શોધખોળ કરો

Agnipath Protest: અગ્નિપથ યોજનાના વિરોધ વચ્ચે પહેલીવાર PM Modiએ આપ્યું મોટું નિવેદન, જાણો શું કહ્યું

PM Modi on Agnipath Scheme : બેંગલુરુમાં એક જાહેર સભાને સંબોધતા પીએમ મોદીએ આ નિવેદન આપ્યું છે.

PM Modi on Agnipath : દેશભરમાં અગ્નિપથ યોજના (Agnipath Scheme) સામે વિરોધપક્ષની આકરી ટીકા અને વિરોધ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​કહ્યું હતું કે માત્ર સુધારાનો માર્ગ જ આપણને નવા લક્ષ્યો અને નવા સંકલ્પ તરફ લઈ જઈ શકે છે. સુધારણાઓ અસ્થાયી રૂપે અપ્રિય જણાશે, પરંતુ સમય પસાર થવા સાથે ફાયદાકારક રહેશે. અગ્નિપથ યોજનાનું નામ લીધા વિના તેમણે કહ્યું, "શરૂઆતમાં કેટલાક નિર્ણયો અપ્રિય લાગે છે, પરંતુ બાદમાં દેશને તે નિર્ણયોના ફાયદાની અનુભૂતિ થાય છે, આ નિર્ણયો રાષ્ટ્ર નિર્માણમાં મદદ કરે છે."

પીએમ નરેન્દ્ર મોદી કર્ણાટકના બે દિવસીય પ્રવાસે
પીએમ નરેન્દ્ર મોદી આજથી કર્ણાટકના બે દિવસીય પ્રવાસે છે. આ દરમિયાન, PM એ 28,000 કરોડ રૂપિયાથી વધુની રેલ અને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું. પીએમએ બેંગ્લોરમાં જનસભાને પણ સંબોધી હતી. પીએમએ કહ્યું કે કર્ણાટકમાં 5 નેશનલ હાઈવે પ્રોજેક્ટ્સ, 7 રેલવે પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે. અમે કોંકણ રેલ્વેના 100 ટકા વિદ્યુતીકરણના મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ સાક્ષી બન્યા છીએ. આ તમામ પ્રોજેક્ટ કર્ણાટકના યુવાનો, મધ્યમ વર્ગ, ખેડૂતો, કામદારો, ઉદ્યોગ સાહસિકોને નવી સુવિધાઓ આપશે.

શું કહ્યું પીએમ મોદીએ?
પીએમ મોદીએ વધુમાં કહ્યું કે બેંગલુરુમાં ટ્રાફિકજામથી છુટકારો મેળવવા માટે રેલ, રોડ, મેટ્રો, અંડરપાસ, ફ્લાયઓવર પર ડબલ એન્જિનની સરકાર કામ કરી રહી છે. અમારી સરકાર બેંગલોરના ઉપનગરીય વિસ્તારોને વધુ સારી કનેક્ટિવિટી સાથે જોડવા માટે પ્રતિબદ્ધ છે. ભારતીય રેલ્વે હવે ઝડપી, સ્વચ્છ, વધુ આધુનિક, સલામત અને નાગરિક-મૈત્રીપૂર્ણ બની રહી છે. અમે રેલને દેશના તે ભાગોમાં પણ લઈ ગયા છીએ જ્યાં તેના વિશે વિચારવું પણ મુશ્કેલ હતું.

પીએમ નરેન્દ્ર મોદીએ વધુમાં કહ્યું કે હું સ્પષ્ટપણે માનું છું કે,  સંપત્તિ સરકારી હોય કે ખાનગી, બંને દેશની સંપત્તિ છે, તેથી દરેકને સમાન તક મેળવી જોઈએ, આ દરેકનો પ્રયાસ છે. અમારી સરકાર સુધારા માટે સતત કામ કરી રહી છે. ઘણા નિર્ણયો શરૂઆતમાં અપ્રિય લાગે છે, પરંતુ પછીથી તે નિર્ણયોના ફાયદા દેશને સમજાવા લાગે છે.

ટોપ સ્ટોરી

Rahul Gandhi Dharna: ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી, પેલેટ ગન કેસમાં FIR ની માંગ
Rahul Gandhi Dharna: ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી, પેલેટ ગન કેસમાં FIR ની માંગ
Original vs Fake Packaging: ક્યાંક તમે અમૂલનું નકલી દહીં તો નથી ખાઈ રહ્યા ને? વાયરલ વીડિયો બાદ હોબાળો
Original vs Fake Packaging: ક્યાંક તમે અમૂલનું નકલી દહીં તો નથી ખાઈ રહ્યા ને? વાયરલ વીડિયો બાદ હોબાળો
અમિત શાહના સૂચન પર દક્ષિણના તમામ મુખ્યમંત્રીઓએ કહ્યું- સમર્થન છે, સીમાંકન પર શું થયું?
અમિત શાહના સૂચન પર દક્ષિણના તમામ મુખ્યમંત્રીઓએ કહ્યું- સમર્થન છે, સીમાંકન પર શું થયું?
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Rahul Gandhi Dharna: ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી, પેલેટ ગન કેસમાં FIR ની માંગ
Rahul Gandhi Dharna: ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી, પેલેટ ગન કેસમાં FIR ની માંગ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
Mahindra XEV 9S 6 Seater: 6 કેપ્ટન સીટ સાથે મહિન્દ્રાએ લોન્ચ કરી ધાકડ કાર, જાણો કિંમત અને ફીચર્સ
Mahindra XEV 9S 6 Seater: 6 કેપ્ટન સીટ સાથે મહિન્દ્રાએ લોન્ચ કરી ધાકડ કાર, જાણો કિંમત અને ફીચર્સ
Embed widget