શોધખોળ કરો
બ્રાઝિલના રાષ્ટ્રપતિ બોલસોનારોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ મોદીએ ટ્વિટ કરીને શું કહ્યું, જાણો વિગત
કોરોના કેસની બાબતે બ્રાઝિલ વિશ્વમાં અમેરિકા પછી બીજા ક્રમે છે.
નવી દિલ્હીઃ બ્રાઝિલના પ્રમુખ જૈર બોલસોનારોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રિપોર્ટ આવ્યા બાદ તેમણે મીડિયાને સંબોધન કર્યુ હતું અને માસ્ક પહેરીને તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાની જાહેરાત કરી હતી.
આજે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને બોલસોનારાની ઝડપી તંદુરસ્તી માટે પ્રાર્થના કરી હતી. તેમણે બ્રાઝિલની સત્તાવાર ભાષા પોર્ટુગિઝમાં મેસેજ પોસ્ટ કર્યો હતો. પીએમ મોદીએ ટ્વિટ કરીને લખ્યું, મારા મિત્ર પ્રેસિડેન્ટ જૈર બોલસોનારો. તમારી સ્પીડી રિકવરી માટે મારી શુભકામના અને પ્રાર્થના.
લોકડાઉન દરમિયાન ભારતે બ્રાઝિલને એન્ટી મેલેરિયા દવા એચસીક્યૂ મોકલી હતી, જે બાદ બોલાસોનારોએ તેમની તુલના બજરંગબલી સાથે કરી હતી. તેમણે કહ્યું હતું કે, બજરંગબલીએ હિમાલયથી લક્ષ્મણ માટે જે રીતે સંજીવની જડી બુટ્ટી લાવીને જીવ બચાવ્યો હતો તેવું જ મોદીએ કર્યુ છે.
કોરોના કેસની બાબતે બ્રાઝિલ વિશ્વમાં અમેરિકા પછી બીજા ક્રમે છે. બ્રાઝિલમાં કોરોનાથી 65 હજાર કરતા વધારે મોત થયા છે અને 16 લાખ કરતાં વધારે કેસ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ગાંધીનગર
ક્રિકેટ
દેશ
Advertisement