અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડા દ્રૌપદી મુર્મૂના પ્રસ્તાવક હશે.
આ પણ વાંચોઃ