PM Modi Address Today: આજે સાંજે 5 કલાકે દેશને સંબોધિત કરશે પીએમ મોદી, કરી શકે છે મોટી જાહેરાત
દેશમાં જીવલેણ કોરોના વાયરસની બીજી લહેર હવે ધીમે ધીમે નબળી પડી રહી છે.
![PM Modi Address Today: આજે સાંજે 5 કલાકે દેશને સંબોધિત કરશે પીએમ મોદી, કરી શકે છે મોટી જાહેરાત prime minister narendra modi to address the nation at 5 pm today 7th june PM Modi Address Today: આજે સાંજે 5 કલાકે દેશને સંબોધિત કરશે પીએમ મોદી, કરી શકે છે મોટી જાહેરાત](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/06/04/4e5ca45ad29a4d617d54912c553b70c2_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
PM Modi Address Today: દેશમાં જીવલેણ કોરોના વાયરસની બીજી લહેરની વચ્ચે પીએમ મોદી આજે સાંજે પાંચ કલાકે દેશને સંબોધિત કરશે. પીએમ કાર્યાલયે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. જોકે પીએમ મોદી ક્યા મુદ્દે પોતાની વાત જનતા સમક્ષ રાખશે તેને લઈને કોઈ ચોક્કસ જાણકારી સામે આવી નથી. પરંતુ કહેવાય છે કે પીએમ મોદીનું સંબોધન કોરોના વાયરસ અને રસીકરણ અભઇયાને લઈને હોઈ શકે છે.
કોઈ મોટી જાહેરાત કરી શેક છે મોદી
કહેવાય છે કે, પીએમ મોદી કોરોના સંકટના સમયમાં નબળી પડી રહેલ અર્થવ્યવસ્થાને ધ્યાનમાં રાકથા કોઈ મોટી જાહેરાત કરી શેક છે. ઉપરાંત પીએમ મોદી અનલોક 2.0ને લઈને વાત કરી શકે છે. તે લોકોને કોરોનાને લઈને સાવચેતી રાખવા અને બેદરગારી ન રાખવાની અપીલ પણ કરી શકે છ.
Prime Minister Shri @narendramodi will address the nation at 5 PM today, 7th June.
— PMO India (@PMOIndia) June 7, 2021
દેશમાં જીવલેણ કોરોના વાયરસની બીજી લહેર હવે ધીમે ધીમે નબળી પડી રહી છે. સ્વાસ્થ્ય મંત્રાલયના લેટેસ્ટ આંકડા અનુસાર, વિતેલા 24 કલાકમાં 1 લાખ 636 નવા કોરોના કેસ આવ્યા અને 2427 સંક્રમિતોના મોત થયા છે. જ્યારે 1 લાખ 74 હજાર 399 લોકો કોરોનાથી ઠીક થયા છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના છેલ્લા 24 કલાકના આંકડા અનુસાર વિતેલા 61 દિવસમાં સૌથી ઓછા કેસ નોંધાયા છે. આ પહેલા સૌથી ઓછા કેસ સાત એપ્રિલના રોજ આવ્યા હતા. ત્યારે એક જ દિવસમાં એક લાખ 15 હજાર કેસ નોંધાયા હતા. દેશમાં હાલમાં પોઝિટિવીટી રેટ 6.34 ટકા છે.
દેશમાં આજે કોરોનાની સ્થિતિ
કુલ કોરોના કેસ - બે કરોડ 89 લાખ 9 હજાર 975
કુલ ડિસ્ચાર્જ - બે કરોડ 71 લાખ 59 હજાર 180
કુલ એક્ટિવ કેસ - 14 લાખ 01 હજાર 609
કુલ મોત - 3 લાખ 49 હજાર 186
દેશમાં અત્યાર સુધી 23 કરોડ 27 લાખ 86 હજાર 482 ડોઝ અપાયા
દેશમાં વિતેલા 24 કલાકમાં કોરોના વાયરસના રસીના 13 લાખ 90 હજાર 916 ડોઝ આપવામાં આવ્યા. ત્યાર બાદ કુલ રસીનો આંકડો 23 કરોડ 27 લાખ 86 હજાર 482 થઈ ગોય છે. આઈસીએમઆર (ICMR)એ જાણકારી આપી છે કે ભારતમાં ગઈકાલે કોરોના વાયરસના 15 લાખ 87 હજાર 589 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ અત્યાર સુધીમાં કુલ 36 કરોડ 63 લાખ 34 હજાર 111 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)